________________
*
મચ્છરને ઓળખો ) 28 (૧) મચ્છરથી કોણ પરિચિત નહિ હોય ? મચ્છરનો ગણગણાટ કાનને ખૂબ પરિચિત
છે. મચ્છરના ડંખ ચામડીએ ખૂબ ખાધા છે. મચ્છરે મેલેરીયા જેવી બિમારીના બિછાને પણ ઘણીવાર સૂવડાવી દીધા છે. તે આપણને ઉપદ્રવ ન કરે અને તેની જાણતા-અજાણતા હિંસા પણ ન થઈ જાય તે બન્ને આશયથી મચ્છરની ઉત્પત્તિનું
નિવારણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. (૨) સૂર્યાસ્ત સમયે બારી બારણા બંધ રાખવાથી મચ્છરો ઘરમાં પ્રવેશતા નથી. ઘરમાં
ચીજવસ્તુઓ અસ્તવ્યસ્ત ન રાખો. ખુલ્લા કપડા-ઘેલા-બેગ વગેરેમાં મચ્છરો
ભરાઈ જાય છે. (૩) મચ્છરની કાયા અત્યંત કોમળ હોય છે. જરાક સ્પર્શ થતાં જ તે મરી જાય છે.
ઉઠતા-બેસતા કે પડખું ફેરવતાં પણ બેકાળજીથી મચ્છર મરી જાય છે. વસ્તુ લેતાં મૂકતાં પણ બેદરકારી રાખવાથી મચ્છરની હિંસા થઈ જાય છે. સુદર્શન ચકની જેમ ફરતા પંખાની હડફેટમાં આવવાથી પણ મચ્છરો મરી જાય છે. આહાર-પાણીના ખુલ્લા વાસણમાં પડવાથી પણ મચ્છર મરી જાય છે. અગ્નિ, ગરમ રસોઈ કે ગરમ પાણીમાં મચ્છર પડે તો મૃત્યુ પામે છે.
8 મરછરની રક્ષા કરો. આ ઘરમાં અને આજુબાજુ બિલકુલ ગંદકી ન રાખો.
બારી-બારણાં બંધ રાખીને કુદરતી હવા-ઉજાસને અવરોધો નહિ. ૩) બારી-બારણામાં ઝીણી જાળી ફીટ કરવાથી મચ્છરોનો ઘરમાં પ્રવેશ અટકાવી
શકાય છે. મચ્છરો વધી ગયા હોય ત્યાં લીમડાનો ધૂપ કરવાથી મચ્છરો દૂર ચાલ્યા જાય છે. મચ્છરદાની બાંધીને સૂઈ જવાથી મચ્છરોના ઉપદ્રવ અને વિરાધનાથી બચી શકાય છે. કોઈપણ વસ્તુ લેતાં-મૂકતાં મચ્છર દબાઈ ન જાય તેનું ધ્યાન રાખો.
આહાર-પાણીનાં વાસણો ખુલ્લા ન રાખો. ૮) ઉકાળેલું પાણી ઠારેલી પરાત ઉપર જાળી ઢાંકો. ૯) મચ્છર મારવાની દવા ન જ છંટાય કે મચ્છર મરી જાય તેવા અન્ય કોઈપણ ઉપાય
ન જ અજમાવાય. ૧૦) ઘર પાસે તુલસીનો ક્યારો રોપવાથી મચ્છર થતાં નથી. ૧૧) લીંબોડીનું તથા નારંગીનું તેલ શરીર પર લગાડવાથી મચ્છર ફરકતાં નથી.
૩ ૧૦.
Jain Education International
For Personal
Private Use Only
www.jainelibrary.org