Book Title: Jivannu Mahamangal Jayna
Author(s): Hansbodhivijay
Publisher: Hansbodhivijay

View full book text
Previous | Next

Page 28
________________ ટાઈમના ટંક પૂરા ન થયા હોય તો વ્હોરાવાય નહિ. ૯) દુધ-ઘી વગેરે ઢોળાય નહિ તેની ચોક્કસપણે પુરતી કાળજી લેવી. ૧૦) મ. સાહેબ પધારે ત્યારે ઉતાવળા થી દોડાદોડી ન કરવી. ૧૧) ગરમ દૂધ વગેરે ફૂંક મારીને વ્હોરાવાય નહિ. ૧૨) ગર્ભવતી સ્ત્રીએ ૭ માસ પછી વ્હોરાવવા ઊભા થવાય નહિ. ૧૩) ધાવતા બાળકને બાજુ ઉપર મુકીને વ્હોરાવાય નહિ. ૧૪) વ્હોરાવતાં પહેલાં હાથ ધોવાય નહિ. ૧૫) એંઠા હાથે વ્હોરાવાય નહિ. ૧૬) મ. સાહેબ માટે ટામેટા, કોથમીર વગરનું સ્પે. અલગ બનાવવું નહિ. પણ ટામેટા વગેરે નાંખતા પહેલાં અલગ કાઢી લેવાય. વર્તમાન દેશકાળ અનુસારે ધાર્મિકતાની સાથે ને સાથે માનવતાને પણ પ્રાથમિકતા આપો. મહાવીર ખીચડીઘર લક દેશનું અર્થતંત્ર એવા પ્રકારે ગોઠવાયેલું છે કે શ્રીમંતો વધુ શ્રીમંતો બનતા જાય છે અને ગરીબો દિન-પ્રતિદિન વધુને વધુ ગરીબ બનતા જાય. વધારામાં મલ્ટીનેશનલ કંપનીઓનું આગમન અને કોમ્પ્યુટર વગેરેની ટેકનોલોજીએ અતિ ભારે બેકારીનું સર્જન કર્યું. ખંધા અને સ્વાર્થાંધ રાજકારણીઓ અને વેપારીઓની સાંઠગાંઠે ઉપરા ઉપર ભાવ વધારો ઝીંકે રાખ્યો. આવી ગરીબી, બેકારી અને મોંઘવારીના ખપ્પરમાં જો મધ્યમ વર્ગ હોમાઈ ગયો હોય, ‘ત્રણ સાંધે ને તેર તૂટે’ તેવી પરિસ્થિતિ સર્જાઈ હોય, તો પછી જે લોકો કાળઝાળ ગરીબીની આગમાં શેકાઈ રહ્યાં છે. જેમને ઉપર આભ અને નીચે ધરતી સિવાય કોઈ આસરો નથી. જેમના પેટ પાતાળે ગયા છે, આંખો ઉડી ગઈ છે, હાડપિંજરો ચામડી ભેદીને જાણે બહાર આવી રહ્યા છે, અપોષણને લીધે જેઓ અનેક રોગોના ભોગ બન્યા છે. ટેન્શનોને લીધે જેઓ અનેકવિધ મનોયાતના ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં માનસેવા એ પ્રથમ કર્તવ્ય છે. ઠેર ઠેર અન્નક્ષેત્રો ખોલવાની અત્યારે તાતી જરૂર છે. પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબની શુભ પ્રેરણાથી મુંબઈ, સુરત, અમદાવાદના અનેક વિસ્તારોમાં શ્રી મહાવીર ખીચડીઘરો શરૂ થયેલ છે. જે દ્વારા દર રવિવારે ઝુંપડપટ્ટી વિસ્તારોમાં તેનું વિતરણ થાય છે. ભગવાન મહાવીર સ્વામીનો જયઘોષ કરાવતાં કરાવતાં આ વિતરણ થાય છે. ગામે ગામ આવા ખીચડીઘરો શરૂ કરવાનો સમય પાકી ગયો છે. પ્રચંડ પુણ્યકર્મનો બંધ કરાવી આપનાર આ આયોજન સહુ સંઘો શરૂ કરે તો ખુબ સુંદર પ્રભુના શાસનની પ્રભાવના થાય. તે દરિદ્રનારાયણો પણ જિનધર્મની અનુમોદના દ્વારા આગામી સમયમાં જિનધર્મનું રીઝર્વેશન કરાવી શકે. ગરીબોની દુવા તમારા જીવનને પણ સુખ-શાંતિ અને સમાધિથી ભરી દેશે. બસ તું મને એટલું પરવર દિગાર દે, જે મળે, જયાં મળે, બીજાનો વિચાર દે. અમદાવાદ સમ્પર્કઃ કિરીટભાઈ શાહ (રેવા સંઘ-વાસણા) ૯૨૨૭૪૨૭૫૭૩ Jain Education International ૨૭ For Persona Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34