Book Title: Jivannu Mahamangal Jayna
Author(s): Hansbodhivijay
Publisher: Hansbodhivijay

View full book text
Previous | Next

Page 19
________________ ૨૭) કીડીઓ ઉભરાય તે સ્થાને કીડીઓની આજુબાજુ ચૂનો કે રાખ ભભરાવી દો. કીડીઓ જતી રહેશે અને હાલતા-ચાલતાં પણ કીડીના ઉપદ્રવનો તરત ખ્યાલ આવી જશે જેથી પગ તેની ઉપર પડી ન જાય. ૨૮) ખાંડને દૂધ-ચા વગેરેમાં નાખતાં પહેલા રકાબીમાં પહોળી કરીને બરાબર જોઈ લો. તેમાં કીડી કે અન્ય જંતુ તો નથી ને ? ૨૯) ખાંડને બરાબર સાફ કરીને ચુસ્ત ડબ્બામાં રાખો. તેને ભેજ લાગતા ઝીણી ઈયળ થવાની સંભાવના છે. ૩૦) લાલ બોર, મરચામાં તે વર્ણની પુષ્કળ જીવાતો સંભવિત છે. ખૂબ યતનાપૂર્વક મરચાં બરાબર જોઈ લેવા. ૩૧) રાઈ, મરચાં, ધાણાજીરૂ તથા અન્ય મસાલામાં તે જ વર્ણની ઝીણી જીવાત થવાની સંભાવના છે. સાફ કરીને બરણીમાં ભરો અને ઉપયોગ કરતાં પહેલા પણ ખૂબ બારીકાઈથી જોઈ લો. આ ચીજોને ભેજ ન લાગે તેનું ધ્યાન રાખો. ૩૨) રસોડાના ચૂલા ઉપર લાઈટ ન રાખો. લાઈટની આસપાસ ઉડતી જીવાત ચૂલા પર કે તપેલીમાં પડે તો મરી જાય. ૩૩) ચોમાસામાં ભેજને કારણે કેસરના તાંતણાઓમાં તે જ વર્ણની ઝીણી જીવાત થવાની સંભાવના છે. આઈગ્લાસ વડે ખૂબ બારીકાઈથી જોવાથી નજરે ચડે છે. કેસર આઈગ્લાસથી વારંવાર તપાસતા રહો. જીવાતવાળા કેસરને સંપૂર્ણ જીવાતમુક્ત કર્યા વિના તેનો ઉપયોગ ન કરાય. કેસરની ડબ્બીમાં કાળા મરીના દાણા મુકી રાખવાથી જીવાત થતી નથી. ૩૪) લાઈટથી જીવાત ઘણી થાય છે. તેથી શક્ય તેટલો લાઈટનો ઉપયોગ ટાળો. લાઈટ કરતા પૂર્વે બારી-બારણાં બંધ કરો. ૩૫) પાણી વાપર્યા પછી ગ્લાસ લૂછીને જ મૂકો. ૩૬) ચોમાસામાં મુસાફરી શક્ય હોય ત્યાં સુધી ટાળો. ૩૭) વાસી ભોજન રાખો નહિ, વાસી ભોજન જમો નહિ. વાસી ભાખરી થેપલામાં બેઇન્દ્રિય જીવો થાય છે. ૩૮) મિઠાઈ, ખાખરા, ફરસાણ, લોટ વગેરેનો કાળ વીતી ન જાય તેની કાળજી રાખવી. ૩૯) બહારના મિઠાઈ-ફરસાણ તૈયાર લોટ વગેરે વાપરવા નહિ. ૪૦) હોટલની તથા બહારની વાનગીઓ અભક્ષ્ય અને જયણારહિત બનાવેલી હોય છે. બહારની વસ્તુઓ વાપરવી નહિ અને હોટલમાં જવું નહિ. ૪૧) બે રાત ઉલ્લંઘી ગયેલા દહીં-છાશ વાપરવા નહિ. આજે મેળવેલું દહીં આવતી કાલ સાંજ સુધી ચાલે. બીજા દિવસે ચલાવવું હોય તો પાણી રેડીને ભાંગી નાંખવું પડે. ૪૨) લગ્નાદિ પ્રસંગોના કે ધાર્મિક પ્રસંગોના જમણવારો રસોડા કેટરર્સને સોંપાય છે. તેમાં બિલકુલ જયણા તથા ભક્ષ્યાભક્ષ્યનો વિવેક સચવાતો નથી. આવા Jain Education International ૧૮ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34