Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 239
________________ રામનારાયણ વિશ્વનાથ પાઠક માસિકમાં “કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારીઆનાં કાવ્યો” વિષે લખાય હતું. તે પછી એમની સાહિત્ય પ્રવૃત્તિ બહુ ફૂલીફાલી છે. ગુજરાત વિદ્યા - પીઠમાં હતા તે દરમિયાન (સં. ૧૯૭૮માં) એમણે “પ્રમાણશાસ્ત્ર પ્રવેશિકા એ નામનો એક સ્વતંત્ર ગ્રંથ તર્કશાસ્ત્ર પર લખ્યો હતે; અને “કાવ્ય સમુચ્ચય’ નામનું આધુનિક કવિઓની કૃતિઓમાંથી સારાં કાવ્યો ચૂંટી કાઢેલું પુસ્તક, બે ભાગમાં સં. ૧૯૮૦ માં બહાર પાડયું હતું. તેમાં આધુનિક કાવ્યસાહિત્ય વિષેનો ઊપઘાત મૌલિક છે અને એ કાવ્યોની પસંદગીમાં અને પરીક્ષામાં જે ઉંચું ધોરણ, રસ અને કવિત્વનું દાખવ્યું હતું, તેના કારણે એ સંગ્રહની ખૂબ પ્રશંસા થયેલી છે; અને પા૨ેવની ગોલ્ડન ટેકરીની પેઠે તેણે ચિરસ્થાયી સ્થાન પ્રાપ્ત કર્યું છે. યુગધર્મ' માસિક ઉભું કરવામાં અને તેને ચાલુ રાખવામાં તેઓ શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકના સહકારી હતા. તે બંધ પડ્યા પછી, એવા એક સારા માસિકની ઉણપ રહ્યા કરતી હતી, તે “પ્રસ્થાને’ પુરી પાડી છે અને અત્યારે ગુજરાતી માસિકમાં તે પ્રથમ સ્થાને છે, એમ કહેવામાં અતિશક્તિ થતી નથી. તેમાંય એમની નેધ સ્વૈરવિહારીની સંજ્ઞાથી લખાતી સારું ધ્યાન ખેંચે છે. વળી એમની વાર્તાઓ અને મનન પણ એટલાજ આકર્ષક નિવડ્યાં છે. એ સેવાકાર્ય એમણે ગુજરાત વિદ્યાપીઠના ચાલુ કાર્યનો ભાર માથે હતો ત્યારે હાથ ધરેલું અને અત્યારે બધો સમય એની પાછળ ગાળે છે. ગુજરાત વિદ્યાપીઠ અથવા તો મહાત્માજીએ જે અનેક કિમતી રત્ન ગુજરાતને આપ્યાં છે, તેમાં શ્રીયુત પાઠકની ગણના થયેલી છે; અને એમણે એમની વિદ્વત્તા અને જ્ઞાનથી, ચારિત્ર અને વર્તનથી એકલા વિદ્યાર્થસમૂહનજ નહિ પણ એમના પરિચયમાં આવનારને તેમજ “પ્રસ્થાન દ્વારા એના વાચકવર્ગ સૌને ચાહ મેળવ્યો છે, અને તેની ખાત્રી, નડિયાદમાં નવમી સાહિત્ય પરિષદમાં સાહિત્ય વિભાગના અધ્યક્ષ તરીકે એમની ચૂંટણી થઈ હતી, તે પરથી થશે. તે પ્રસંગે આપેલું એમનું “કાવ્યશક્તિ” વિષેનું વ્યાખ્યાન મનનીય વિચારે રજુ કરે છે. એમનાં પિતાનાં તેમજ બીજાની સહાયતા લઈને લખેલાં પુસ્તકોની યાદી નીચે મુજબ છે: ૧૭૧

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286