Book Title: Jivannu Mahamangal Jayna
Author(s): Hansbodhivijay
Publisher: Hansbodhivijay
View full book text
________________ ‘સાંભળો પશુતણો પોકાર - થશે અવશ્ય આપણો ઉદ્ધાર', સાંભળજો, કરમકહાણી, પશુઓના હૈયાની વાણી, પાપ કર્યા અને પૂર્વજનમમાં, પામ્યા પશુનો અવતાર, હાલ અમારા હડધુત જેવા, દુખતણો નહિ પાર, જગ્યાથી મરતાં સુધી, પીડા અમે કારમી વેઠી (1) સાંભળજો... જનમિએ જો અમે બોકડા રૂપે, થઈએ પાડા કે ઘેટાં, માલિક અમને વેચી મારે, યા મોકલે ઘરથી છેટાં, માતાથી વિખુટા પડીએ, મનમાંને મનમાં રડીએ (2) સાંભળજો... પોષણ પૂરુ મળે નહિને તેથી પડીએ અમે બિમાર, રોતા રોતા પીડા સહીયે કેવી રીતે તમને કહીએ, મર્યા પછી પણ કામ આવે એવી છે કાયા અમારી, સેવા અમે ખુબ કરીએ, જીંદગી આ તમને ધરી છે... (3) સાંભળજો... કામઆપે એવાં હોઈએ તો સૌ ઘેર અમને રાખે, થોડુ ખવરાવે ને કામ લે ઝાઝું, અમને નીચોવી નાખે, ઘરડા અમે થઈએ જ્યારે, ગોટલા જેમફેંકી દે ત્યારે (4) સાંભળજો... માનવતા, જો હોય હૃદયમાં, ભાળ અમારી લેજો, માંદા, મૂંગા ને ખોડા જીવોને, ખુબ કરૂણા દેજો, ઝાઝામાંથી થોડું દઈને, અમારી સહાયમાં રહેજો (5) સાંભળજો... ઠરશે અમારી આંતરડીને, આશિષ તમને મળશે, સારી સારી જે ઈચ્છા તમારી, બધી બરાબર ફળશે, જીવનમાં શાંતિ છવાશે, લોકમાં ગુણ ગવાશે. એ પ.પૂ.પં.શ્રી જિનસુંદરવિજયજી મ.સા.ની પ્રેરણાથી -: સ્નેહભર્યુ સૌજન્ય :ઠડ્યાણમિત્ર પરિવાર આંબાવાડી - અમદાવાદ. Kalp : 079-2214 9664 Jain Education heational For Personal & Private Use Only ww.eribellorary.org

Page Navigation
1 ... 32 33 34