Book Title: Jivannu Mahamangal Jayna
Author(s): Hansbodhivijay
Publisher: Hansbodhivijay

View full book text
Previous | Next

Page 13
________________ * માંકડને ઓળખો 8883 (૧) લાકડાનું ફર્નિચર અને સૂવાના પલંગ માંકડનું નિવાસ સ્થાન છે. લાલ રંગના આ જંતુને માનવરક્ત ખૂબ પસંદ છે. રાત્રે ઊંઘમાં હોઈએ ત્યારે શરીર ઉપર ચોંટી રક્તચોરી કરનાર માંકડના ચટકાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે. (૨) સડેલું લાકડું પણ તેનો ખોરાક છે. પરસેવાની ગંધથી તે ખેંચાઈ આવે છે. (૩) ઝેરી દવા છાંટીને માંકડને મારી નાખવા તે ક્રૂરતા છે. માંકડને ખૂબ યતનાપૂર્વક પકડીને એક નાની વાટકીમાં એકત્ર કરવા અને ત્યારબાદ તે બધા માંકડને સુરક્ષિત સ્થાને મૂકી દેવા તે સરળ ઉપાય છે. (૪) માંકડને મારી નાખવામાં આવે તો તેના કલેવરમાંથી ફરી પુષ્કળ માંકડો પેદા થાય છે. તેથી માંકડ મારી નાંખવા તે માત્ર ક્રૂરતા નથી, મૂર્ખતા પણ છે. * માંકડની રક્ષા કરો. * • માંકડની રક્ષા માટે આટલી સાવધાની રાખો ૧) જે ઓરડામાં કે જે પલંગમાં માંકડ થયા હોય તેનો ઉપયોગ થોડા દિવસ પૂરતો બંધ કરો. માંકડ આપોઆપ ચાલ્યા જશે. બને તો થોડા દિવસ બધા તીર્થયાત્રા કરી આવો. ૨) ગાદલાના કવર વગેરે ખૂબ મેલાં રાખવાથી માંકડ થવાની સંભાવના છે. તેથી કવર મેલાં ન રાખો. ૩) માંકડ થયા હોય તેવા ખાટલા-ગાદલા-ફર્નીચર તડકે ન મૂકવા. તડકે મૂકવાથી માંકડ મરી જાય છે. હિંસાનું પાપ લાગે છે. ખાટલા વગેરે છાયાવાળા નિર્જન સ્થાનમાં મૂકી રાખવા. ૪) માંકડ મારવાની દવાનો ઉપયોગ ભૂલેચૂકે પણ ન કરો. ૫) માંકડ થઈ ગયા હોય તો ખૂબ પોચા હાથે જયણાપૂર્વક માંકડ પકડીને એક વાટકીમાં એકત્ર કરો. પછી, તે બધા માંકડને સહેજ દૂર અવાવરૂ સ્થાનમાં જૂનાં લાકડામાં મૂકી દો. Jain Education International ૧૨ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34