Book Title: Jivannu Mahamangal Jayna
Author(s): Hansbodhivijay
Publisher: Hansbodhivijay

View full book text
Previous | Next

Page 22
________________ ૬૮) પૌંઆ તથા મમરામાં પુષ્કળ જીવાત થઈ જવાની સંભાવના છે. તેથી પૌંઆ રાંધતા પહેલા ચાળણીથી બરાબર ચાળી લેવા અને બારીકાઈથી તપાસી લેવા. ૬૯) વાંદા ન થાય તે માટે દેવીકા મહાદેવીઆ પ્રોડકટ્સ ની એક હર્બલ મેડીસીન બજારમાં મળે છે. તે મલમ ઘરમાં અમુક જગ્યાએ લગાવી દેવાથી વાંદા થતા નથી, થયા હોય તો ચાલ્યા જાય છે. આ દવાથી વાંદા મરતા નથી. આ દવા મેળવવાનું સરનામું : દેવીકા મહાદેવીઆ પ્રોડકટ્સ ૪૩, હુસેન મેનોર, બમનજી પેટીટ રોડ, પારસી જનરલ હોસ્પીટલની ગલી, કેમ્પસ કોર્નર, મુંબઈ-૩૬. ૭૦) સાંજે સૂર્યાસ્ત પછી કપડા સૂકવવાની દોરી થોડી હલાવો જેથી માખીઓ તેના પર રાતવાસો ન કરે. રાતના સમયે દોરી ઉપર આવીને કોઈ ગરોળી માખીઓનું ભક્ષણ ન કરી જાય તે માટે આમ કરવું જરૂરી છે. ૭૧) દિવસે વાપરેલા પાણી કે રસોઈના વાસણો મંજાઈ કે ધોવાઈ ગયા પછી કોરા કપડાથી લૂંછી યોગ્ય ઊંધા મૂકી દેવા જોઈએ. તે વાસણ ભીનાં રહેવા ન જોઈએ. ૭૨) આગલા દિવસનું ગાળેલું પાણી પણ બીજા દિવસે ગાળીને જ વપરાય. ૭૩) લીંબુના ફૂલની બનાવટ મહાહિંસક છે. તેનો ઉપયોગ ટાળો. ખાંડના કારખાનામાંથી નીકળતા મોલાસીસમાં બેક્ટેરીયા નાંખીને તેને બનાવવામાં આવે છે. લીંબુના ફૂલ લીંબુમાંથી નથી બનતા. તે એક પ્રકારનો એસીડ છે. જે આંતરડામાં ઘણું નુકશાન કરે છે. ૭૪) મિઠાઈ ઉપર શોભા માટે કેસરનું પાણી છાંટેલું હોય તો મિઠાઈ બીજા દિવસે વાસી-અભક્ષ્ય બને છે. ૭૫) મેથી વગેરે ભાજીમાં નીચેના બે-ત્રણ પાંદડા અનંતકાય ગણાય છે. માટે તે છોડી દેવા. ૭૬) કાજુના બે ફાડીયા વચ્ચે પોલાણમાં ઈયળ હોવાની સંભાવના છે. તેથી ફાડીયા કર્યા વિનાના આખા કાજુ વાપરવા નહિ. ૭૭) ચોમાસામાં તે દિવસે ફોડેલી બદામ જ વાપરી શકાય. આગલા દિવસે ફોડેલી બદામ મિઠાઈ ઉપર ભભરાવાય જ નહિ. ચોમાસામાં આજની ફોડેલી બદામ મિઠાઈ ઉપર ભભરાવી હોય તે મિઠાઈ બીજા દિવસે અભક્ષ્ય બને. પરંતુ બદામ ઘીમાં શેકેલી હોય અથવા મિઠાઈમાં શેકાઈ ગઈ હોય તો બાધ નથી. ૭૮) નળવાળા માટલામાં નળનો ભાગ સતત ભીનો રહેવાથી તેમાં નિગોદ-લીલ થવાની સંભાવના છે. નળવાળા માટલાને સાંજે ખાલી કરીને નળમાંથી કપડું Jain Education International ૨૧ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34