Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 264
________________ ગ્રંથકાર ચરિત્રાવળી. દરમિયાન દૈનિક અને સાપ્તાહિક પત્રામાં લાંખી વાર્તાઓ લખવાનું કામ ચાલતું હતું. એ વાર્તાઓનાં નામ નીચે મુજબ છેઃ— નિરંજન, સત્તરમી સદીનું બંગાળા, ગુજરવીર અણુહીલ, ભારતનું ભવિષ્ય, ઝાંઝવાનું જળ, ભવસાગર, સંસારયન, જીવતાં મૂડદાં, મરમના ધા અને જયસ્વદેશ. પત્રકારિત્વના એમના અનુભવ અને સહવાસ લાંખે તેમજ વિધવિધ છે. મુંબઈના ઘણાખરા છાપાએમાં તેમણે કામ કરેલું છે. ગયા વર્ષોંથી તેએ નવયુગ’ના તંત્રી નિમાયા છે, નવભારતને સાહસિક અને નિય, સ્વતંત્ર અને સ્વાશ્રયી કરવાના તેઓ ભારે કાડ ધરાવે છે; અને તે દિશામાં એમનું નાવ હંકારી રહ્યા છે. પ્રભુ એમના મનેરથા પાર પાડે. એમના ગ્રંથાની યાદી: ૧ આપણા સંસાર સુખી કેમ થાય ? [નિબંધ] ૧૯૧૦ ૨ પ્રસનાંજલિ [કાવ્યસંગ્રહ] ૧૯૧૫ ૩ અમેરિકાના ગરીબ વિદ્યાર્થી એ [નિબંધ-હિંદી ઉપરથી] ૧૯૧૬ ૪ સ્વદેશ ગીતા ૧૯૨૦ ૫-૬ વીણાવિહારી ભાગ-૧-૨ [નવલકથા-મરાઠી ઉપરથી] ૧૯૨૩-૨૪ ૭ જુવાનીમાંની વાતા [ટૂંકી વાર્તાઓને સંગ્રહ] ૧૯૨૮ --- ૧૯૬

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286