Book Title: Jivannu Mahamangal Jayna
Author(s): Hansbodhivijay
Publisher: Hansbodhivijay

View full book text
Previous | Next

Page 5
________________ * નિગોદને ઓળખો * (૧) ચોમાસાની ઋતુમાં મકાનના કમ્પાઉન્ડમાં, જુની દિવાલો ઉપર કે મકાનની અગાસીમાં લીલ, કાળા, ભૂખરા વગેરે રંગની સેવાળ બાઝી જાય છે તેનું નામ નિગોદ. બટાટા વગેરે કંદમૂળની જેમ નિગોદ પણ અનંતકાય છે. તેના એક સૂક્ષ્મ કણમાં પણ અનંત જીવો હોય છે. (૨) તેના ઉપર પગ મૂકી ચાલવાથી, તેની ઉપર ટેકો લઈને બેસવાથી, તેની ઉપર વાહન ચલાવવાથી, તેની ઉપર કોઈ ચીજવસ્તુ મૂકવાથી કે તેની ઉપર પાણી ઢોળાવાથી નિગોદના અનંત જીવોની હિંસા થાય છે. (૩) બટાટા અનંતકાય છે તેથી તેને બે જડબા વચ્ચે ન કચડી શકાય તો અનંતકાય એવી નિગોદને પગ નીચે કેવી રીતે કચડી શકાય ? 98 નિગોદની રક્ષા કરો ૧) જે જગ્યા વધુ સમય ભીની રહે ત્યાં નિગોદ ઉત્પન્ન થાય છે. બાથરૂમ પણ આખો દિવસ ભીનું રહે તો તેમાં નિગોદ થઈ જાય છે. ઘરના વિવિધ સ્થાનો વધુ વખત ભીનાં ન રહે તેની કાળજી રાખો. પાણીની ટાંકી સાંજે ઊંધી વાળવી જોઈએ, પાણીઆરા ઉપર કાચા પાણીનો ગોળો કે માટલું પણ એકાન્તરે વાપરવા. એટલે કે બે રાખવા અને આજે વાપરેલ માટલું આવતી કાલે ન વાપરતાં પરમ દિવસે વાપરવું. જેથી ૨૪ કલાકનું વચ્ચે અંતર પડી જવાથી નિગોદ નહીં થાય, દરરોજ એક જ માટલું વાપરવાથી તેની અંદર નિગોદ થઈ જ જાય છે. ટાંકી વગેરે ઘસીને સાફ રાખવા જોઈએ. ૨) નીચે જોઈને ચાલો, રસ્તામાં ક્યાંય નિગોદ છવાયેલી દેખાય તો ખસીને બાજુની ચોખ્ખી જગ્યા પર ચાલો. ૩) મકાનના કમ્પાઉન્ડમાં ચાલવાના રસ્તા ઉપર નિગોદ ન થઈ જાય તે માટે વરસાદની ઋતુ શરૂ થા યતે પહેલાં તે રસ્તા ઉપર નિગોદ ઉત્પન્ન ન થાય તેવા ઉપાય કરો, જેવા કે.... * નિગોદ ન થાય તેવી માટી પાથરી દેવી નિગોદ ન થાય તેવું ફ્લોરીંગ કરી દેવું. ડામરનો પટ્ટો લગાવી દેવો. રંગનો પટ્ટો લગાવી દેવો. સાવધાનઃ ૪) એકવાર નિગોદ થઈ ગયા પછી તેને ઉખેડાય નહિ, સાફ કરાય નહિ, તેની ઉપર માટી કે લાદી કંઈ નંખાય નહિ, કલર કે ડામરનો પટ્ટો પણ કરાય નહિ, કુદરતી રીતે સૂકાય નહિ ત્યાં સુધી કાંઈ કરાય નહિ. ૫) લાકડા ઉપર રંગ, વાર્નિશ કે પોલિશ કરવાથી તેના ઉપર નિગોદ થતી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34