Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 46
________________ 12 દુર્ગાદાસ દુ:ખી નજરે બનાવોનું અવલોકન કરી રહ્યા. હવે રાજ-રાણી કરતાં આમજનતાના બળ પર ક્રાન્તિ કરવાનો તેમણે નિરાધાર કર્યા. ટૂંક સમયમાં એક એવો ચમત્કાર કર્યો. નિરાશ સરદારો આશાની ચિનગારીથી ફરી ગરમ થઈ ગયા. એક રાતે બાળકોની રમત જેવી રમત રમવામાં આવી. પકડાયેલાં પ00 ઊંટોને તૈયાર કર્યા, ને બધાની પીઠ પર સળગતી મશાલો ગોઠવી. આ પછી અકબરની સેનામાં સહુને હાંકી મૂક્યાં ! ઊંટ તો પોતાના જાતિસ્વભાવ મુજબ ભડકીને કૂદાકૂદ કરી રહ્યાં. તંબૂઓ સળગ્યા. મોગલસેના સમજી કે રજપૂતો આવ્યા. બધા નાસવા માંડ્યા. આખી સેના અવ્યવસ્થિત બની કે પાછળથી રાઠોડો ને મેવાડી વીર તૂટી પડ્યા. ખેતરમાં પાકનું લણીલણીને જાણે ખળું કરવા માંડ્યું. મોગલો પરાજિત થયા. અકબર એના દીવાન તહવ્વરખાં સાથે રજપૂતોના હાથમાં કેદ પકડાયો. મેવાડ અમર થયું. મારવાડ સ્વતંત્ર થયું. દિવસો સુધી પ્રજાએ ખુશીનો ઉત્સવ ઊજવ્યો. પણ એ હર્ષમાં બબે ભારતરવિના અસ્તનો શોક સમાયેલો હતો. અનાથે જોધપુર સનાથે થયું, પણ એ એનાથતા શરદઋતુનાં વાદળો જેવી ચંચળ હતી, તે સહુ જાણતા હતા. આજની ઘડી રળિયામણી કરી સહુ હર્ષ મનાવી રહ્યાં. રાણા રાજસિંહ, રાજિયો ઢોલી, ચતરો ગહલોત, રાવ જસવંત, અનારાદેવી અને રાવ દુર્ગાનાં ગીત ગલીએ ગલીએ ગાજી રહ્યાં. શઠં પ્રતિ શાક્યમ્ ધોધમાર વર્ષ પછી, વાદળોનું કલેજું ચીરીને બહાર આવેલા સૂર્યનાં સોનેરી કિરણો માણસને આહ્વાદ આપે છે. માથે છત્ર રાખીને ફરતો, ઘરનાં દ્વાર બંધ રાખીને બેઠેલો જનસમુદાય સર્વ રીતે મુક્ત થઈ સોનેરી તડકીનો આસ્વાદ લેવા બહાર નીકળી પડે છે ! ઘડીભર ગઈકાલની પ્રચંડ હેલીને ઘટાટોપ એ ભૂલી જાય છે ! ભાવિની ખેવના એ કરતો નથી, માત્ર વર્તમાનનો આનંદ માણે છે ! આ પ્રસંગે ભાવિની ચિંતા કરનારા ને ભૂતને સંભારનારા દીર્ઘસૂત્રી ઠરી, ઉપહાસને પાત્ર બને છે ! રજપૂત વીરો વિશે એવું બન્યું. લાંબી જેહાદ પછી મેળવેલા વિજયના ઉત્સવરંગને એ આનંદથી ઊજવી રહ્યા. દીર્ઘસૂત્રી થવું એમને પસંદ નહોતું ! કાલની વાત કાલે. એ તો જેવા લાગશે તેવા દેવાશે. કહ્યું છે, ને યવનનકે મુખ સહસ નહિ ! એને પણ બે હાથ છે, આપણને પણ બે હાથ છે, જેવા પડશે એવા દઈશું. પણ રાણો જયસિંહ ને રાવ દુર્ગાદાસ જાણતા હતા, કે સિપાહીના આનંદમાં ને સેનાપતિના આનંદમાં ફેર છે, જેમ જવાબદારીમાં ફેર છે તેમ. એ ભલે દીર્ઘસૂત્રી ન બને, પણ દીર્ઘદૃષ્ટિ જરૂર રહે. સ્વચ્છ દેખાતા આકાશમાં કયો ખૂણો કાળાં વાદળોથી શ્યામ બનવા લાગ્યો છે, ને ઝળહળતા સૂર્ય પર ચઢાઈ કરી, હવાના એક આંધી કે વંટોળમાં પરિસ્થિતિ પલટી શકાય તેમ છે, એની પૂરી તકેદારી સેનાપતિએ રાખવી ઘટે. આજે ઔરંગઝેબ જેવું મહાન વિપત્તિ-વાદળ હટી ગયું હતું, એની ગર્જના પણ ક્યાંય દૃષ્ટિગોચર થતી નહોતી, પણ ઉલ્કાનો એ મહાન અવતાર કઈ પળે ગર્જનાનાં નગારાં ને વીજળીના ઉત્પાત લઈને આવી પહોંચશે, તે કહેવાય તેમ નહોતું ! જાગરૂકતા એ આજનો જીવનસંદેશ હતો. આલમગીર બાદશાહ ઇરાદામાં 74 D બૂરો દેવળ

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98