Book Title: Jivannu Mahamangal Jayna
Author(s): Hansbodhivijay
Publisher: Hansbodhivijay

View full book text
Previous | Next

Page 17
________________ ઈચળોને ઓળખો) # (૧) આ જીવસૃષ્ટિ કેટલી વિશાળ છે. જાત-જાતના પદાર્થોમાં જાત-જાતના વિકલેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. (૨) લીલા શાકભાજીમાં લીલા રંગની ઈયળો છૂપાયેલી હોય છે. વનસ્પતિના રંગ અને ઈયળના રંગ સમાન હોવાથી તેને ઓળખવી મુશ્કેલ બને છે. કાળજીપૂર્વક જોવામાં આવે તો જ તે નજરે પડે છે. (૩) કાચા શાક આખાને આખા જોયા વગર ખાઈ જવાથી ઈયળો જડબામાં ચવાઈ જાય છે. (૪) બેદરકારીપૂર્વક શાક સમારવામાં આવે તો ઈયળ કપાઈ જાય છે. (૫) શાક સુધાર્યા વગર આખા શાકને રાંધવામાં આવે તો અંદર ઈયળ હોય તો બફાઈ જાય છે. (૬) પાપડી-વટાણા-ભીંડા-શીંગો-સીમલા મરચા-કારેલા વગેરેમાં ઈયળની સંભાવના વધારે છે. 8 ( ઈયળોની રક્ષા કરો. આ ૧) જેમાં ઈયળની સંભાવના વધારે હોય તેવા શાકભાજી ખાવાનો આગ્રહ ન જ રાખો. ૨) કોબીજ-ફ્લાવરમાં બેઈન્દ્રિય જીવો અત્યંત સૂક્ષ્મ હોય છે અને પોલાણ ખાંચામાં ભરાયેલ હોય છે તેથી, કોબીજ-ફ્લાવરનો ઉપયોગ કરવો નહિ. ક્યારેક સાપના કણા પણ તેમાં ભરાયેલા હોય છે. બીજા શાકને પાણીમાં પલાળ્યા પછી સુધારવા. પણ, ભાજપાલાને યતનાપૂર્વક ચૂંટ્યા બાદ ચાળણીમાં ચાળવા. પછી જ વાપરવા. કોઈ શાકભાજી સમાર્યા વગર આખા ન રાંધવા. ભીંડા આડા ન સુધારવા, ઊભા સુધારતી વખતે પણ ખૂબ યતના રાખો. ૬) શાક સમારતી વખતે વાતચીત કે અન્ય પ્રવૃત્તિ કરવી નહિ. શાક બરાબર ધ્યાનથી જેવું. ઈયળ નીકળે તેને નાના વાસણમાં એકત્ર કરી ચતનાપૂર્વક સલામત સ્થળે મૂકી દેવી. ઈયળવાળા ફોતરાં પણ યતનાથી સલામત સ્થળે છોડવા. ૭) શાક સમારવાનું કાર્ય નોકરોના ભરોસે ન છોડો. ૮) મેથીની ભાજીમાં ખૂબ સૂક્ષ્મ કેસરી રંગની ઈયળો હોય છે, ચારણીમાં ચાળવાથી તેની જયણા થઈ શકે. ૪) - દ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34