Book Title: Jivannu Mahamangal Jayna
Author(s): Hansbodhivijay
Publisher: Hansbodhivijay

View full book text
Previous | Next

Page 31
________________ તપોવન સાબરમતી સંતાનો હોવાં એ કંઈ ગૌરવની વાત નથી, પણ સંતાનો સંસ્કારી હોવા એ ગૌરવની વાત છે. ગુલાબના છોડ જંગલમાં ય ઉગે છે, શહેરના બગીચામાં ઉછરે છે અને કોઈના ઘરના કૂંડામાં ય ઉછરે છે. પણ Rose-Nursery માં જે છોડ ઉછેરવામાં આવે છે તેની તો મજા કોઈ ઓર જ હોય છે કેમકે નર્સરીમાં તેની જે રીતે માવજત થાય છે એવી માવજત બીજે ક્યાંય થતી નથી. બાળકોનું પણ કાંઈક આવું જ છે, કેટલાંક બાળકો ફૂટપાથ ઉપર દુઃખના જંગલ વચ્ચે ઉછરે છે, કેટલાંક બાળકો હોસ્ટેલો, અનાથાશ્રમો વગેરે સ્થાનોમાં દૂષણોના જંગલમાં અને કેટલાંક બાળકો ઘરમાં દોષોના જંગલમાં મોટા થાય છે. કેમકે વર્તમાનમાં મોટા ભાગનાં માબાપો દ્વારા બાળકોની ઘોર ઉપેક્ષા થઈ રહી છે અને વધારામાં T.V. તથા ચેનલોના ભયંકર આક્રમણે બાળકોના જીવનને હતપ્રભ કરી નાખ્યું છે. હવે માત્ર એક જ ઉપાય છે તપોવન. જે એક Rose-Nursery જેવી Child-Nursery છે, જ્યાં મૈત્રીનું પાણી અને ભક્તિનું ખાતર નાંખીને તેના જીવનને પવિત્રતાના પુષ્પોથી મઘમઘાયમાન કરવામાં આવે છે. તો તમારા બાળકોને સત્વરે તમો દાખલ કરો. બાળકોની વ્હાલી ગુરુમા પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ. સાહેબ ના સમર્પિત શિષ્યરત્નો મનિશ્રી હંસદીતિવિજયજી મ. સાહેબ અને મનિશ્રી ભવ્યકીર્તિવિજયજી મ. સાહેબ દ્વારા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. મુનિ હંસબોધિવિજયજી * * ક્યાં મળે છે ઉંચા સંસ્કારોની સાથે ઉચું શિક્ષણ ઈ.સ. ૧૯૯૮માં કિંજલ શાહ ધો. ૧૦ માં બોર્ડમાં છઠ્ઠા ક્રમે આવેલ. ઈ.સ. ૨૦૦૧ માં ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં રિકેન શાહ રાજ્યમાં દશમા ક્રમે અને ગાંધીનગર જિલ્લામાં પ્રથમ ક્રમે પાસ થયેલ છે. સાથે સાથે દર્શન, પ્રિયંકા અને પ્રતિક શાહે જિલ્લામાં પ્રથમ દશ (Top Ten) માં નંબર લાવી ચારેય બાળકોએ સંસ્થાને ચાર ચાંદ લગાવ્યા છે. છેલ્લા દસ વર્ષથી બોર્ડમાં ૧૦૦ % રીઝલ્ટ આવે છે. આ સંસ્થા ડોનેશન વગેરેના ભ્રષ્ટાચારથી એકદમ પર છે. અહીં તો ઈન્ટરવ્યુમાં પાસ થાય તેને પ્રવેશ અપાય છે. નીતિનિયમો તથા ફી માટે સંસ્થાના એડ્રેસ ઉપર સંપર્ક સાધી શકાશે. તમારા લાડલાના આ સેઈફ ડીપોઝીટ વોલ્ટ સ્વરૂપ તપોવનમાં દાખલ કરો અને તેના ભાવિને સુરક્ષિત કરો. ૩૦. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34