Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 277
________________ હરિલાલ ભગવંતરાય બુચ હરિરાય ભગવંતરાય બુચ જ્ઞાતિએ (વડનગરા) નાગર ગૃહસ્થ. જન્મ, ઑગસ્ટ ૧૮૮૨માં. મૂળ વતન જુનાગઢ, હાલ ઘણાં વર્ષોથી વડોદરામાં નિવાસ કરે છે, સન ૧૯૦૯ થી “સયાજી વિજય’ના ઉપતંત્રી તરીકે કામ કરે છે. વડોદરાની સાહિત્ય વિષયક તેમજ અન્ય સાર્વજનિક હિલચાલોમાં આગળ પડતો ભાગ લે છે, એક જાહેર કાર્યકર્તા અને વક્તા તરીકે તેઓ સારી રીતે જાણતા છે; અને એક લેખક તથા પત્રકાર તરીકે પણ તેમણે ઉથી છાપ પાડેલી છે. “સયાજીવિજય” ગુજરાતના અઠવાડિકમાં જે લાગવગ અને બહોળા પ્રચાર ધરાવે છે, તેની લોકપ્રિયતામાં એમને હિસ્સો જે તે નથી. એમના પ્રિય વિષયો ઇતિહાસ અને પુરાતત્ત્વ છે. એમના પુસ્તકોની યાદી નીચે મૂંધી છે તે પરથી જોઈ શકાશે કે એમની કલમ કયા ક્યા ક્ષેત્રમાં ફરતી રહી છે એમના ગ્રંથોની યાદી ૧ “હારમાળા અને તેને લેખક સન ૧૯૧૨ ૨ કમલાકુમારી અથવા પૂર્વ એસ. એમ. મિત્રના “હિંદુપુર' પશ્ચિમનો હસ્તમિલાપ ) ઉપરથી અનુવાદ) કે નામક અંગ્રેજી નવલકથાના સન ૧૯૧૨ ૩ પાર્લામેન્ટ અથવા તે } [સયાજી-સાહિત્યમાળા તરફથી જ બ્રિટિશ રાજ્યસભા [ સન ૧૯૧૯ જ ચક્રવર્તી અશોક [સયાજી સાહિત્યમાળા તરફથી સને ૧૯૨૧ ૫ ,, ,, [બાલ સાહિત્યમાલા તરફથી] સન ૧૯૨૬ ૨૦૯ ૨૭

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286