Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 224
________________ ગ્રંથકાર ચરિત્રાવળી મંજુલાલ રણછોડલાલ મજમુદાર એ મૂળ વતની નડિયાદ પાસે મહુધાના અને જાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. એમને જન્મ એમના મોસાળ પેટલાદમાં સન ૧૮૯૭ ના સપ્ટેમ્બર માસમાં થયો હતો. એમના પિતાનું નામ રણછોડલાલ હીરાલાલ મજમુદાર અને માતાનું નામ ધનાબહેન જતનલાલ દેસાઈ છે. એમણે પ્રાથમિક શિક્ષણ વડોદરામાં લીધું હતું, અને સન ૧૯૧૩ માં મેટ્રીકયુલેશનની પરીક્ષા વડોદરા હાઈસ્કૂલમાંથી પાસ કરી, બરોડા કૅલેજમાં દાખલ થયેલાં. સન ૧૯૧૮ માં બી. એ. ની ડીગ્રી સંસ્કૃત અને અંગ્રેજી ભાષાઓ ઐચ્છિક વિષય તરીકે લઈને મેળવી હતી. સન ૧૯૨૧ માં એએ એલ એલ. બી. થયા અને વડોદરા રાજ્યની વરિષ્ઠ કોર્ટમાં વકીલાત કરવા માંડી; પણ એ ધંધે એમના સાહિત્ય પ્રિય સ્વભાવને અનુકૂળ થયે નહિ એટલે તેમાં વિદ્યાધિકારી કચેરીમાં જોડાયા છે, જ્યાં એમને એમનું રચતું સાહિત્યકાર્ય, સાહિત્યમાળા સંપાદન કરવાનું, સંપાયું છે. એમને પ્રિય વિષય, પ્રાચીન સાહિત્યને અભ્યાસ સંપાદન તથા સંશોધન છે. એમને સંસ્કૃતને પરિચય ઠીક ઠીક છે. એમણે વડોદરા શ્રાવણમાસ સંસ્કૃત પરીક્ષા, કાવ્ય, અલંકાર અને પુરાણના વિષયમાં આપેલી છે. “ગુજરાતની બ્રીટીશ અમલ પહેલાંની સંસ્કૃતિ” સંબંધી અંગ્રેજીમાં વિસ્તૃત નિબંધ રજુ કરીને એમ. એ. ની ડીગ્રી સને ૧૯૨૯ માં મેળવી છે, સમાજશાસ્ત્રના સિદ્ધાન્તની કસોટીએ ચડાવી ગુજરાતની સર્વદશીય સંસ્કૃતિને સમન્વય, ઘણું કરીને એમણે જ પહેલવહેલો કરી બતાવ્યા છે. એમને પ્રથમ લેખ સન ૧૯૧૪ માં “વસંત' માં એક ટૂંકી વાર્તા રૂપે, તથા બરોડા કૅલેજ મીસેલેનીમાં નરસિંહ મહેતાની કવિતા વિષે એમ હતા. પુસ્તકરૂપે એમણે પહેલો પ્રયત્ન “સુદામાચરિત્ર” ની તુલનાત્મક સટીક આવૃત્તિને સને ૧૯૨૨ માં કર્યો હતો. ગુજરાતી પ્રાચીન સાહિત્યને એમને અભ્યાસ તે પછી બહુ તલસ્પર્શી અને વિસ્તૃત થવા પામ્યો છે, એમ એમણે સંશોધન કરેલાં કોઈ પણ કાવ્યો વાંચનાર કહી શકશે. પ્રાચીન સાહિત્યનું સંશોધન અને સંપાદન કાર્ય કરવામાં એમણે નવું ઘેરણ અખત્યાર કરેલું છે; અને તે ઘેરણ, શાસ્ત્રીય, ઐતિહાસિક અને તુલનાત્મક છે. એમનું સુદામાચરિત્ર લે, કે અભિમન્યુ આખ્યાન લો; એમનું રણયજ્ઞ લો, કે પંચાંડની વાર્તાનું પુસ્તક લો, તે એમાંથી એમના વિશાળ ૧૫૬

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286