Book Title: Jivannu Mahamangal Jayna
Author(s): Hansbodhivijay
Publisher: Hansbodhivijay

View full book text
Previous | Next

Page 23
________________ આરપાર નાંખી નળનો અંદરનો ભાગ સાફ કરવો જોઈએ. નળવાળા માટલાને બદલે નળ વગરના માટલા અને પાણી લેવા માટે ડોયાની વ્યવસ્થા સર્વોત્તમ છે. ૭૯) વધારાના ઘડા-માટલા ઘરમાં રાખેલા હોય તેને કપડાના ટુકડા બાંધીને મૂકવા જોઈએ, અન્યથા તેમાં કરોળિયાના જાળા થઈ જવાની શક્યતા છે. ૮૦) એકના એક માટલામાં રોજ પાણી ભરવાથી લીલ થઈ જાય છે. તેથી પાણીના માટલા એકાન્તરે બદલી આગળના માટલાને ૨૪ કલાક સુધી સંપૂર્ણ સૂકાવા દેવા જોઈએ. ૮૧) ગ્લાસથી પાણી પીધા પછી તે ગ્લાસ પડાથી લૂંછી નાંખવો જોઈએ. લૂંડ્યા વગરનો એંઠો ગ્લાસ પાણીના માટલામાં નાંખવાથી માટલાના બધા પાણીમાં સંમૂર્છાિમ જીવો થવાની સંભાવના છે. માટલામાંથી પાણી લેવા માટે ડોયો રાખવાથી આ ભૂલ થાય નહિ. ૮૨) બળતણ માટેના લાકડા-કોલસા પૂંજીને જમીન પર ઠપકારીને પછી વાપરવા જોઈએ. કોલસાને વાપરતા પહેલા ચાળણીથી ચાળી લેવા જોઈએ. લાકડા સૂકા જ વપરાય. ૮૩) સ્મશાનમાં ચિતામાં બાળવા માટેના એક-એક લાકડાને વ્યવસ્થિત પૂંજી લેવા જોઈએ અને જમીન પર ઠપકારીને પછી જ વાપરવા જોઈએ. જમીન પર ઠપકારવાથી અંદર પોલાણમાં ભરાયેલી જીવાત બહાર નીકળી જાય છે. ૮૪) ચણાનો લોટ ચાળવા માટેની ચારણી અલગ રાખવી. તે જ ચારણીથી - જો ઘઉંનો લોટ ચાળવામાં આવે તો તે ઘઉંના લોટની રોટલી-પૂરી, દહીં-છાશ શ્રીખંડ સાથે ખાવાથી દ્વિદળ થાય. ૮૫) આજનો ચાળેલો લોટ આજે જ ઉપયોગમાં લેવાય, બીજા દિવસે લોટ ફરીથી ચાળવો પડે. ૮૬) છુંદા-મુરબ્બા પાકી ચાસણીમાં કરેલા હોવા જોઈએ. ૮૭) અનાજ-લોટ વગેરે ચાળવા માટે અલગ અલગ ચારણા ચારણી ઘરમાં હોવા જોઈએ અને તેની નીચે પ્રમાણે ઉપયોગ કરી શકાય : (૧) ઘઉનો ચારણો : ઘઉં, પૌંઆ, મમરા, દાળીયા, શીંગ, આખી સૂંઠ, ગંઠોડા, મોટા કઠોળ વગેરે ચાળવા માટે (૨) ચોખાનો ચારણો : મગ, ચોખા, જીરુ, મેથી વગેરે નાના દાણા માટે (૩) લોટની ચારણી : મસાલાના પાવડર તથા લોટ ચાળી શકાય. (૪) મેંદાની ચારણી : આમચુર વગેરે બારીક મસાલા તથા મેંદો ચાળવા માટે. (અલગ અલગ ચારણા રાખવાની કડાકૂટમાંથી બચવા અલગ અલગ જાળીવાળો ચારણો પણ બજારમાં મળે છે.) ૮૮) છંદ-મુરબ્બની બરણીના મોંઢા ઉપર એરંડીયું લગાવવાથી કીડીઓ થતી નથી. ૮૯) સચિત્ત મીઠું કોઈ પણ ખાદ્યપદાર્થમાં ઉપરથી નાંખીને વાપરવું નહિ. == ૨૨E Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34