Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 258
________________ શિવપ્રસાદ દલપતરામ પંડિત શિવપ્રસાદ દલપતરામ પંડિત એએ જાતે વિસલનગરા નાગર બ્રાહ્મણ (ગૃહસ્થ વિભાગના ) છે. એમના જન્મ અમદાવાદમાં તા. ૧૫ મી એગસ્ટ ૧૮૮૫ તે દિને થયે હતા. એમના પિતાનું નામ દલપતરામ હીમતરામ પંડિત અને માતાનું નામ મણિમ્હેન છે. એમના પિતા રાજપૂતાનામાં કાટારાજ્યમાં મ્હોટા અધિકાર ઉપર હતા અને ત્યાં એમણે એકનિષ્ઠા તથા પ્રમાણિકપણે રાજ્યની સેવા કરી, જકાત, બાગ, તથા કારખાનાના ખાતાંઓને સુવાસ્થિત પાયા ઉપર મૂક્યાં હતાં. કાટામાંજ લગભગ ૪૩ વર્ષની વયે એમના પિતાને ટાંગામાં બેસીને ફરવા જતાં અકસ્માત ઈજા થઈ અને હેને પરિણામે હેમનું મૃત્યુ નીપજ્યું. શિવપ્રસાદની ઉમર એ સમયે દોઢેક વર્ષની હતી. પિતાના મૃત્યુ પછી એમને ઉછેરવાના ભાર્ એમનાં અપર માતુશ્રી સ્વસ્થ જમનાબાએ પેાતાના ઉપર લીધેા. એ સાવકી માતાનેા પુત્ર પ્રત્યે પ્રેમ અનન્ય અને અસાધારણ હતા. એટલે સુધી કે એમનાં જન્મદાતા માતુશ્રી હયાત હે!વા છતાં અપર માતાએ જ હેમને સ્તનપાન કરાવ્યું હતું. એ માતાની અસર એમના જીવન ઉપર ઘણી થઇ છે, અને એમના ઉપકારાનું સ્મરણ કરીને એમણે પોતાની પ્રથમ કૃતિ ‘મૈત્રેયી ' એમને સમપણ કરી છે. પિતાનું મૃત્યુ થતાં એમનું કુટુંબ અમદાવાદ આવ્યું અને શિવપ્રસાદે સરકારી મિડલ સ્કૂલ તથા હાઈસ્કૂલમાં અંગ્રેજી અભ્યાસ કર્યાં. ઈ. સ. ૧૯૦૨ માં યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ તથા ઈ. સ. ૧૯૦૩માં મેટ્રીક્યૂલેશનની પરીક્ષા પાસ કરી. એમણે થોડે સમય અજમેરની ગવર્નમેન્ટ કાલેજ તથા મુંબાઇની વિલ્સન કાલેજમાં અભ્યાસ કર્યાં, એ અરસામાં એમનું કાટા જવું થયું અને ત્યાંજ નાકરી કરવાની ઇચ્છા થતાં ઈ. સ. ૧૯૦૪ થી ત્યાં નોકરીમાં જોડાયા. નિશાળમાં ભણતા હતા તે સમયે સ્વ. છેટુભાઇ શંકરજી દેસાઇ તમા અમદાવાદ હાઈસ્કૂલના હેડમાસ્તર ખા. બા. એદલજી દોરાબજી તલાટીના નૈતિક ઉપદેશેાની એમના ઉપર સચોટ અસર થઇ હતી. એ ઉપદેશાને પરિણામે તેએ અમલદાર તરીકેની નેાકરીમાં અનેક લાલચે માંથી બચ્યા છે. પચીસ રૂપિયાના માસિક પગારથી શરૂ કરી તે પોતાની પ્રામાણિકતા તથા સત્યપરાયણતાને લીધે એસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ એક એકસાઇઝના હાદ્દા સુધી પહેાંચ્યા છે. ૧૯૦

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286