________________
--સ્તોત્રાદિ ] –
—[ ૨૦૩] તેહના સ્વામિની કાંતાનું નામ તે, એક વરણું લક્ષણ ભરી, કેશરચંદન તે ધુર થાપીને આગલ ઠવી એ તે; ઉષ્માણ ચંદ્ર ક ખ ધરી. કેશરગંદન. (૨) ફરસને વરણ તે નયન પ્રમાણે તે, માત્રા સુંદર શિર ધરી કેશરચંદન, વશરાજ સુત દાહક નામે તે,
તિગ વરણ આદિ દૂર કરી. કેશરચંદન(૩) ઉષ્માણ-ઉષ્માક્ષર–“શ ષ સ હ,” તેમાં ચંદ્ર-પહેલો અક્ષર “શ” તેના ક-કેશ (શિર)પર, ખં–આકાશ–પલ–મીંડું ચડાવીને મૂકો. તેની પછી
(૩) ફરસ–સ્પર્શ વ્યંજન ક થી મ સુધીના પચ્ચીશ અક્ષરે, તેમાંથી નયન–એ–બીજા નંબરને “ખ” તેના માથે માત્રા ચડાવીને હે મૂકવો. પછી
વિ+ઈશ=વીશ. વિપક્ષી, તેને ઈશસ્વામી ગરુડ, તેને રાજ-રાજા કૃષ્ણ, તેનો પુત્ર પ્રદ્યુમ્ન–કામદેવ તેને દાહ–બળનાર શંકર, તેનું તિગવર્ણ-ત્રણ અક્ષરનું નામ ઈશ્વર, તેમાંથી આદિ-પહેલે અક્ષર “ઈ” દૂર કરીને બાકીના શ્વર એ બે અક્ષરે મૂકવા. ત્યાર પછી
(૪) એકવીસમા ફરશે–સ્પર્શ વ્યંજન “પની પાસે કરણ—કાને કરીને જ મૂકવો. પછી અર્થધન તેનું અભિધ-બીજું નામ સ્વ, તેની સમતુલ્ય અક્ષર “ધ” લઈને પછી, અંતસ્થ–“ય ર લ વ” તેના બીજા અક્ષર “ર”માંથી સ્વર દૂર કરીએ એટલે “૨” તેની શિવગામ-મોક્ષગામિની ગતિ અર્થાત ઊર્ધ્વગતિ કરાવવી. એટલે છે ને માથે રેફ ચડાવીને ૐ મૂકે. તેની પછી