Book Title: Jivannu Mahamangal Jayna Author(s): Hansbodhivijay Publisher: Hansbodhivijay View full book textPage 6
________________ 98 , ફૂગને ઓળખો છે (૧) વાસી ખોરાક તથા અન્ય પદાર્થો ઉપર સફેદ રંગની ફુગ ઘણી વાર જોઈ હશે. ખાસ કરીને ફગ ચોમાસામાં વિશેષ થાય છે. મિઠાઈ, ખાખરા, પાપડ, વડી, અન્ય ખાદ્યપદાર્થો, દવાની ગોળીઓ, સાબુની ગોટીઓ, ચામડાના પાકીટ-પટ્ટા, પુસ્તકના પૂંઠાઓ તથા અન્ય ચીજવસ્તુઓ પર ભેજને કારણે રાતોરાત સફેદ ફગ થઈ જાય છે. બુંદીના લાડ તથા માવાની મીઠાઈ ઉપર પણ ઘણી વખત ફગ થઈ જાય છે, પાકી ચાસણી ન થઈ હોય તેવા અથાણામાં ફુગ થઈ શકે છે. (૨) આ ફુગ અનંતકાય છે. તેને નિગોદ પણ કહેવાય છે. તેના એક સૂક્ષ્મ કણમાં અનંત જીવો હોય છે. (૩) ફુગ ન થાય તેની કાળજી રાખવી જોઈએ. ફુગ થયા પછી તે ચીજનો ઉપયોગ થઈ શકે નહિ. જે ખાદ્યપદાર્થ પર ફંગ થઈ હોય તે ખાદ્યપદાર્થ અભક્ષ્ય બની જાય છે. ઘરવપરાશની અન્ય ચીજ ઉપર ફુગ થઈ હોય તો આપમેળે ફુગ દૂર થઈ ન જાય ત્યાં સુધી તે ચીજને ઉપયોગમાં ન લેવાય, તે વસ્તુને સ્પર્શ પણ ન કરાય, તે વસ્તુને અહીં-તહીં ફેરવાય પણ નહિ. 8િ ફૂગની રક્ષા કરો. 8 ૧) ખાદ્યપદાર્થોને ચુસ્ત ઢાંકણવાળા સાધનોમાં બંધ કરીને રાખો. ૨) ફગ થાય તેવા પદાર્થોને ભેજવાળા વાતાવરણમાં ન રાખો. ડબ્બામાંથી વસ્તુ કાઢતા હાથ જરાપણ ભીનો ન હોવો જોઈએ. ૩) ચોમાસામાં વડી-પાપડ વગેરે ચીજોનો શક્યત: ત્યાગ કરો. ત્યાગ શક્ય ન હોય તો તે જ દિવસનાં તાજા બનાવેલા વડી-પાપડ જ વાપરો. મિઠાઈ વગેરે વાપરતાં પહેલા બરાબર ચકાસી લો કે તેના ઉપર ફુગ તો નથી થઈને ૧ લાડવા વગેરે ભાંગીને ચોકસાઈ કરી લેવી. ૫) ફુગ લાગી ગઈ હોય તેવી ચીજને એક સાઈડમાં મૂકી રાખો. તે ચીજને કોઈ અડે નહિ તેનું ધ્યાન રાખો. ફુગ થઈ ગઈ હોય તેવા ખાદ્યપદાર્થો અભક્ષ્ય બની જાય છે. તે ખાવા નહિ, બીજાને ખવડાવવા નહિ. ૭) બજારના તૈયાર વડી-પાપડ, સૂકવણી કે મિઠાઈ ખાવા નહિ. છુંદા-મુરબ્બા વગેરેને તડકે મૂકવામાં કે ચૂલે ચડાવવામાં કચાશ રહી ગઈ હોય તો ફુગ થવાની શક્યતા છે. ૯) ગરમ ગરમ મિઠાઈ ડબ્બામાં ભરી દેવાથી ફગ થવાની શક્યતા છે. ૧૦) બુંદીમાં ચાસણી કાચી રહી ગઈ હોય તો કુંગ થઈ જાય છે. બુંદીના લાડુ તાડીને જોયા પછી જ વપરાય. = ૫ For Personal-de-rivate Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34