Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 262
________________ ગ્રંથકાર ચરિત્રાવળી - - - - - - સાકરલાલ અમૃતલાલ દવે, જ્ઞાતે બાજખેડાવાળ બ્રાહ્મણ વતની નડિયાદના; તેમનો જન્મ સન ૧૮૮૬માં તા. ૨૬ મી મે એ નડિયાદમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ એજ સ્થળે પ્રાપ્ત કરેલું. સન ૧૯૦૫માં ગ્રેજ્યુએટ થયેલા. તે પછી સરકારી ખાતામાં જોડાયેલા અને અત્યારે મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ અંગેની ગર્જી હાઈસ્કૂલ અમદાવાદ-માં શિક્ષક છે. પુનાની ડેકન કોલેજના પ્રોફેસર બેઈનનાં અતિ રસમય અને સુંદર ઈંગ્રેજી વાર્તા પુસ્તકનાં ગુજરાતીમાં અનુવાદ કરવાનું કાર્ય એમણે હાથ ધરેલું અને તે અનુવાદ, કહેવું જોઈએ કે, મૂળ ગ્રંથને ન્યાય આપે એવા, સરળ અને શુદ્ધ છે. ગયે વર્ષે એમણે ટોલસ્ટોયને “The Christian Teaching' પુસ્તકને અનુવાદ જીવનસિદ્ધિ' એ નામથી છપાવ્યું છે. સામાન્ય રીતે શાળાના કામકાજમાંથી જે કાંઈ સમય મળે તે તેઓ સાહિત્યના અભ્યાસવાચનમાં ગાળે છે અને પ્રસંગોપાત્ત સાહિત્યની ચર્ચામાં પણ ભાગ લે છે. અનુવાદ મૂળ ગ્રંથ પ્રકાશનની સાલ અનંગભસ્મ Prof. Bain's સને ૧૯૧૬ "The Ashes of a God” નીલનેની ,, “A Draught of the Blue.” જીવનસિદ્ધિ Tolstoy's "The Christian Teaching" ક ૧૯૨૯ ૧૯૧૭ ૧૯૪

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286