Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 97
________________ | ‘જયસિંહ ! આપ જાણે પાપ, ને મા જાણે બાપ. પણ આશ્ચર્યની વાત તો એ છે, કે મારી મા પણ મારા બાપને નિશ્ચિત રીતે જાણતી નહોતી ! પણ જ્યારે હું પૂછું ત્યારે એ કહેતી કે બેટી ! તારું ખમીર રાજવંશી છે, મરાઠા, મોગલ ને ૨જપૂત બુંદની તું છે ! ‘તારી માનું નામ ?” મારી માનું નામ અશોકનયના ! એ કાશ્મીરની હતી. એક કાળ એવો હતો કે દરેક બાદશાહ, અમીર કે ઉમરાવ પોતાની પાસે કારમીરી પત્ની કે રખાત રાખવામાં ગૌરવ સમજતો. આ માટે લૂંટારાના ટોળા જેવા સોદાગરો કાશમીરમાં ઘૂમ્યા કરતા. લાગ મળતાં સુંદર બાળાઓનાં હરણ કરતા : ને પછી એ કન્યાઓને રાજરજવાડા ને અમીરોમાં ભારે દામે વેચતા ! મારી મા પણ આ રીતે રાજપુરુષોના ખાનગી વિલાસને પોષનારી ટોળીના હાથમાં પડી, ને વેચાઈ. બનારસના એક વયોવૃદ્ધ અમીરની એ રખાતી હતી. મારી મા વિષકન્યા નહોતી, પણ નરને ખાનારી નરસંહારિણી રંભા હતી. ન જાણે એણે કેટલાય નરને એ રીતે ખાધા હશે !' ‘તારું નામ !' સાંભળ્યા પહેલાં તારાથી ભયભીત બનીને ચાલ્યો જાઉં તો મને તેત્રીસ કોટિ દેવની આણ. પણ કથા તો લાંબી હશે, ને મારી જિજ્ઞાસા અતિ તીવ્ર બની છે. તારા વિશે મારે થોડું જાણી લેવું છે.” | સારું. પૂછી લે ! તું જે પૂછીશ, તેનો સાચો જવાબ આપીશ. નાચવા લાગ્યા પછી ઘૂંઘટ કેવો ?' ‘તું એટલી ચતુરા ને મનોજ્ઞા છે, કે તારી સાથે એક દલીલ કરવા જતાં, તું બીજી અનેક દલીલોનો જવાબ આપી દે છે. સારું, ધારું છું કે તું ઈશ્વરમાં માને છે ?' - ‘ધારું છું એમ નહિ, માનું છું એમ કહે. ઈશ્વર જેવી શક્તિનો અમને આધાર ન હોત તો, ન જાણે અમારું શું થાત ! ફક્ત ઈશ્વર જ જાણે છે કે અમને પૂતના રાક્ષસી બનાવનાર ક્યા કંસ રાજવીઓ છે, ને અમારા દેહથી જે પાપ થયાં, એમાં અમે કેટલાં નિર્દોષ છીએ ! ‘આ ફસે ભાઈ, આ ફસે ” જેવું છે. પાપમાં અમારો સ્વાર્થ નથી. પાપ એ કર્મમાં પ્રગટે, જેમાં સ્વાર્થ હોય. કોઈની સ્વાર્થની વેદી પર અમારાં હંમેશાં બલિ અપાયાં છે. જયસિંહ ! સદ્દભાગી છું કે એ કથા પણ તને કહી શકી છું, બાકી મારી બીજી બહેનોને તો જીવનભર મોં પર તાળાં રહ્યાં છે ! દર્દ ખરું, દર્દની આહ નહિ !' ‘અજબ સુંદરી છે તું ? થોડું પૂછું છું, ઝાઝો જવાબ વાળે છે, વારુ, કહે, કે જે કહીશ, તે ઈશ્વરસાણીએ કહીશ.' | ‘જયસિંહ ! જન્મ ધરીને જો સાચું હસી હોઉં, સાચું ૨ડી હોઉં, સાચું બોલી હોઉં તો તારી સામે ! તારી સામે મેં મારાં મન, ચિત્ત ને દેહ ખુલ્લાં મૂકી દીધાં છે. માટે નિશ્ચિત મને પૂછે ! જે કહ્યું છે એ ઈશ્વર સાક્ષીએ જ કહ્યું છે, ને હવે પણ જે કહીશ તે ઈશ્વરસાણીએ જ કહીશ.' ‘ફરીથી પૂછું છું, તું ઈશ્વરમાં માને છે ?' ‘હા !' ‘તારા જેવી ઘોર હત્યારી ઈશ્વરમાં માને ખરી ?” ‘મને તો એમ લાગે છે, કે અમે જ ઈશ્વરમાં માનીએ છીએ, ને બીજા બધા માનવાનો ઢોંગ કરે છે. દુનિયામાં જે માણસ હરેફરે છે, બોલે ચાલે છે, જપ-તપ કરે છે એ જૂઠા રંગરોગાન લગાડેલો માણસ છે. ખરો માણસ તો પદવી, વિદ્યા, વાઘ, ઘરેણાં, સિંહાસન, સત્તા, વૈભવ-એ બધાની પાછળ છુપાયેલો હોય છે. એ માણસ અમારી સામે ખરા રૂપે પ્રગટ થાય છે. એટલે કહું છું કે ભલભલા ગૌબ્રાહ્મણપ્રતિપાલ રાજાઓ અને વેદવેદાંગના સંન્યાસીઓ અમારા જેટલા ઈશ્વરમાં માનતા હોતા નથી.” સુંદરી ! તારા બાપનું નામ ?* ‘મારું નામ સાંભળીને આશ્ચર્ય ન પામીશ. મારું નામ લાલ કુંવર ! દિલ્હીની એક વખતની સમ્રાજ્ઞી લાલ કુંવર !' ‘તું સમાન્ની ? દિલ્હીની મહારાણી ? લાલકુવર તું ! તું મને ઉલ્લુ તો બનાવતી નથી ને ?” ‘તો ઠાકર લેખાં લેશે ! જયસિંહ ! જાણી લે કે તને કદી કોઈ વાત ખોટી નહિ કહું !” ‘તારી સાચી વાત પણ કલ્પના જેવી લાગે છે !' | ‘જયસિંહ ! સાંભળી લે ! કાન ખોલીને સાંભળી લે. આશ્ચર્યનો આઘાત ન લાગે એ રીતે સાંભળી લે, મયૂરાસન પર બેસનારી હું છું. જેના પર શાહજહાં ને આલમગીરના પાદપદ્મ પડ્યો, એ સિંહાસન પર આ પાદપદ્મ પણ પડ્યા છે ! લાલ કિલ્લાની ‘નહરે એ બહિસ્ત’માં મેં સ્નાન કર્યું છે ! આબે ગુલાબના ફુવારા નીચે હિંદના બાદશાહને મેં કદમબોસી કરાવી છે ! સંગેમરમરના હમામખાનાના કાચ મઢવા કુંડોમાં મારી સાથે સ્નાન કરવા, ભારતનો ચક્રવર્તી મને રોજ નિમંત્રણ આપતો. હું રોજ એ નિમંત્રણ ઠુકરાવી કાઢતી !' ‘લાલકુંવર ! તારી વાતો એટલી અદ્ભુત છે, કે સત્ય હશે છતાં માની શક્તો નથી ! જિંદગીમાં જેણે પરસ્ત્રી સામે જોયું નથી, એ આલમગીરના બેસણા પર તારું બેસણું ?' ‘જી હા !' લાલ કુંવરે લટકો કરતાં કહ્યું. 176 B બૂરો દેવળ હું કોણ છું ? 1 177

Loading...

Page Navigation
1 ... 95 96 97 98