________________
[ ૨૬૮ ]
– એશ્વર માત આવેલ સ્ટેટની ખળાવાડ, જેમાં હાલ ખળાં તૈયાર થાય છે તે અને તેની આસપાસની જમીન “ઉંટવાળીયા” ખેતરની છે. આ ઉંટવાળીયું ખેતર અને તેની આસપાસની જમીન શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીના દેરાસરને અર્પણ કરીને ગોચર માટે છૂટી મૂક્યાની હકીક્તને જણાવતા સુરભી– સરઈના પાંચ પત્થરે ઉક્ત જમીનમાં છેટે છેટે ખેડેલા છે, તેમાંથી ત્રણ સરઈના લેખે મહામહેનતે વાંચી, તેને જેટલો ભાગ વંચાણે તેટલે ભાગ ઉતારી લઈને લેખાંક ૬૩, ૬૪, ૬૫માં આપેલ છે. બાકીની બે સરઈના લેખેના અક્ષરે સાવ ઘસાઈ ગયેલા હોવાથી વાંચી શકાયું નથી, તેમાં કઈ બીજા ખેતરને પણ શ્રીશંખેશ્વરજીને અર્પણ કરીને ગૌચર માટે છૂટું મૂક્યાને ઉલ્લેખ હેવાની સંભાવના થાય છે.
આ સરઈના દરેક પત્થરમાં સૌથી ઉપર સૂર્ય અને ચંદ્ર કતરેલ છે, તેની નીચે એક તરફ ધાવતા વાછડા શીખે ગાય અને બીજી તરફ સૂવર કતરેલ છે, તેની નીચે લેખ દેલ છે. લેખના અક્ષરો ઘસાઈ ગયા છે, કેટલાક અક્ષરે બેડીયા આપેલા છે અને તે પ્રદેશમાં તે સમયે બોલાતી ભાષા–દેશી ભાષા તેમાં વાપરેલી છે. - આ ત્રણે લેખે જુદા જુદા સંવતના છે, તેમાંના બે લેખમાં તે “ઉંટવાળીયા ખેતરને ઉલ્લેખ કરેલો છે. ત્રીજા લેખના ઘણાખરા અક્ષરે ઘસાઈ જવાથી વાંચી શકાયા નથી, તેથી તે લેખ “ઉંટવાળીયા ખેતર માટે છે કે બીજા માટે? તે નક્કી થઈ શક્યું નથી. “ઉંટવાળીયા” ખેતરના, ભાઈએમાં ભાગ વહેંચાણ હશે, અને પછી જુદા જુદા ભાઈ