Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 54
________________ મેવાડના રાણો મોટી બાથ ભરતો હતો. એનો ય કરુણ અંત આવ્યો ! પણ વાહ રે કિસ્મત ! જ્યારે બહારની આગ આપોઆપ બુઝાઈ જવા આવી, ત્યારે ઘરમાં આગ લાગી ! જે આગમાં વર્ષો સુધી પોતે શેકાયો હતો, એ આગનાં ફરી પગરણ શરૂ થયાં હતાં. ગમે તે ભોગે એ મિટાવવા ઘટે. ભારે પગલે બાદશાહ નમાજ પઢવા ચાલ્યો ગયો ! 14 પૂત કપૂત ને પૂત સપૂત અજમેરની બાદશાહી છાવણીમાં ચોકીદારો સિવાય કોઈ જાગતું નહોતું. આનાસાગરનાં જળ પણ જંપી ગયાં હતાં. માત્ર એક જ વ્યક્તિ અજંપો ભોગવી રહી હતી, ને એ વ્યક્તિ હતી બાદશાહ ઔરંગઝેબ ! ભલા, જેને માથે ભારતની સમસ્ત સલ્તનતનો ભાર હોય, જેને આવડી મોટી બાદશાહી ને આટલા મોટા વિરોધીઓને વશ રાખવા પદ પદ પર છલપ્રપંચનો આશરો લેવો પડતો હોય, જેણે ભોંમાંથી ભાલાં ઊભાં કરે એમ પોતાના વર્તનથી ઠેર ઠેર દુમનો ખડા કર્યા હોય, એને નિરાંતની નીંદ કેવી ! શાહી તંબુની જરી ગૂંથેલી લોહબારીમાંથી દૂર દૂર સુધી આકાશ દેખાતું હતું. આલમગીર કાળા આભના અતલ ઊંડાણમાં નજર ઠેરવી રહ્યો હતો. ઉદેપુરી બેગમ હમણાં જ ગઈ હતી. બાદશાહ એટલો વ્યગ્ર હતો કે એને માટે એકલા રહેવું જરૂરી બન્યું હતું. વળી એનો અવિશ્વાસી આત્મા આ પ્રસંગે કોઈની પણ હાજરી ઇચ્છનીય ન લખતો. એ જ એક અને બીજો એનો અલ્લાહ ! આવા એકાંતમાંથી જ આલમગીર અપૂર્વ ગુંચ ઉકેલી શક્યો હતો. કાળા આભમાં માત્ર સિતારાઓ ટમટમતા હતા. બાદશાહ એના તરફ નજર નાખી મનોમન બોલ્યો : ‘કપૂત સપૂત, સપૂત કપૂત !” અને આ સાથે મારવાડ-મેવાડનો લોકક્રાન્તિનો ઝંડાધારી દુર્ગાદાસ દેખાયો ! આકાશના વિશાળ ફલકને ભરી દેતો જાણે એ કહેતો હતો : આજ મારવાડમાં રાજા નથી, પરવા નથી. રાણા રાજસિંહ જેવો મદદગાર નથી, ચિંતા નથી : પોતાના જ સ્વજન સમા રાઠોડો સામા પડ્યા છે, એની ખેવના નથી. દુર્ગાદાસ છે તો મારવાડ છે-મારવાડનો અણનમ જુસ્સો છે ! 90 D બૂરો દેવળ

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98