Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 281
________________ પ્રેસ કંપી અને પ્રફ રીડિંગ જોડણીકોષના નિયમોને અનુરૂપ પણ સળંગ, એકધારી ને શુદ્ધ જોડણીવાળું જ લખાણ હાથ-પ્રતમાં તૈયાર કરી આપવું જોઇએ, - ત્રીજો મુદ્દો તે લખાણમાં આવતાં અવતરણો, કાવ્ય, ફૂટનોટો, કોઈ વિષયને લગતા કાઠાઓ, હાંસિયામાં લેવાનાં લખાણો, પેટા મથાળાં અથવા પેરેગ્રાફના પડખામાં મૂકાતાં (માર્જિનલ) મથાળાં, અમુક વિષયમાં બતાવવાના ભારદર્શક કાળા અક્ષરે વગેરેની સૂચનાઓનો. આ બધાં લખાણમાં જ્યાં જ્યાં આવતાં હોય ત્યાંત્યાં બરાબર તે મુજબ જ લખીને તૈયાર કરી આપવાં જોઈએ, અને ઉપરાંત તે વિષયની સ્પષ્ટ સૂચના પણ લખાણની બાજુએ પેન્સિલથી કરવી જોઈએ. અવતરણો કે કાવ્યોના ઉતારા, ચાલુ કાવ્યમાં આવતા છંદ, રાગ કે ઢાળનાં નામ, gટનોટો વગેરે પુસ્તકના ચાલુ ટાઈપ કરતાં જરા નાનાં બીબાંમાં ગોઠવવાનો રિવાજ છે. કાળજીથી હાથ-પ્રત તૈયાર કરનાર માણસ તો એ મુજબ એ બધા અક્ષરે, પિતાના ચાલુ અક્ષરોની લઢણ કરતાં નાની કરે જ. પણ તેમ ન બને તો તે નાના ટાઈપમાં લેવાની સૂચના અવશ્ય કરવી. વળી કેટલાક લેખકે અવતરણોને ચાલુ લખાણ કરતાં સાંકડા માપમાં –બંને બાજુ હાંસિયા રાખીને–પેટામાં લેવડાવે છે. તેવી ઈરછાવાળાઓએ તે મુજબની પણ સ્પષ્ટ સુચના હાથપ્રતમાં જ કરવી જોઈએ, અને તે મુજબ લખી પણ બતાવેલું હોવું જોઈએ; કેમકે આવા બધા સુધારા પાછળથી મુફ વખતે કરાવવામાં બેવડી મહેનત અને વખત લાગે છે, અને તે બદલ છાપખાનાંવાળા વધુ નાણું પણ માગી શકે છે. કઈ ખાસ વિષયને લગતા કોઠાઓ હોય તો તે પિતાને જોઈએ એ મુજબ જ આબેદબ આંકી ગોઠવીને જ તૈયાર કરી આપવા જોઈએ, કે જેથી બીબાં ગોઠવનારને ઓછામાં ઓછી ગૂંચવણ અને મહેનત પડે, તથા પાછળથી એ કામમાં બહુ ફેરફાર કે ઉથામવાપણું ન રહે. કેમકે આવા કેઠાઓ ગોઠવવા એ બીબાં ગોઠવવામાં અઘરામાં અઘરું કામ હોય છે અને ઘણીવાર તે લાંબે કઠો એકેક કારીગરનો અરધે કે આ દિવસ ખાઈ જાય છે. એવા કામમાં પાછળથી તમે ઉથામણ કે ફેરફાર કરાવે તે મહેનત અને વખત બંને માગે, અને તેથી છાપખાનાવાળા તેને વધારે દામ માગે એ દેખીતું છે. છેલ્લી વાત રહી તે સર્વસામાન્ય સુઘડતા, ઉઠાવ અને એકધારાપણા વિષેની. સામાન્ય રીતે પ્રત્યેક ગ્રંથકારે, પિતાનું પુરતક કેવું થવું જોઈએ ૨૧૩

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286