Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 235
________________ રાજેન્દ્ર એમનારાયણ દલાલ -હિ કરતાં તરત છૂટા થઈ, તેમણે માતાની ઈચ્છા પૂર્ણ કરી તેમને સંતળ્યા. તે જનનીએ અનેક સુખ:ખ વેઠીને એમને ઉછેરી મેટા કર્યા એમની - છાને તેઓ કેમ અવગણી શકે ? તે પછી સ્વ. રા. બા. કમળાશંકર ત્રિવેદીની ભલામણ પરથી એમની 'કેળવણી ખાતામાં શિક્ષક તરીકે નિમણુંક થયેલી અને એક સાચા અને તેમભાવી શિક્ષક તરીકે કીર્તિ અને શિષ્યવર્ગને સારો ચાન્ડ સંપાદન કરેલો; પરંતુ એમના સ્વાતંત્ર્યપ્રિય અને ખરાબ સ્વભાવને સરકારી ખાતાનું વાતાવરણ માફક આવ્યું નહિ. તેથી તેઓ રાજીનામું આપી, સ્પીસી બેન્કમાં ડાયા; અને ત્યાં પણ આગળ વધવા માટે સંકડામ | નડતાં, તેમણે પીકરીના બંધનો તોડી નાંખી, મુંબઈ શેરબજારમાં ઝંપલાવ્યું. એમના માએ એમને શરૂઆતમાં કેટલીક સગવડ કરી આપી. અત્યારે શેરબજારમાં જે માન મરતબો અને ઉપ-પ્રમુખને ઉચ્ચ હોદ્દે તેઓ ભોગવે છે તેમાં એમની હુંશિયારી અને કાબિલયત સાથે, એમના સરલ અને નિરાભિમાની સ્વભાવ અને સહૃદયતાને હિસ્સે થડ નથી. એમના મહાટા ભાઈ વામનરાવે પણ ટુંક અંદગીમાં હિન્દુસ્તાનના ઈતિહાસ વિશે બે સ્વતંત્ર પુસ્તકે રચીને સારી નામના મેળવી છે અને એમના બહેન સુકીર્તિબહેન, જેઓ સરદાર જનાર્દન સાથે પરણ્યા હતા, તેમણે પણ, વારસામાં જે સંસ્કાર પ્રાપ્ત થયેલા, તે ખીલવીને દિપાવ્યા છે; પણ એ વિષે અહિં પ્રસંગ ન હોવાથી વિશેષ લખ્યું નથી. રાજેન્દ્રરાવ એક શેરદલાલ તરીકે કામ કરે છે; તોપણ એમના સાહિત્યસંસ્કાર, નાણાંની ઉથલપાથલોમાં મચ્યા રહેવા છતાં, કેઈપણ રીતે ઝાંખા પડયા નથી. એમના લેખો, ભાષણ વગેરે પ્રસંગોપાત કઈ મિટિંગના સંચાલક તરીકે કે કોઈના પ્રમુખ તરીકે કરવામાં આવે છે, તેમાં એમનું વાચન અને નિરીક્ષણ, એમના વિચાર અને અભિપ્રાય કેટલા બધા અનુભવી અને પકવે છે, તે માલુમ પડી આવે છે. સન ૧૯૧૦માં એમણે “વિપિન” નામની નવલકથાનું પુસ્તક લખ્યું હતું, તેની ચાર આવૃત્તિઓ થયેલી છે અને એક વર્ષ તે મેટ્રીક્યુલેશનની પરીક્ષા માટે પાઠયપુસ્તક તરીકે પસંદ થયું હતું. એમનું બીજું નવલકથાનું પુસ્તક “મોગલસંધ્યા’ પણ એવું આકર્ષક બન્યું છે. એમના પુસ્તકની યાદી: વિપિન (ચાર આવૃત્તિ.) સન ૧૯૧૮ મંગલસંધ્યા સન ૧૯૨૦ ૧૬૭

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286