________________
[ ૨૨૮ ]
– કેશ્વર નાતો વિ. સં. ૧૮૬૮ના (લેખનં. ૧૧)માં રાધનપુરના મશાલીયા તથા શાહ વગેરે કુટુંબના ગૃહસ્થાએ પિતાની દેખરેખથી “ટાંકાવાળી” ધર્મશાલા કરાવ્યાનું અને નવા દેરાસરમાં જીણુંદ્ધારનું કામ કરાવ્યાનું લખ્યું છે. રાધનપુરના સંઘમાંથી ચુંટાચેલી ચેકકસ માણસોની એક કમીટી આ તીર્થને વહીવટ સંભાળતી, દેખરેખ રાખતી અને સમારકામ વગેરે કરાવતી; તેમાં પણ પાછળના સમયમાં મશાલીયા કુટુંબની આગેવાની હોય એમ જણાય છે. પછી મશાલીયા કુટુંબની સ્થિતિ નરમ પડવાના કારણે અથવા કામ કરનાર આગેવાને બહારગામ રહેવા જવાના કારણે આ તીર્થને ચાલુ વહીવટ તેમણે વિ. સં. ૧૫૮ માં અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ જમનાદાસભાઈ ભગુભાઈને સેંપી દીધો. શેઠ જમનાભાઈએ થોડા
૧ રાધનપુરની કમીટીએ આ તીર્થને ચાલુ વહીવટ, સીલીક, અને સ્થાનિક મિલ્કત વગેરે બધું શ્રીયુત શેઠ જમનાદાસભાઈ ભગુભાઈને સોંપી દીધું હતું. પરંતુ રાધનપુરની કમીટીની કાર્યવાહીના સમયના ચેપડા, દસ્તાવેજો, ખતપત્રો વગેરે બધું હજુ રાધનપુરમાં જ છે. તપાસ કરતાં તે હાલ કયાં–કાની પાસે-કયે ઠેકાણે છે ? તેને પણ પત્ત નથી. તે એને પત્તો લગાડીને જૂના ચોપડા, દસ્તાવેજો વગેરે પણ શંખેશ્વરજીની વર્તમાન કમીટીને સોંપી દેવા જોઈએ, કે જેથી વખત પર દસ્તાવેજો વગેરેની જરૂર પડે ત્યારે કામ લાગે.
સાંભળવા પ્રમાણે શંખેશ્વરજી કારખાનાની માલિકીની કાંઈક સ્થાવર મિત–મકાને રાધનપુરમાંની શ્રી સાગરગચ્છની પેઢીને હસ્તક છે. આ વાત જે સાચી હોય તે તે પણ તેમણે ચાલુ કમીટીને સોંપી દેવી જોઈએ, અથવા તે તેની પૂરેપૂરી માહિતી વર્તમાન કમીટીને આપવી જોઈએ. .