Book Title: Jivannu Mahamangal Jayna
Author(s): Hansbodhivijay
Publisher: Hansbodhivijay

View full book text
Previous | Next

Page 21
________________ (પીપરામૂળનો) પાવડર વાપરવો નહિ, તેમાં ગંઠોડાની સાથે પુષ્કળ જીવાતો કૂટાયેલી હોય તે સંભવિત છે. આખા ગંઠોડા લાવી, ખૂબ જયણાપૂર્વક જોઈને ઘરે કૂટવાથી મોટી જીવ-વિરાધનાથી બચી જવાય છે. આખી સૂંઠ હળદરમાં પણ ધનેરાની સંભાવના છે. ૫૮) ચાની ભૂકી ચાળીને વાપરવી. ચોમાસામાં કે ભેજવાળા વાતાવરણમાં તેમાં ઝીણી જીવાત થવાની સંભાવના ઘણી છે. પ૯) સૂકવેલી ગવાર, મેથી, વાલોર વગેરેમાં ઘણી છવાત થઈ જાય છે. તેથી ચોમાસામાં સૂકવણીના શાક બિલકુલ ન વાપરવા, અન્ય ઋતુમાં પણ બરોબર તપાસ્યા પહેલા અને ચાળ્યા વગર તેનો ઉપયોગ ન કરવો. ૬૦) પર્વતિથીના દિવસે કે ઉપધાન વગેરેમાં આંબોળિયાનું શાક ખાસ વાપરવામાં આવે છે. તેના પોલાણમાં જીવાત થઈ જાય છે. તેથી ઝીણા ટુકડા કરીને બારીકાઈથી બરાબર જોઈ લીધા પહેલા આંબોળિયાનો ઉપયોગ ન કરવો. ૬૧) છત પરના જાળા સાફ કરવા માટે લાકડી સાથે બાંધેલી મુલાયમ સાવરણીનો ઉપયોગ કરવો. ૬૨) વાંદા વગેરે જીવાત માટે લક્ષ્મણ રેખા’ નામના ચોક વેચાતા મળે છે, તેનાથી વાંદા વગેરે જંતુઓ મરી જાય છે. આવાં જંતુનાશક દ્રવ્યનો ઉપયોગ બિલકુલ ન કરવો. ૬૩) ટ્યુબલાઈટ ઉપર ખાસ કરીને ચોમાસામાં નાના પતંગીયા જેવા ફંદા પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થઈ જાય છે. સવારે કચરામાં તે સુદાના કલેવરો ભેગા થાય છે. ટ્યુબલાઈટની લાકડી સાથે લીમડાના પાંદડાની નાની ડાળખી બાંધી દેવાથી આવા ફદા થતા નથી. ૬૪) શહેરમાં કેરીનો રસ ઘરે કાઢવાની પ્રથા ઓછી થતી જાય છે અને બહારથી તૈયાર રસ લાવીને વાપરવામાં આવે છે. આવો રસ વાપરવો ઉચિત નથી કારણકે, તે રાત્રે કે આગલા દિવસે પણ કાઢેલો હોઈ શકે છે. વળી, આ બહારના રસમાં કાચું દૂધ ભેળવવામાં આવે છે. તેથી તેવા દૂધ સાથે મગની દાળ કે કઠોળની અન્ય કોઈ પણ ચીજ ખાવાથી દ્વિદળ થવાની સંભાવના છે. કેરીના રસમાં કાચું દૂધ ભેળવવું નહિ. ૬૫) ઘણાં ચાની ભૂકી ઉકાળીને કાવો બનાવે છે અને તેમાં જરૂર પૂરતું દૂધ નાંખીને ચા પીવે છે. આ ઉપરથી નાખેલું દૂધ જે કાચું હોય તો તેવી ચા સાથે સેવ-ગાંઠીયા ફાફડા વગેરે કઠોળના લોટમાંથી બનાવેલી કોઈપણ વાનગી ખાઈ શકાય નહિ. ૬૬) સાંજે રસોડું આટોપાઈ જાય એટલે ગેસના બર્નર ઉપર કપડું બાંધી દેવું જોઈએ, જેથી બર્નરના કાણામાં કોઈ જીવાત પેસી ન જાય. સવારે પૂંજણીથી પૂંજવાથી ઉપર ફરતી જીવાતોની જયણા થાય પણ કાણામાં ઘુસી ગયેલી જીવાતનું શું ? તેથી કપડું બાંધવું એ જયણાની ઉત્તમ પ્રક્રિયા છે. ૬૭) બિસલરી વગેરેના પાણી પીવા નહિ-પીવડાવવા નહિ. તેમાં અળગણ પાણીની વિરાધના છે. - - ૨૦. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34