Book Title: Jivannu Mahamangal Jayna Author(s): Hansbodhivijay Publisher: Hansbodhivijay View full book textPage 3
________________ * જયણા આપણી અમ્મા દ કરૂણામૈયા એ તીર્થંકરોની માતા છે. અષ્ટ પ્રવચન માતા એ સાધુની માતા છે. તો, જયણા એ શ્રાવકની માતા છે. જયણા એટલે જીવરક્ષા માટેની કાળજી. આપણી ચારે બાજુ વિશાળ જીવસૃષ્ટિ પથરાયેલી છે. ફળિયામાં કૂતરા છે, આંગણામાં બિલાડા છે, રસોડામાં કીડી, મંકોડા, માખી છે. સંડાસ બાથરૂમમાં વાંદા છે, શયનખંડમાં માંકડ છે, ખાળમાં ઉદર છે. માથામાં જૂ છે, છત કે દિવાલમાં ક્યાંક પક્ષીના માળા અને કરોળિયાના જાળા છે, ફર્નીચરમાં કે દિવાલમાં ઉધઈ છે, ચારે બાજુ મચ્છર ઉડે છે, નળમાંથી વહી આવતા પાણીમાં અસંખ્ય ત્રસ જીવો છે, અનાજમાં ઈયળ અને ધનેરા છે, શાકભાજીમાં પણ ક્યાંક ઈયળ છે, વાસણમાં ક્યાંક કંથવા છે. સચિત માટી પૃથ્વીકાય છે. કાચા પાણીમાં અાય જીવો છે, અગ્નિમાં, વાયુમાં અને વનસ્પતિમાં પણ જીવ છે. વાનગીઓ ઉપર કે ફર્નીચર વગેરેમાં બાઝી જતી ફૂગ અને મકાનનાં કમ્પાઉન્ડમાં ફેલાઈ જતી લીલમાં પણ અનંતકાય જીવો છે. બેસતાં, ઊઠતાં, હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં, સૂતાં, બોલતાં, વસ્તુ લેતાં-મૂકતાં બારણા ઉઘાડ-બંધ કરતાં કે સાફ-સફાઈ કરતાં આપણી થોડી કાળજીથી આવા અનેક જીવોના પ્રાણ બચાવી લેશે અને આપણને હિંસાના પાપથી બચાવી લેશે. પાપથી રક્ષણ એટલે ભવિષ્યના દુઃખથી રક્ષણ. આ રીતે પાપ અને દુઃખથી આપણી રક્ષા કરનારી જયણા આપણી ‘મા’ જ કહેવાયને ! * • ઘરનો કચરો કાઢવા માટે મુલાયમ સ્પર્શવાળી સાવરણી. • ખાસ પ્રકારના સુકોમળ ઘાસમાંથી બનાવેલી મુલાયમ સ્પર્શવાળી નાની પીંછી. ૧) ગળણું • પાણી ગાળવા માટેનું સુયોગ્ય કપડું. ૨) સાવરણી ૩) પૂંજણી ચરવળો ૫) ચરવળી • સામાયિક-પ્રતિક્રમણમાં ઊઠતા-બેસતાં પૂજવા-પ્રમાર્જવા માટે જરૂરી ઉપકરણ. • લાકડાની નાની દાંડી પર ચરવળા જેવી ઊનની દસીઓ લગાવેલું આ ઉપકરણ છે. કબાટ વગેરે સાફ કરવા માટે જયણાનું સુંદર સાધન છે. ૬) મોરપીંછી : મોરના પીંછાને બાંધીને બનાવેલું ઉપકરણ પુસ્તકો, ફોટા વગેરે પૂંજવાનું ઉત્તમ સાધન છે. જયણાનાં ઉપકરણો ૭) ચારણા ૮) ચંદરવો ૯) સૂપડી Jain Education International • અનાજ, લોટ, મસાલા વગેરે ચાળવાના અલગ અલગ ચારણા. • ગંધાતી રસોઈમાં ઉપરથી જંતુ ન પડે તે માટે રસોડામાં ઉપર બાંધવામાં આવતું કપડું. ♦ કચરો વાળીને બહાર ઠલવવાનું સાધન. ૨ For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 34