Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 250
________________ ગ્રંથકાર ચરિત્રાવળી લેડી વિદ્યાગવરી રમણભાઇ નીલક એમના જન્મ અમદાવાદમાં તા. ૧ લી જીત ૧૮૭૬ના રોજ થયે હતા. એમના માતુશ્રીનું નામ બાળાšન, જેઓ સરદાર ભેાળાનાથ સારાભાઇના પુત્રી થાય. એમના પિતા ગેાપીલાલ મણિલાલ ધ્રુવ, એ પણ અમદાવાદના વતની હતા અને તેએ સરકારી જ્યુડિશિયલ ખાતામાં નાઝરના મેાટા હેાદ્દા સુધી પહોંચ્યા હતા. એમણે પેાતાની છેકરીઓને, જે વખતે સ્ત્રી કેળવણી જેવું કંઇ નહેાતું અને તે સામે સખ્ત વિરોધ થતા હતા એ જમાનામાં, ઘણા શ્રમ અને ખર્ચ વેડીને, માત્ર પ્રાથમિક અને માધ્યમિકજ નહિં પણ ઘણા લેાકાપવાદ સહન કરીને કાલેજીએટ શિક્ષણ સુદ્ધાંત-લેવાને સગવડ કરી આપી હતી, એ એમની હિમ્મત અને અડગ નિશ્ચય માટે માન પેદા કરે છે. લેડી વિદ્યાહેને કેળવણીની શરૂઆત રા. બા. મગનભાઈ કન્યાશાળામાંથી કરેલી, જે સંસ્થાના તેએ અત્યારે લાંબી મુદ્દતથી આનરરી સેક્રેટરી છે; અને ઈંગ્રેજી હાઈસ્કુલનું શિક્ષણ મહાલક્ષ્મી ટ્રેનિંગ ફૅલેજમાં લીધેલું; તે પછી સન ૧૮૯૧માં તેમણે મેટ્રિકયુલેશનની પરીક્ષા પાસ કરી. દરમિયાન સને ૧૮૮૯માં એમનું લગ્ન સર રમણભાઈ સાથે થયું હતું; પણ લગ્ન સંબંધ થયા છતાં એમના અભ્યાસમાં અડચણ આવી નિહ. એએ અને એમના નાના મ્હેન સૌ. શારદામ્હેને ગુજરાત કૅાલેજમાં દાખલ થઈ, કૅલેજનું શિક્ષણ લઈ તે સ્ત્રીએ માટે માર્ગ મેકલે કર્યો. એએ બંને હેનેાએ સાંસારિક કવ્ય અદા કરવાની સાથે સન ૧૯૦૧માં બી. એ., ની પરીક્ષા પાસ કરી. ગુજરાતીમાં બી. એ. ની પદવી મેળવનાર એ બંને મ્હેના પ્રથમ જ હતા; અને અમદાવાદના શિક્ષિત વગે, એ પ્રસંગને, એમને માનપા અર્પીને, ઐતિહાસિક કર્યો છે. તે પછી એક ઉત્તમ ગૃહિણી તરીકે પોતાનું કર્ત્તવ્ય કરવાની સાથે જાહેર જીવનમાં પણ એમણે પેાતાના ફાળેા આપવાનું ચાલુ રાખેલું છે; અને અત્યારે તેએ અમદાવાદની સંખ્યાબંધ જાહેર સસ્થા સાથે સેક્રેટરી, પ્રમુખ કે મેનેજીંગ કમિટીના સભ્ય તરીકે સંબંધ ધરાવતા હશે. જાહેર કાર્યોમાં ભાગ લેવાની સાથે-અને એ કાય ની જવાબદારી ઘેાડી વા એછી નથી,–એમને લેખન વ્યવસાય અને અભ્યાસ પણ ચાલુ છે. સન ૧૮૯૬થી એમણે ‘જ્ઞાન સુધા’માં લેખા લખવાનું શરૂ કરેલું. સન ૧૯૦૭માં રમેશ દત્તની વાત્તાઁ Lake of the Palmsને સુધાહાસિની” ૧૮૨

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286