________________
૪૦ ૪ : તીર્થની ઉત્પત્તિ ]–
—[ ૨૧] આના ઉત્તરમાં શ્રી અરિષ્ટનેમિકુમારે કહ્યું કે-“હે ભાઈ ! જરાસંધે પ્રપંચ કરીને જય મેળવવા માટે જરા વિદ્યા તમારા સૈન્ય ઉપર મોકલી છે. નાગરાજ ધરણેન્દ્રના ભવન (આવાસ)માંના જિનાલયમાં ભાવી તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન અને મહાપ્રભાવશાળી મૂર્તિ છે. અઠ્ઠમની તપસ્યા કરી ધરણેન્દ્રને આરાધી તેમની પાસેથી તે મૂર્તિ મેળવે. તે મૂર્તિનું સ્નાત્રજળ (સ્નાનજળ) આખા સૈન્ય ઉપર છાંટે. તેનાથી જરા વિદ્યા પરાસ્ત થઈને નાસી જશે, અને તમેને જય મળશે.” આ સાંભળી ખુશી થયેલ શ્રીકૃષ્ણ ફરીને પૂછ્યું કે-“અઠ્ઠમ કરીને ધરણેન્દ્રની આરાધના કરું ખરે, પણ એ ત્રણ દિવસમાં આપણું સિન્યની શી દશા થાય તેનું રક્ષણ કેણ કરશે?” એટલે શ્રી અરિષ્ટનેમિકુમારે કહ્યું કે
ત્રણ દિવસ સુધી આપણું સૈન્યની હું રક્ષા કરીશ.” આ ઉત્તરથી આનંદ પામેલા શ્રીકૃષ્ણ પોતાના નિવાસસ્થાનની અંદર એકાંતમાં જઈ ડાભનું આસન લગાવી અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) કરીને શાંત ચિત્તથી નાગરાજ ધરણેન્દ્રનું આરાધન કરવા માંડયું.
આ તરફથી શ્રીકૃષ્ણના સૈન્યને વૃદ્ધ અને રોગી થઈ ગએલું જાણીને જરાસંધે પોતાના તાબાના સૈન્ય સહિત લાખો રાજાઓને દુશ્મનના સૈન્ય ઉપર તૂટી પડવાની આજ્ઞા કરી. એટલે સુધર્મ (પહેલા) દેવલોકથી સૈધર્મેન્દ્ર મોકલેલા માતલીસારથી સાથેના રથમાં બેસીને શ્રી અરિષ્ટનેમિકુમારે જબરદસ્ત શંખનાદ કર્યો. તેના નાદમાત્રથી દુશ્મનોના સૈન્ય સહિત લાખે રાજાઓ અત્યંત ક્ષોભ પામ્યા. માતલી સારથીએ શ્રી કૃષ્ણના સૈન્યની ચારે તરફ પિતાને રથ અતિ ઝડપથી