________________
v૦ રૂ : રસ્તા ] –
- ૩] ગાડા, ઊંટ, ઘોડા વગેરે વાહનોની સગવડ સારી થઈ શકે છે. સ્પેશીયલ મેટર પણ મળી શકતી નથી. જૂના હારીજમાં પડી ગયેલાં મોટાં બે જૈન મંદિરનાં ખડિયરે છે.
(૪) બહુચરાજી સ્ટેશનથી પશ્ચિમ દિશામાં બેશ્વર ૧૮ માઈલ થાય છે. બહુચરાજીથી શંખલપુર, યુવડ, કુંવારદ થઈને શંખેશ્વર જવાય છે.
બહુચરાજી હિંદુઓનું તીર્થ છે. ત્યાં મૂળીવાળા શ્રાવક શા. મેહનલાલ માધવજીની દુકાન છે. તે સિવાય ત્યાં શ્રાવકોનાં ઘર, દેરાસર, ઉપાશ્રય વગેરે કંઈ પણ નથી.
શંખલપુર ગાયકવાડ સ્ટેટના ચાણસ્મા તાલુકાનું ગામ છે. ગામ પ્રાચીન છે. પહેલાં શંખલપુર મોટું નગર હતું એમ કહેવાય છે. અહીં હાલમાં શ્રાવકનાં ઘર ૪૦, ભવ્ય દેરાસર (સેંયરું અને બે માળવાળું) ૧ શિખરબંધી, ઉપાશ્રય ૨ વગેરે છે. અહીં પહેલાં દેરાસર નહિ હોવાથી સં. ૧૮૪૯ માં ઈટાના મકાનના કેઈ ખંડિયેરમાંથી ખેદીને ઈંટે કાઢતાં એક ભેંયરું નીકળ્યું, જેમાંથી ૧૫૦-૨૦૦ જિનમૂર્તિઓ, ૨૦૦-૩૦૦ પરિકર અને કાઉસગ્ગીયા વગેરે તથા દીવીઓ, જંગલુહણાં, ઓરસીઆ, સુખડ વગેરે નીકળ્યું. ત્યારપછી અત્યારે વિદ્યમાન છે તે દેરાસર બંધાવવાનું શરૂ કરીને ત્રણ માળનું દેરાસર તૈયાર થતાં સં. ૧૯૦૫ ના જેઠ. વદિ ૮ ને દિવસે પ્રતિષ્ઠા કરાવીને તેમાં ૫૪ મૂર્તિઓ બિરાજમાન કરી બાકીની મૂર્તિઓ બહાર ગામમાં આપી અને પરિકરે તથા કાઉસગ્ગીયા વધ્યા હતા તે બધા કદંબગિરિમાં આપ્યા. આવું મેટું ભંયરું અને આટલી મૂર્તિઓ વગેરે