Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 270
________________ ગ્રંથકાર ચરિત્રાવળી રા. બા. રાજરત્ન હરગોવિંદદાસ દ્વારકાંદાસ કાંટાવાળા –સાહિત્ય માર્તડ– તેઓ ઉમરેઠના વતની; પણ નિવાસસ્થાન વડોદરા લાંબા સમયથી. જાતે વીસા ખડાયતા વણિક અને જન્મ દિવસ ઈ. સ. ૧૮૪૮, સંવત ૧૯૦૦, અષાડ વદ પાંચમ. તેમની માતાનું નામ જમુનાબાઈ હતું. નાની વયમાં ગુજરાતીનું ઉંચું જ્ઞાન મેળવી તેમજ ગણિત, ભૂમિતિ, બીજગણિત અને ત્રિકોણમિતિને સારો અભ્યાસ કરી અમદાવાદ ટ્રેનિંગ કોલેજમાં દાખલ થયેલા. તે વખતે ટ્રેનિંગ કોલેજને વનયુલર કોલેજ કરવાથી તેમને ઉંચા પ્રકારનું જ્ઞાન દેશી ભાષા મારફત મેળવાને સારી તક મળી હતી. તે સાથે તેમણે સંસ્કૃત, મરાઠી, ઉર્દુ અને અંગ્રેજીનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું. શરૂઆતમાં તેઓ પ્રેકિટસિંગ સ્કુલમાં જોડાયેલા પણ રા. સા. મહીપતરામભાઈની સલાહ અને સૂચનાથી ઈગ્રેજીને વધુ અભ્યાસ કરી મેટ્રીકની પરીક્ષા પાસ કરી. તેથી એમને ભાગ્યોદય જલદી થયો. રાજકોટ ટ્રેનિંગ કોલેજના પ્રિન્સિપાલને હોદ્દો મળ્યો અને તે પછી સર માધવરાવે તેમની સેવાની માંગણી કરતાં સન ૧૮૭૫-૭૬ માં તેઓ વડોદરા રાજ્યના કેળવણુ ખાતામાં જોડાયા અને લાંબી મુદત સુધી તે રાજ્યની એકનિષ્ઠાથી અને વફાદારીથી ચાકરી કરી. ટ્રેનિંગ કૅલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી માસિકામાં લખાણું કરવાનો શેખ લાગેલ જે અદ્યાપિપર્યત ચાલુ છે. સન ૧૮૬ ૪માં “પાણીપત’ નામનું વીર રસથી છલકાતું કાવ્ય બહાર પાડયું હતું, જે ખૂબ પંકાયેલું. તે પછી શાળાપયોગી પુરતકે એમના મિત્ર સ્વ. લાલશંકર સાથે લખ્યાં, જેવાં કે, ગુજરાતી ભાષાનું વ્યાકરણ, નવું અંકગણિત, લેખ પદ્ધતિ, નામાની પદ્ધતિ. રાજકોટમાં હતા તે વખતથી સ્વદેશી માટે ખરો પ્રેમ લાગેલે; ત્યાં એક પ્રદર્શન ઉભું કરેલું અને તદર્થ “દેશી કારીગરીને ઉત્તેજન ”એ નામનાં બે પુસ્તકો પણ રચ્યાં હતાં. શાસ્ત્રી નાથાશંકર પંજાશંકરને મદદમાં લઈ પ્રાચીન કાવ્યના છુટક ગ્રંથે ને પછીથી ત્રિમાસિકની યોજના શરૂ કરેલી, જે પાછળથી વડોદરા રાજ્ય તરફથી પ્રકટ થયેલી પ્રાચીન કાવ્યમાળામાં પરિણમી. કાવ્યો એડિટ કરી પ્રસિદ્ધ કરવા ઉપરાંત એમણ કેળવણીનું શાસ્ત્ર અને તેની કળા, ભૂતળવિદ્યા, મહીસુરની મુસાફરી, સંસાર સુધારા, ત્રીજાતિનાં

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286