Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 90
________________ રાંડ એ જ લાગની છે. જીભ તો જુઓ સેવા વૈતની છે !' ઘોડાંની લગામ ખેંચાઈ. ઘોડાઓ રાજતંબૂ તરફ વળે, બરાબર એ ટાણે હવામાં સરસર કરતું એક તીર આવ્યું. આવીને બરાબર સામે ચંપાના ઝાડમાં ખૂંપી ગયું. એ તીરને છેડે નાની ધજા હતી. રાજસેવકો તરત પિછાની ગયા કે રાવ દુર્ગાદાસનું એ તીર છે. એ આટલામાં જ છે; ને આ તીર આગળ આવીને પડ્યું એટલે એ ફરમાવે છે, કે જે હોય એણે જ્યાં હોય ત્યાં થોભી જવું ! રાજસેવકોથી આગળ એક ડગલું ભરાય તેમ નહોતું. વળી જુએ ત્યાં તો આડભેટે રસ્તો કાપતો દુર્ગાદાસનો ઊંચો ઘોડો દેખાયો. સતની ધજા જેવો એમનો ઊભો ભાલો સૂર્યના પ્રકાશમાં તબક્યો. બે ક્ષણમાં તો એ સામે આવી ઊભા રહ્યા, એમની પાછળ એમનું સાથીમંડળ હતું. આવી રીતે એકાએક યમરાજ આવીને ઊભા રહ્યા હોત, તોય સેવકો ડર્યા ન હોત. કારણ કે યમથી પણ એક વાર છોડાવે તેવા વૈદરાજ એમની પાસે હતા, પણ દુર્ગાદાસરૂપી યમરાજ થી છોડાવનાર વૈદ અત્યારે મારવાડભરમાં કોઈ નહોતો. આ કન્યા કોની છે ? તમે કેમ લઈ જાઓ છો ?” રાજસેવ કો વિગત કહે એ પહેલાં, બીજા ઘોડા પર બેઠેલાં સ્ત્રી-પુરુષ નીચે કૂદી પડ્યાં : ‘હાય, હાય, આજ મારી લાલી !' પેલી કન્યાં, જેનું નામ લાલી હતું, તે પણ છૂટીને માને જઈને ભેટી પડી, રોતી રોતી બોલી : ‘મા ! તારી લાલી કાળી થઈ ગઈ. અફીણ દઈ દે, મા !' ‘મારી ટાબરી ' બાપ દોડીને પાછળથી દીકરીને વળગી પડ્યો. એણે ખીસામાંથી કંઈક કાઢીને દીકરીના મોંમાં મૂકી દીધું. રાવ દુર્ગાદાસ બે ઘડી મા-દીકરીના મિલનનું કરુણ દૃશ્ય જોઈ રહ્યા. દેખાવ હૃદયભેદક હતો, અડધી વાતની ખબર પોતાની પાસે ફરિયાદ કરવા આવેલાં, ને તેમને સાથે ઘોડા પર લઈને અજિત પાસે લઈ જતાં સ્ત્રી-પુરુષથી પડી ગઈ હતી. અડધી ખબર અહીં પડી ગઈ ! આખી વાતનો તાળો મળી ગયો, ને દુર્ગાદાસનું રૂંવેરૂંવું ક્રોધથી ખડું થઈ ગયું. ‘તમારો મહેમાન કોણ થયું હતું, આમાંથી ?” દુર્ગાદાસે પ્રશ્ન કર્યો. 162 બૂરો દેવળ પેલો મૂછોના થોભિયાવાળો.' સ્ત્રીએ વડા રાજસેવક તરફ આંગળી ચીંધી. ‘હાય રે ! મોગલોથી જુ દા ઓળખાવા રાઠોડોએ દાઢી બોડાવી નાખી. હવે આ વીરોના કારણે મૂછો પણ મૂંડાવવી પડશે. મૂછાળા વીર ! આમ આવો ! તમારી મર્દાનગીની કદર આજ દુર્ગાદાસ કરશે.” રાજસેવકો ધ્રુજતા ધૃજતા, બે હાથ જોડીને માફી માગતા આગળ આવ્યા : ‘હજૂર ! અમે તો ચિઠ્ઠીના ચાકર. મહારાજ અજિતસિંહના હુકમથી...” મહારાજ તો બાળક છે અને કદાચ એણે તમારી બહેન-દીકરી માગી હોત તો... તમે હુકમનું પાલન કરત ?” દુર્ગાદાસે મર્મનો પ્રશ્ન પૂછવો. દુર્ગાદાસની સામે નજર માંડવી શક્ય નહોતી, જાણે યજ્ઞની જીવંત જ્વાલા ભભૂકી ઊઠી હતી. એમના પ્રશ્નનો જવાબ તો શું અપાય ? અને હવે ન જાણે દુર્ગાદાસ શું સજા કરશે ? આતતાયીઓ માટેનો એમનો ક્રોધ પંકાતો હતો. દુર્ગાદાસે પોતાનો ભાલો ઉઠાવ્યો, હાથમાં તોળ્યો. વીંધી નાખે એટલી વાર હતી. પણ ત્યાં વળી કંઈ વિચાર આવતો હોય તેમ ભાલો નીચો નમાવી એ બોલ્યા : મારવાડના શત્રુને હણનારો ભાલો-મારવાડના દુશ્મન છતાં મારવાડના પુત્રતમોને હણતાં વાર ન જ કરે, પણ ના, ના, મારે દુનિયાને બતાવવું છે કે ત્રીસ વર્ષનું યુદ્ધ માત્ર અસતને સત કરવા માટે નહોતું. સંતની પૂજા માટે હતું. સૈનિકો ! દેવતા ચેતાવો. કોઈ ઘોડાનો તાજો નાળ કાઢો અને તપાવીને આ સહુ સેવકોના કપાળમાં ચાંપો. એ જ્યાં જ્યાં જશે, ત્યાં ત્યાં દુર્ગાદાસના સતની ધજાની પિછાન થશે.’ તરત દેવતા ચેતાવાયો. એક ઘોડાના પગેથી નાળ ખેંચી કાઢવામાં આવી, ને એને ગરમ કરવા મૂકી : ને પછી સહુ રાજ સેવકોને પંક્તિમાં લાવીને ખડા ક્ય. દરેકના હાથ રસ્સીથી બાંધી લેવામાં આવ્યા. ઘડી પહેલાં જેમના ચહેરા મગરૂરીથી તગતગતા હતા, એ ચહેરા પર અત્યારે ગરીબ ગાયની દીનતા હતી. સમય બલવાન છે, માણસ નહિ ! ‘હાં. લોઢું ગરમ થયું હોય તો કામ શરૂ કર ! દીકરી લાલી ! આમ જો !” ‘મહારાજ ! લાલી ક્ષણ બે ક્ષણની મહેમાન છે !' એના બાપે બે હાથ જોડીને કહ્યું. લાલી માતાના ખોળામાં બે હાથે મોં ઢાંકીને પડી હતી. “કેમ ?” દુર્ગાદાસે આશ્ચર્ય સાથે પૂછવું. ‘એના દેહમાં અફીણની અસર વ્યાપી ગઈ છે.’ ‘એને અફીણ કોણે આપ્યું ?” રાવ દુર્ગાદાસનો ચહેરો વળી લાલબુંદ બની ગયો. તપે સો રાજા 163

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98