Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 20
________________ બાલ-સુંદરી વાતાવરણને ભરતો હસવાનો અવાજ આવ્યો ! વગડામાં આવું રહસ્યભર્યું હાસ્ય કોઈ પ્રેત વિના કોણ કરે ? ભેંકાર ધરતી પર હસવું તો પ્રેત-પિશાચને જ ભાવે ! નાના ભાઈએ ચમકીને જોયું. બારી વાટે દૂર દેખાતા મેદાન પર એક સ્ત્રી ઊભી હતી. એના હાસ્યના આ પડઘા હતા, થોડી વારે એનું હાસ્ય બંધ થઈ ગયું ને અવાજ આવ્યો; ‘કમજોર ભલા જુવાન ! રાજાની રીત ન્યારી છે. કોઈ સાધુની જમાતમાં ભળી જા, તું જીવનમાં કાંઈ પણ કરી શકીશ નહીં ! ‘કમજોર અને ભલો ! બે કેવી વિપરીત વાત ?' નાના ભાઈએ નજીક આવી રહેલી સ્ત્રીને ઉદ્દેશીને કહ્યું. ‘હા, દુનિયામાં કમજોર હોય તે જ ભલા હોય છે, બાકી ભલાઈની દુનિયા ક્યાં ભાળી ? સુંદરી ધીરે ધીરે નજીક આવી રહી હતી. એ જાજરમાન રૂપ ધરાવતી હતી. એની ઉમર કળી શકવી મુશ્કેલ હતી, સૌંદર્ય હજીય એની દેહયષ્ટિ પર પુરબહારમાં બેઠેલું હતું. ‘ભલાઈની દુનિયા ક્યાં ભાળી ? ઓહ ! આ શું કહો છો તમે ? મર્મભરી સુંદરી ! આવો ! વિચારોની ભૂતાવળ કરતાં તમારી ભૂતાવળ સહ્ય લાગે છે, પણ પ્રેતની ભાષા આવી ન હોય ! એની ભાષામાં વિકળતા હોય, વ્યંગ નહિ. તમે લંગમાં બોલો છો, સુંદરી !' | ‘સમજવું હોય તો મારી પાછળ ચાલ્યો આવ, તારી નસેનસમાં મર્દાઈનું લોહી વહેતું હોય તો નિર્ભય થઈ મારી નજી કે, પાસે આવ ! ‘તમે કોણ છો ?' ‘તારા જેવા જુવાનોને ખોજ નારી રેતસુંદરી ! ખાલી ખપ્પરવાલી મૈયા ! ડરતો હોય તો આગે કદમ કરતો ના ! મોંએ ઓઢીને બિછાનામાં લેટી જા ! ભગવાન તારું ભલું કરશે અને વાઘનું હૈયું હોય તો ચાલ્યો આવ !' - “આવું ! અહીં મોટા ભાઈની પાસે ક્ષણ માટે પણ થોભી શકું તેમ નથી. કંઈ કંઈ વિચારતરંગો મને વ્યાકુળ બનાવી રહ્યા છે. આ ખંડ પણ મને બહાવરો બનાવી રહ્યો છે. આવું છું ! તમે જે હો તે-પ્રેત, પિશાચ, ડાકણ કે શાકણ ! મારા વ્યગ્ર મનને તમે વધુ સાંત્વન આપી શકશો !' ને કંઈ પણ વિચાર્યા વિના એ બારીએ ગયો. ત્યાંથી એ ઝડપભેર નીચે ઊતરી ગયો. એની અઢાર ગજ લાંબી પાઘડીએ નિસરણીની ગરજ સારી. લગ્નના માંયરામાં જ આશુ વૈધવ્ય પામનારી સ્ત્રીના લલાટમાં જેમ કંકુની આડ શોભે, એમ અંધારી ચૌદશની કૃષ્ણ કાયામાં પાછલી રાતનો ક્ષીણકાય ચંદ્ર શોભતો હતો. જયસિંહ દોડીને પેલી સ્ત્રી પાસે પહોંચ્યો, ત્યારે રાતનો છેલ્લો પ્રહર ચાલુ થયો હતો. થોડું ચાલીને નાનકડા રેતના ટીલા નીચે આવીને એ સુંદરી ઊભી રહી. ટીલા પર જીર્ણ ચંપાનું વૃક્ષ સૂકી ડાળો પ્રસારીને ખડું હતું. ઉપર એક ગીધ, માનવભાષા સાંભળી સ્વભાષાનો મોહ છાંડીને ચૂપચાપ બેઠું હતું ! પેલી સુંદરી ભૂત, પ્રેત કે પિશાચના વર્ગની નથી, એનો ખ્યાલ જયસિંહને તરત આવી ગયો, છતાં ભૂત ભલે ન હો, ભેદી જરૂર હતી : એ પણ એના લક્ષમાં આવી ગયું. એ સુંદર જાજરમાન સ્ત્રીનો આખો દેહ ભસ્મથી છવાયેલો હતો છતાં એની ઊંચી દેહયષ્ટિ, ભરાવદાર ખુલ્લી ભુજાઓ ને વિશાળ મસ્તક દ્રષ્ટાના મનને કોઈ ભવ્ય ભૂતકાળમાં ખેંચી જતાં હતાં. માનીતો પ્રીતમ ન મળતાં વૈરાગ્યના માર્ગે વળેલી કો રાજયોગિની જેવી એ દેખાતી હતી. એના કપાળ પર ૨ક્તના જેવા લાલ કંકુની મોટી આડ હતી. એના હાથમાં અજાણ્યા વૃક્ષની ડાળીનો એક વાંકોચૂકો દંડ હતો. ઘુવડનું એક નાનું બચ્ચું માંજરી આંખો મટમટાવતું એની આસપાસ ઊડતું હતું. કોઈ વાર ખભે બેસી ટહુકતું હતું. સ્ત્રીની જાત, વગડાની વાટ, અંધારી રાત, છતાં એના મુખ પર યોગિનીને શોભે તેવું નિર્ભયતાનું તેજ હતું. એ મંદમંદ હસી રહી હતી, એની દેતપંક્તિ સુરેખ હતી, પણ એની વય હજી જયસિંહ નક્કી કરી શક્યો નહોતો. ક્યારેક એ નવોઢા 22 D બૂરો દેવળ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98