Book Title: Jivannu Mahamangal Jayna Author(s): Hansbodhivijay Publisher: Hansbodhivijay View full book textPage 4
________________ # જયણાની જડીબુટ્ટીઓ) # ૧) મોરના પીંછા મોરના પીંછા મૂકી રાખવાથી કે હલાવવાથી સાપ અને ગરોળી દૂર ભાગી જાય છે. ૨) કાળામરી = કેસરની ડબ્બીમાં કાળા મરીના દાણા મૂકી રાખવાથી ભેજને કારણે થતી જીવોત્પત્તિ અટકે છે. ૩) ડામરની ગોળી કપડા કે પુસ્તકોના કબાટ-બેગ વગેરેમાં ડામરની ગોળીઓ મૂકી રાખવાથી જીવોત્પત્તિ અટકે છે. ૪) પારો : અનાજમાં પારાની થેપલી મૂકવાથી અનાજ સડતું નથી, જીવાત પડતી નથી. ૫) દીવેલ ચોખા-ઘઉં-મસાલા વગેરે દીવેલથી મોવાથી જીવાત પડતી નથી. દીવેલની ગંધથી કીડીઓ દૂર ભાગે છે. ૬) ઘોડાવજ - પુસ્તકોના કબાટમાં ઘોડાવજ મૂકી રાખવાથી જીવાત થતી નથી. ૭) તમાકુ કપડાનાં કે પુસ્તકોનાં કબાટમાં કે અનાજમાં તમાકુના પાન મૂકી રાખવાથી છવાત થતી નથી. ૮) ચૂનો : ઉકાળેલા પાણીમાં ચૂનો નાંખવાથી ૭૨ કલાક સુધી તે અચિત રહે છે. ચૂનાથી ધોળેલી દિવાલો પર જીવજંતુ જલ્દી આવતા નથી. લાકડાના ફર્નીચરમાં કોરો ફોડેલો ચૂનો ઘસવાથી ફર્નીચરમાં છવાત થતી નથી. ૯) ડામર ડામર ઉપર નિગોદ થતી નથી. ડામર ઉધઈની ઉત્પત્તિ પણ અટકાવે છે. ૧૦) કેરોસીન * ચામડી ઉપર કેરોસીન ઘસી નાખવાથી મચ્છર કરડતા નથી. જમીન પર કેરોસીનવાળા પાણીનું પોતું ફેરવવાથી કીડીઓ આવતી નથી. ૧૧) રાખ કીડીની લાઈનની આજુબાજુ રાખ ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે. અનાજ રાખમાં રગદોળીને ડબ્બામાં ભરવાથી સડતું નથી. ૧૨) કપૂર કપૂરની ગોટીની ગંધથી ઉદરો દૂર ભાગે છે. ઘરમાં ઉંદર ખૂબ દોડતા હોય ત્યારે કપૂરની ગોટી મૂકી રાખવાથી તેની અવરજવર ઓછી થઈ જાય છે. કપૂરનો પાવડર આજુબાજુ ભભરાવવાથી કીડીઓ પણ ચાલી જાય છે. ૧૩) ગંધારોવજ ? લાકડાના કબાટમાં ગંધારોવજ રાખવાથી વાંદા થતા નથી. ૧૪) કંકુ કંકુ ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે. ૧૪) હળદર હળદર ભભરાવવાથી કીડીઓ ચાલી જાય છે. ૧૫) ગેર ગેરથી દિવાલ ધોળવાથી ઉધઈ થતી નથી. ૧૭) રંગ-વાર્નિશ-પોલિશ ? લાકડા પર નિગોદ અને જીવોતપત્તિ અટકાવવા માટે. Jain Education International For Person date Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34