Book Title: Jivannu Mahamangal Jayna
Author(s): Hansbodhivijay
Publisher: Hansbodhivijay

View full book text
Previous | Next

Page 9
________________ ઇws * (સંમૂઠ્ઠિમને ઓળખો છે માણસના મળ, મૂત્ર, ઘૂંક, પરસેવો, લોહી, માંસ, પરૂ વગેરે તમામ અશુચિ પદાર્થો શરીરથી છૂટા પડ્યા બાદ બે ઘડી (૪૮ મિનિટ) બાદ તેમાં અદશ્ય કાયાવાળા પંચેન્દ્રિય સંમૂર્છાિમ જીવો ઉત્પન્ન થવાની સંભાવના છે. આ જીવો અસંખ્ય એક સાથે ઉત્પન્ન થાય છે. આ જીવોનું આયુષ્ય બે ઘડીનું પણ પૂરૂં હોતું નથી. (૨) એકવાર ઉત્પત્તિ ચાલુ થયા પછી લાંબો સમય સુધી ઉત્પત્તિ-વિનાશ ચાલ્યા કરે છે. (૩) શરીરમાંથી બહાર ફેંકાયેલી અશુચિ જે બે ઘડીની અંદર સૂકાઈ જાય તો મૂર્છાિમ જીવો ઉત્પન્ન થતા નથી. એઠા વાસણમાં, એંઠા દાણામાં, એંઠા પાણીમાં અને એઠવાડમાં પણ આ સંમૂર્છાિમ જીવો ઉત્પન્ન થાય છે. (૪) સંમૂર્છાિમ જીવો આપણી બેદરકારી, ઉપેક્ષા કે શહેરોની ગટર વ્યવસ્થાને કારણે ઉત્પન્ન થાય છે. મૂર્છાિમ ઉત્પન્ન ન થાય તે માટે શક્ય તેટલી વધુમાં વધુ જયણા રાખવી, બે ઘડી વીતી ગઈ હોય તેવા એંઠવાડ કે અશુચિ ફેંકવાના સ્થાનો સંમૂર્છાિમ જીવોથી યુક્ત હોય છે એમ સમજીને જયણાપૂર્વક વર્તવું. આ સંમૂર્ણિમજીવોની રક્ષા કરો. એંઠું મૂકશો નહિ, થાળી ધોઈને પીવો, થાળી ધોઈને પી લીધા પછી ચોખ્ખા કપડાથી થાળી લૂંછી નાખો. ૨) પાણી પીને ગ્લાસ હાથ રૂમાલથી લૂછીને મૂકો. એઠો ગ્લાસ માટલામાં ન નાખો. ૩) શક્ય હોય ત્યાં પેશાબ-જાજરૂ ખુલ્લી જગ્યામાં જવાનું રાખો. ૪) શક્ય હોય ત્યાં પરાતમાં સ્નાન કરી સ્નાનનું પાણી ખુલ્લી નિર્જીવ જમીન પર ફેલાવી દો. પછી પરાત પણ આડી મૂકીને સૂકવી દો. ૫) સ્નાન કરવા કે હાથ-મોં ધોવા ઓછામાં ઓછું પાણી વાપરો. ૬) ઘૂંક્યા પછી ઘૂંક કે બળખા ઉપર રાખ કે રેતી ઢાંકી દો. ૭) નાકનું શલેષ્મ પણ બે ઘડીમાં સૂકાઈ જાય તે રીતે માટીમાં ભેળવી દો. ૮) બહારથી આવ્યા પછી પરસેવાથી ભીનાં થયેલા કપડાં દોરી ઉપર પહોળા કરીને સૂકવી દો. પરસેવો લૂછવાના રૂમાલનો ડૂચો કે ગડી વાળીને ન રાખો. ૧૦) એંઠા વાસણો લાંબો સમય પડ્યા ન રહેવા દો. જમ્યા બાદ તરત બે ઘડીમાં (૪૮ મિનિટમાં) વાસણો સાફ થઈ જાય તેવી ગોઠવણ કરો. ૧૧) થાળી લૂછેલા કપડાને ૪૮ મિનિટમાં સૂકાઈ જાય તે રીતે સુકવી દો તથા તે કપડાને સૂર્યાસ્ત પહેલા ધોઈ નાંખવું. ૯). R ૮ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34