Book Title: Jivannu Mahamangal Jayna
Author(s): Hansbodhivijay
Publisher: Hansbodhivijay

View full book text
Previous | Next

Page 24
________________ ૯૦) બહારના પાઉં, બિસ્કીટ વગેરે અભક્ષ્ય હોય છે. વાપરવા નહિ. આજની બનાવેલી ભાખરી બીજે દિવસે ન વપરાય, તો પછી અનેક દિવસો પહેલા બનેલા પાંઉ, બ્રેડ વગેરે કઈ રીતે વપરાય ? ૯૧) આઈસ્ક્રીમ, ચોકલેટ, કેડબરી, ચીઝ વગેરેમાં પ્રાણીજ દ્રવ્યો હોવાની સંભાવના છે, અભક્ષ્ય છે માટે વાપરવા નહિ. ૯૨) દૂધમાં નાંખીને વાપરવાના જાત જાતના પાવડરો બજારમાં મળે છે. તેમાં તે જ વર્ણની ઝીણી ઈયળો થઈ જવાની સંભાવના છે. બીજી રીતે પણ આ પાવડરો અભક્ષ્ય હોવાની શક્યતા છે. અભક્ષ્ય ન હોય તેવા ખાત્રીવાળા પાવડર પણ વાપરતા પહેલા ઈયળ ન હોય તેની બરાબર તપાસ કરવી. * જિનાલય સંબંધી જયણા કરી ૧) જિનાલયમાં ઈલેક્ટ્રીક સીટી ન જ જોઈએ, હોય તો દૂર કરવી. ૨) જિનાલય અંધારામાં ખોલાય નહિ, અંધારામાં પ્રક્ષાલ વગેરે થાય નહિ. ૩) જિનાલય ખોલીને તુરત જયણાપૂર્વક કાજો લેવો. ૪) ડેરીનું દૂધ વાસી છે. બેઈન્દ્રિય જીવ થઈ જાય. તેનાથી પ્રક્ષાલ ન જ થાય. ૫) પાણી પણ તે જ દિવસનું ગાળેલું વપરાય. બેફામ ઉપયોગ ન જ થાય. ૬) આગલા દિવસના ફૂલ વગેરે નિર્માલય મોરપીંછીથી ઉતારીને આજુબાજુનો પબાસણનો ભાગ પુંજણીથી જયણાપૂર્વક પુંજીને પછી જ પ્રક્ષાલ કરાય. ૭) ફલ વગેરે નિર્માલ્ય પ્રક્ષાલની ડોલમાં નંખાય નહિ. અલગ સ્થાને ધીમેથી મૂકાય. ૮) કેસર ઘસવાના ઓરસીયાને દરરોજ સાફ કરવો જોઈએ. તેની આસપાસ નિગોદ ન થાય તેની કાળજી રાખવી. ૯) પગ ધોવાના સ્થાને, પાણી ઢોળાવવાના સ્થાને તથા નમણ જ્યાં નંખાય તે કુંડીમાં લીલ ન થાય તેની કાળજી રાખવી. ૧૦) ધૂપસળી પ્રગટેલી હોય તો નવી ન પ્રગટાવાય. ૧૧) ઘીના દીવામાં ઘી પૂરતાં ઢોળાય નહિ તેમજ ઘીની બરણી મૂકવાના સ્થાને કીડી ન થાય તેની કાળજી રાખવી. ૧૨) ફળ નૈવેદ્ય એક જુદા ડબામાં મૂકવા, કીડીઓ ન ચડે તેની કાળજી રાખવી. ૧૩) દેરાસરમાં પ્રાયઃ કીડી મંકોડા હોય છે તેથી વારંવાર જોઈને ચાલવું જોઈએ. ૧૪) સ્નાત્ર વખતે નમણ માટે પ્લાસ્ટીકની પાઈપ રાખવી નહિ. તેમાં પાણી રહી જવાથી લીલ થાય છે. ૧૫) દહેરાસરજીમાં જવા આવવાના તથા આજુબાજુના રસ્તામાં લીલ ન થાય તેની ચોમાસા પહેલાં કાળજી લેવી જોઈએ. ૧૬) બીજાની આરાધનામાં વિક્ષેપ પડે તે રીતે મોટેથી ઘંટ ન વગાડાય. ૧૭) માઈના ભુંગળા, મોટેથી મૂકીને આજુબાજુના રહીશોને પણ માનસીક ત્રાસ ન અપાય. === ૨૩E Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34