Book Title: Jivannu Mahamangal Jayna
Author(s): Hansbodhivijay
Publisher: Hansbodhivijay

View full book text
Previous | Next

Page 20
________________ જમણવારો કેટરર્સને ન સોંપો. જાત દેખરેખ રાખી પૂરેપૂરી જયણા સાચવો. તેમાં રાત્રી ભોજન ન થાય તેની ખાસ તકેદારી રાખો. ૪૩) આદ્રા નક્ષત્ર પછી તો કેરી ન જ વપરાય. તે પહેલા પણ વરસાદ થઈ ગયા પછી કેરીમાં જીવાત પડવાની સંભાવના છે. વરસાદ થયા પછી શક્ય હોય તો કેરીનો ત્યાગ કરો. તૈયાર પેકીંગમાં મળતો કેરીનો રસ ન વાપરો. ૪૪) વાસી ખાવાની વસ્તુ ન વપરાય. તાજો માવો પણ ઘીમાં શેકીને લાલ અથવા (બદામ જેવો) પાકો કરેલ ન હોય તો બીજા દિવસે તે વાસી બને છે. ૪૫) સાબુદાણાની ઉત્પત્તિમાં પુષ્કળ વાત હોવાની સંભાવના છે. તે વાપરવા નહિ. ૪૬) બહારના તૈયાર રવા-મેંદામાં પુષ્કળ જીવાત હોવાની સંભાવના છે. તે વાપરવા ૪૭) મધમાખણ (બટર) અભક્ષ્ય છે. તેના ભક્ષણમાં પુષ્કળ વિકલેન્દ્રિય ભક્ષણ છે. માટે તેનો ત્યાગ કરો. ૪૮) પ્લાસ્ટિકની કોથળીઓ વગેરે જ્યાં ત્યાં ફેંકવી નહિ. તે ફેકેલી કોથળીઓ કોઈ ગાય વગેરેના પેટમાં જાય તો પશુમરણની ઘટના બને છે. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો વપરાશ ટાળો. ૪૯) કેળાની છાલ જેવી વસ્તુઓ રસ્તા પર છુટ્ટી ફેંકવી નહિ. ૫૦) મગ વગેરે કઠોળ રાંધતા પહેલા લાંબો સમય પલાળી રાખવાથી તેમાં ફણગા ફૂટવાની સંભાવના છે. તેથી, લાંબો સમય પલાળી ન રાખો. ફણગો અનંતકાય છે. પ૧) ઢોકળા, ઈડલી, જલેબી વગેરેનો આથો રાત્રે ન પલાળવો. પર) શરીરના ખુલ્લા ભાગ ઉપર ક્યાંય ખંજવાળ આવે તો ખંજવાળતા પહેલા બારીકાઈથી જોઈ લો કે કોઈ સૂક્ષ્મ જંતુ તો નથી બેઠું ને! અને, પીઠ વગેરે ભાગમાં દષ્ટિ ન પહોંચે તો ખંજવાળતા પહેલા પોચા હાથે હાથરૂમાલ સહેજ ફેરવી દેવો. પ૩) કપડા ધોવા નાંખતા પહેલા આગળ-પાછળ કરીને, ઊંધાચત્તા કરીને તથા ખીસ્સા બહાર કાઢીને બરાબર જોઈ લો. કોઈ જીવ-જંતું તો નથી ને ? પ૪) કોઈ પણ નાના કે મોટા વાસણમાં પાણી, ખાદ્યપદાર્થ, અનાજ કે કોઈ પણ ચીજ ભરતા પહેલાં બરાબર જોઈ લો કે તેમાં ખૂણે-ખાંચરે પણ કોઈ સૂક્ષ્મ જંતુ તો નથી ને ? ૫૫) બારી-બારણા ખોલતા-બંધ કરતા પહેલા સહેજ ખખડાવો જેથી ખાંચામાં ક્યાંય ગરોળી ભરાયેલી હોય તો અવાજ સાંભળીને ખસી જાય. બારી-બારણાં ખોલ બંધ કરતા પૂર્વે દષ્ટિથી બરાબર જોઈ લો કોઈ જીવજંતુ તો નથી ને ? ૫૬) કોઈપણ ચીજ-વસ્તુ મૂતા પહેલાં જમીન ઉપર દષ્ટિ બરાબર ફેરવી લો. પ૭) આખા ગંઠોડામાં પુષ્કળ જીવાતની સંભાવના છે. તેથી તૈયાર ગંઠોડાનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34