________________
[ ઉદર –
– શાશ્વર મહાતી ( ૭ )
. સ. ૧૬૫૩ કારતક વદ ૧૧ રવિવારે, ગામ દાવાદના રહેવાસી, માતા કેડિમના પુત્ર ૧ શાહ સૂરજ, ૨ સા. તેજપાલ, ૩ શ્રીચંદ અને તેને પુત્ર રતન, એમણે અહીં ત્રણ દેરીઓની પ્રતિષ્ઠા કરાવી.
(૨૮) શ્રી રાજનગર–અમદાવાદનિવાસી, નંદરબારી, વીશા ઓસવાલ શાહ સહસ્ત્રકિરણની ભાર્યા રૂપાદે (2) ના પુત્ર શાહ શાંતિદાસના પુત્ર રૂપાએ આ દેવકુલિકાદેહરી કરાવી છે.
( ૨૯-૩૦ ) આ બન્ને લેખો એક જ કુટુંબના હોવાથી બનેની પ્રતિષ્ઠા એક સાથે–એક જ સંવત-મિતિમાં થઈ હોવી જોઈએ. | (૨૯) સં. ૧૬૬૬ પોષ વદિ ૮ રવિવારે, ગામ ટીપદ્રનડીયાદના રહેવાસી, શ્રી શ્રીમાલીજ્ઞાતીય વૃદ્ધશાખીય પરીખ જાવડની ભાર્યા જસમાના પુત્ર; પિતાની ભાર્યા સપૂરેદે પ્રમુખ કુટુંબ પરિવારથી યુક્ત પરીખ નાથજીએ પિતાના કલ્યાણ માટે શ્રી શંખેશ્વર ગામમાં શ્રી પાશ્વનાથનું મૂલમંદિર છે, તેની ઉત્તર દિશામાં “ભદ્ર” નામને પ્રાસાદ (ભમતીમાં મેટ ગભારે) સેંકડો રૂપિયાના ખર્ચથી કરાવ્યું છે, તે ભવ્ય પ્રાણુઓથી વંદાતો ઘણું કાળ સુધી વિદ્યમાન રહે!
(૩૦) નડીયાદનિવાસી પરીખ જાવડના પુત્ર હરજીના પુત્ર, પોતાની ભાર્યા નારિગદે અને પુત્રી નાથી પ્રમુખ કુટુંબથી યુક્ત પરીખ કહાનજીએ આ દેહરી કરાવી છે.