Book Title: Jivannu Mahamangal Jayna Author(s): Hansbodhivijay Publisher: Hansbodhivijay View full book textPage 7
________________ – 8 અપકાયને ઓળખો) # (૧) કાચા પાણીના પ્રત્યેક ટીપામાં અસંખ્ય અકાય એકેન્દ્રિય જીવો રહેલાં છે. પાણીનો બેફામ વપરાશ તો ન જ કરાય. પાણીનો નિરર્થક ઉપયોગ ન જ કરાય. (૨) પાણીના એક બિંદુમાં અસંખ્ય જીવો હોય છે. તે બધા અત્યંત સૂક્ષ્મ શરીરવાળા હોવાથી એક બિંદુમાં સમાઈ જાય છે. પરંતુ તે બધા જ કબૂતર જેવડું શરીર ધારણ કરે તો એક બિંદુમાં રહેલા પાણીના જીવો આખા જંબુદ્વીપમાં પણ ન સમાય. અળગણ પાણીના એક બિંદુમાં ઘણા ત્રસ જીવો હોય છે. પાણી ઢોળાયેલું રહેવાથી ગંદકી થાય ને મચ્છર વગેરે અનેક જીવો પેદા થાય. પાણી એક જગ્યાએ વધારે પડ્યું રહે તો તેમાં લીલ સેવાળ બાઝી જાય. એંઠું પાણી બે ઘડીથી વધારે રહે તો સંમૂર્છાિમ જીવો ઉત્પન્ન થાય. જમીન ઉપર પાણી ઢોળાવાથી કોઈ લપસી જાય કે પડી પણ જાય. પાણી ખુલ્લું રાખવાથી ઉડતા જીવજંતુ તેમાં પડીને ડૂબી જાય. સમુદ્રકિનારે ફરવા જનાર કિનારાના ઉછળતા મોજામાં શોખથી ઊભો રહે તો આખા સમુદ્રના પાણીના ઉપભોગની અનુમોદના લાગે. સાબુ એ અપકાયના જીવો માટે શસ્ત્ર છે. બરફ એ અપકાય છે. અભક્ષ્ય છે. B (અકાચની રક્ષા કરો. આ ૧) પાણીનો ઉપયોગ ઓછામાં ઓછો કરો, પાણી ઘીની જેમ વાપરો. ૨) પાણી ગાળીને જ વાપરો. ૩) નળ ખુલ્લો વહેતો ન રાખો. ૪) દાઢી કરવા, દાતણ કરવા, સ્નાન કરવા, હાથ-મોં ધોવા, કપડાં ધોવા, વાસણ માંજવા કે અન્ય કોઈપણ કાર્ય માટે જરૂર પૂરતું પાણી એક ગ્લાસ, ટબ કે બાલદીમાં લઈને જ તે કાર્ય પતાવો. આ બધી પ્રવૃત્તિ નળ ખુલ્લો રાખીને ન કરો. વારંવાર નહાવાની અને વારંવાર હાથ-મોં ધોવાની ટેવ છોડો. ૬) પાણી ના ઢોળાય તેની કાળજી રાખો. ૭) પાણીના વાસણ ખુલ્લા ન રાખો. ૮) પાણીના નળ લીક ન થતા હોય તેનું ધ્યાન રાખો. ૯) ઘર બંધ થ્રીને બહાર જતા પૂર્વે ચકાસી લો કે કોઈ નળ ખુલ્લો તો રહી ગયો નથી ને ? ૧૦) ઠંડુ અને ગરમ પાણી ભેગું ન કરો. ૧૧) શક્ય બને તેટલો સાબુનો ઉપયોગ ટાળો. ૧૨) વરસાદમાં જાણી જોઈને પલળવું નહિ. ૧૩) પાણીના ફગ્ગા ભરીને ફોડવા નહિ. ૧૪) વરસાદમાં પાણી ભરાઈ ગયા હોય તેમાં ચાલવું અનિવાર્ય જ હોય તો પગ ઘસડીને ન ચાલવું, પણ દરેક ડગલે પગ ઊંચો કરી પછી મૂકવો. = ૬. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34