Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 253
________________ સૌ. શારદા સુમન્ત મહેતા સં. શારદા સુમન્ત મહેતા એઓ જ્ઞાતિએ વડનગરા નાગર છે. એમનો જન્મ તા. ૨૬ જુન સન ૧૮૮૨ના રોજ અમદાવાદમાં થયો હતો. એમના પિતાનું નામ ગોપીલાલ મણિલાલ ધ્રુવ, જેઓ દિવાની કોર્ટમાં લાંબો સમય સુધી નાઝર હતા અને માતાનું નામ બાળાબહેન, જેઓ સરદાર ભોળાનાથ સારાભાઈનાં પુત્રી હતાં. એમણે પ્રાથમિક કેળવણી બહુધા રા. બા. મગનભાઈ કન્યાશાળામાં અને અંગ્રેજી માધ્યમિક કેળવણી મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ ફોર વિમેનના અંગેની સરકારી ગર્લાસ્ હાઈસ્કૂલમાં લીધેલી. હાનપણમાં પિતાની ઉમરેઠ બદલી થઈ, બહારગામ રહેવાનું થતાં, પિતાના પર કેવા સંસ્કાર પડેલા, તેમજ તે સમયે અંગ્રેજી કેળવણી લેનાર સ્ત્રીવર્ગ પ્રતિ હિન્દુ સમાજ તરફથી કેવા અને ઘટિત આક્ષેપ મૂકાઈ, તેમના માર્ગમાં મુશ્કેલીઓ ઉભી કરવામાં આવતી હતી, એ બધી હકીકત “શારદા' માસિકમાં એમનું આત્મવૃત્તાંત આપે છે, તેમાં એમણે રોષ દાખવ્યા વિના રમૂજભરી રીતે વર્ણવી છે; અને તે સાથે સ્ત્રીકેળવણુ વિષે લોકભાવના અને વિચારમાં કેવું પરિવર્તન થવા પામ્યું છે, તેને તેમાંથી અચ્છો ચિતાર મળે છે. ઈ. સ. ૧૮૯૭માં એ મેટ્રીકમાં પાસ થયેલા; અને ઈ. સ. ૧૮૯૮ થી૧૯૦૧ સુધી અમદાવાદમાં ગુજરાત કોલેજના અભ્યાસમાં એટલી વિશેષ અનુકૂળતા હતી કે એમના મોટા બહેન લેડી વિદ્યાગવરી એમની સાથે હતાં; અને એ બંને બહેનોએ સન ૧૯૦૧માં બી. એ. ની પરીક્ષા ફૈજીક અને મરલ ફીલોસોફી ઐચ્છિક વિષય લઈને પાસ કરેલી, જે ગુજરાતમાં સ્ત્રી કેળવણીના ઇતિહાસમાં એક અવન અને અપૂર્વ બનાવ હતો અને જે સદા સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. એમનું લગ્ન સન ૧૮૯૯ માં સુરતના જાણીતા સુધારક ડે. બટુકરામના જ્યેષ્ઠ પુત્ર શ્રીયુત સુમન્તભાઈ સાથે થયું હતું. એમના પતિના વિલાયતના વસવાટ દરમિયાન તેમજ વડોદરામાં આવી વસ્યા પછી, પતિ પત્ની વચ્ચેનો સંબંધ અને પ્રેમ કેવી રીતે વિકાસ પામતો જતો હતો અને એ જોતું વડોદરામાં સંસ્કારી જીવન ખીલવવા કેવા પ્રયત્નો કરતું તેમ સ્વદેશી માટે એમને કેવો રંગ શરૂઆતથી લાગેલે, એનું રસિક વૃત્તાંત ઉપર ઉલ્લેખ કરેલા એમના આત્મવૃત્તાંતમાં મળી આવે છે. જાહેર અને સામાજિક હિલચાલમાં તેઓ શરૂઆતથી રસપૂર્વક ભાગ ૧૮૫

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286