Book Title: Jivannu Mahamangal Jayna
Author(s): Hansbodhivijay
Publisher: Hansbodhivijay

View full book text
Previous | Next

Page 30
________________ જીવનવૃત્ર | ૧. સુખ નામનો પદાર્થ પારા (Mercury) જેવો લીસ્સો, સુંવાલો અને ચંચળ છે. સ્પર્શાય તે પહેલાં છટકી જાય છે. | ૨. સુખ પતંગીયા જેવું છે. પાછળ પડશો તો છટકી જશે અને શાંતિથી બેસશો તો ક્યાંકથી આવીને તમારા ઉપર બેસશે. ૩. અમૃતના આચમનની એક ચમચી મળે ત્યાં ચાર ઘડા દરિયાના ખારા પાણી પીવા મળે તેનું નામ સંસાર. ૪. એકનું એક દુઃખ સંવેદનશીલ માણસને વધુ લાગે, સમજશીલ માણસને ઓછું લાગે છે. ૫. દુઃખ અનિવાર્ય હોઈ શકે, પણ દુઃખી થવું અનિવાર્ય નથી. ૬. સુખ જ્યારથી સરખામણીની સીડી ચડે ત્યારથી ઓછું લાગે છે. ૭. મુશ્કેલીનું જે કેલી (આનંદ) માં અને પીડાનું જે ક્રિડામાં રૂપાંતર કરે તે મરદ માણસ. ૮. જે ગમે છે તે ન હોય, ત્યારે જે છે તેને ગમાડી લેશો. સુખાનુભુતિ થશે. ૯. જીવનને માપવું જ હોય તો શક્તિ અને સમ્પત્તિથી નહિ શાંતિથી માપજો. ૧૦. જીવનની સાધના કરનારે ફરીયાદો ક્યારેય ન કરવી. સહન કરવું એ તપ છે, સાધના છે. ૧૧. સમયને ભલે ગોઠવો, પણ પછી સમયમાં ગોઠવાઈ જશો. ૧૨. એટેકના દર્દી જેમ સોર્બટટ સાથે લઈને ફરે, તેમ પાપના એટેકથી બચવા વિવેક સાથે જોઈએ. ૧૩. પુસ્તકની ધૂળ ખંખેરવામાં ક્યારેક જીવન પર જામેલી ધળ ખંખેરાઈ જાય છે. ૧૪. ભૂખ્યાને અન્ન આપવાની જેટલી જરૂર છે તેના કરોભરેલા પેટવાળાને સારુ મન આપવાની વધુ જરૂર છે તેવું તમને નથી લાગતું ? ૧૫. વડીલ તરીકે તમે જ્યારે બીજાને કચડો છો, નાહકના ગુસ્સાથી ચૂપ કરી દો છો, ત્યારે તમે તેમને અન્યાયનું આચરણ કરવાનું પણ સાથે સાથે શીખવી દો છો. ૧૬. ગુણવાન વ્યક્તિની નિંદાનો ઢાળ બનવું તે તિર્યંચ ગતિનું કારણ બને. ગુણવાન વ્યક્તિની નિંદાની ઢાલ બનવું તે સ્વર્ગનું કારણ બને. ૧૭. હસ્તમિલાપની ક્ષણે હૃદયમિલાપ થાય તો જ લગ્નજીવન ટકે. ૧૮. આપતા રહો. આપતા રહેશો તો મળતું રહેશે. શૂન્ય વાવશો તો હજાર ગણું શૂન્ય રહેશે. થોડો પણ ત્યાગ ન કરનારને આનંદની અનુભૂતિ કેવી રીતે થશે? એમ થવાશે ન્યાલ થોડામાંથી થોડું સૌને યાર વહેંચતો ચાલ (૨) “મારું તારું”ની મૂકી દે સાવ બધી મોકાણ મજિયારી છે સઘળી મિલક્ત સત્ય એટલું જાણ ખુદની ચિંતા જેમ હૃધ્યમાં રાખ બીજનો ખ્યાલ, એમ થવાશે ન્યાલ. કોઈનો રાજીપો દેખીને રાજી ખુદને રાખ, ઈર્ષાના અક્ષર મનમાંથી જલદી ભૂંસી નાખ. ક્યાંય ન ઉગે નફરત, તું બસ વાવ એકલું વહાલ, એમ થવાશે ન્યાલ. - કિરીટ ગોસ્વામી ૨૯ For Personeerivate Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34