Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 244
________________ ગ્રંથકાર ચરિત્રાવળી વિજયરાય કલ્યાણરાય વૈદ્ય એએ જ્ઞાતિએ વડનગરા નાગર ગૃહસ્થ છે; એમના પિતાનું નામ કલ્યાણરાય શંકરપ્રસાદ વૈદ્ય અને માતાનું નામ શિવચ્છિાલક્ષ્મી છે. એમના જન્મ ભાવનગરમાં સન ૧૮૯૭ માં થયા હતા. પ્રાથમિક શિક્ષણ એમણે ભાવનગર દરખારી નિશાળમાં મેળવ્યું હતું અને માધ્યમિક શિક્ષણ બહુધા ગાકળદાસ તેજપાળ હાઈસ્કુલ મુંબઈમાં લીધું હતુ. તેમણે સન ૧૯૧૪ માં મેટ્રિકયુલેશનની પરીક્ષા પાસ કરી, પ્રીવિયસ વિલસન કૉલેજમાંથી અને પછી ભાવનગર કાલેજમાં જોડાયલા અને પાછળથી બી. એ; થતાં સુધી ફરીથી કૅાલેજ અભ્યાસ મુંબાઇમાં કરેલા, જ્યાંથી સન ૧૯૨૦માં તેએ ખી. એ; થયલા. કૈાલેજમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન ગુજરાતીમાં લેખા લખવા શરૂ કરેલા. એમના પ્રથમ લેખ વીસમી સદી'માં અને પ્રથમ કાવ્ય સન ૧૯૧૯ માં “વિનાદ કાન્ત” એ સંજ્ઞાથી ગુજરાતી” માં છપાયા હતા. કાલેજના અભ્યાસ પૂરો થતાંજ એમણે સાહિત્યક્ષેત્રમાં ઝંપલાવ્યું, જાણે એજ કામાં પેાતાનું સમગ્ર જીવન અણુ કરવાના હાય ! સન ૧૯૨૦ માં સુરતમાંથી નિકળેલા ચેતન” માસિકનું સહતંત્રીપદ સ્વીકાર્યું અને તે ત્રણ વર્ષ (એપ્રિલ ૧૯૨૩) સુધી ચલાવ્યું હતું. તે દરિમયાન તેએ “હિન્દુસ્તાન” અઠવાડિકના તંત્રી થયલા (સન ૧૯૧૧-૨૨) અને સન ૧૯૨૩ થી ૨૪ (માર્ચ આખર લગી) જાણીતા ગુજરાત” માસિકમાં ઉપતંત્રી તરીકે કાર્ય કરેલું. સન ૧૯૨૫ માં થાડા માસ “યુગ ધર્મ” માં ઉપતંત્રી નિમાયલા; પણ એ સ કાથી એમને સંતેાષ થયલા નહિ. જ્યારે સન ૧૯૨૪ માં (આકટોબર ત્રમાસિક “કૌમુદી” કાઢવાને તે શક્તિમાન થયા ત્યારે માલુમ પડયું કે એક ક્રમિક પત્ર માટે એમને આદર્શ કેટલા ઉચ્ચ હતા અને કેવા પ્રકારના માસિક સાહિત્ય માટે એમને જીવ તલસતા હતા. છેલ્લાં પાંચ વર્ષથી તેઓ “કૌમુદી” (જે ૧૯૩૦ ની શરૂઆતથી માસિક રૂપે નીકળે છે) કેટકેટલી મુશ્કેલીઓમાં અને કેવી કેવી આશાનિરાશામાં નિભાવી રહ્યા છે, એ જેમ એક તેમ એ વિરલ ભાગ, પેાતાના ધ્યેયની પ્રાપ્તિ માટે, એ માટે ખચિત એમના માટે માન પેદા કરે છે. રામાંચક કથા છે સાહિત્ય સેવાવ્રત ૧૭૬

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286