________________
[ રૂર ]–
– શ્વર મહાતીર્થ વર્ષો સુધી અને ત્યાર પછી વરુણ દેવે ચાર હજાર વર્ષ સુધી પૂજી. કાળક્રમે એ મૂર્તિ પદ્માવતીદેવીએ ધનેશ્વરસાર્થવાહને આપી. તેણે કાંતિનગરીમાં જિનાલય કરાવી સ્થાપન કરીને બે હજાર વર્ષ સુધી પૂછ. એ જ મૂર્તિના પ્રભાવથી તંભન તીર્થે થયું. સ્તંભનતીર્થ (ખંભાત)માં હાલ (સં. ૧૩૬૦ ની આસપાસમાં) તે પૂજાય છે, અને હવે પછી પણ આ મૂર્તિ ઘણુ કાળ સુધી ઘણે ઠેકાણે પૂજાશે, વગેરે વગેરે.”
પરંતુ એ જ શ્રીમાન જિનપ્રભસૂરિજીએ લગભગ એ જ અરસામાં રચેલ “શ્રીરાક્રપુરા ” (સ્તે૨)માં લખ્યું છે કે “નાગરાજ ધરણેન્દ્રના આવાસમાં ઘણા કાળથી પૂજાતી મહાપ્રાભાવિક શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ પ્રતિમા શ્રી કૃષ્ણ-જરાસંધના યુદ્ધ સમયે શ્રીકૃષ્ણ કરેલી આરાધનાથી સંતુષ્ટ થઈને ધરણેન્દ્ર શ્રીકૃષ્ણને આપી. આ મૂર્તિના સ્નાનજળને છંટકાવ કરવાથી શ્રીકૃષ્ણના સૈન્ય ઉપર જરાસંધે મૂકેલી જરા કુળદેવી નાસી ગઈ. શ્રીકૃષ્ણને જય થયે. તેથી શ્રીકૃષ્ણ ત્યાં શંખપુર નગર નવું વસાવ્યું. તેમાં મનેહર નવીન મંદિર બંધાવીને ધરણેન્ડે આપેલી શ્રીપાપ્રભુજીની અસલ મૂર્તિને તેમાં ભક્તિપૂર્વક પધરાવી.
આમ એક જ આચાર્યે બનાવેલા બે કપમાંથી પહેલામાં “શ્રી શંખપુરમાં નવી મૂર્તિ કરાવીને પધરાવી અને અસલ મૂર્તિ સાથે લઈ જઈ દ્વારિકામાં પધરાવ્યાનું” અને બીજા “શ્રીશંખપુર કલ્પ”માં “અસલ મૂર્તિ જ શંખપુરમાં પધરાવ્યાનું” લખેલું હોવાથી વાચકને સંશય ઉત્પન્ન થાય એ