Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 39
________________ અરે ! રાજા તો બચ્ચા થા. સાથે એની મા પણ હશે ને ! કોઈ ઓરતને મેં અહીંથી જતાં પણ જોઈ નથી !' નાયકે કહ્યું. આ તો રજપૂત ઓરત ! મરદ કરતાં ભૂંડી, ભાઈ મિયાં ! પુરુષના વેશ લઈ, તમારી આંખમાં ધૂળ નાખી ચાલી ગઈ.' મોગલોની ચાકરીમાં રહેલા એક રજપૂત સિપાઈએ કહ્યું. એનામાં આપોઆપ રજપૂતી ગૌરવ પ્રગટ થઈ ગયું હતું. “ઠીક વાત છે. નાગ કરતાં નાગિન ભયંકર હોય છે.' બીજા સિપાઈએ કહ્યું. ‘તમારી ડાહી ડાહી વાતો બંધ કરો. જાઓ, જલદી ઘોડેસવાર થઈ દુમનનો પીછો પકડો. હું આલમગીર બાદશાહને નિવેદન કરી આવી પહોંચું છું. બડાકાફર હૈ દરગાહદાસ !” થોડી વારમાં તો દિલ્હી આખું ખળભળી ઊઠ્યું. અરબી, ઘોડાઓ પૂરપાટ દોડી રહ્યા. બાદશાહી આદેશ સર્વત્ર પ્રસરી ગયો; જીવતા યા મરેલા એ રાઠોડોને, એના રાજાને, એની રાણીને દિલ્હીના દુર્ગમાં હાજર કરો ! એમને માટે હવે આશરો છે, કાં દિલ્હીના દુર્ગનો, કાં કોઈ પણ દરગાહનો ! જય બાબા મદારશાહની !' એમ બોલી મદારીના સ્વાંગમાં મુકુંદદાસ નીકળ્યા, ને દિલ્હીની શેરીઓ વીંધી રહ્યા. એ વખતે જ મોગલ સિપાઈઓ બાળરાજાને પનાહમાં લઈ જવા આવી પહોંચ્યા. ‘દરગાહદાસ કીધર હૈ ' મોગલ સિપાઈના વડાએ દુર્ગાદાસના નામનું અરબીકરણ કરતાં કહ્યું. | ‘ડેલીએ બેસો. દુર્ગાદાસ અંદર મહારાણી પાસે બેઠા છે. દરબારમાં આવવા માટે પાલખીની જ રાહ જુએ છે.' ‘અમારી સાથે પાલખી લાવ્યા જ છીએ ! હજૂર હુકમ છે.” એક નહિ ચાલે, મિયાંસાહેબ, બીજી ચાર જોઈશે. દરગાહદાસ પણ પોતાનાં બીબીબચ્ચાં સાથે આવવાના છે !' | ‘અચ્છા ' સિપાઈના નાયકે દરબારમાં બીજી પાલખીઓ માટે ખબર આપી અને દરવાજે બેઠા. એમને આ ચાલાક રજપૂતો પર ચાંપતી નજર રાખવી એવો સર કારી હુકમ મળ્યો હતો. દરવાજામાંથી થોડી થોડી વારે એકાદ બે જણ બહાર આવતા ને બેચાર જણ અંદર જતા, બે જણા બહાર જતા, એમાંથી એક પાછો આવતો એક કેમ ન આવ્યો એની પૃચ્છાની જરૂર નહોતી. વારંવાર નાયક પૂછતો. ‘ક્યાં જાઓ છો, જનાબ ?' જનાર કહેતો : ‘રાજાસાહેબ માટે પાન લેવા !' બીજો નીકળતો, એ વળી અત્તર લેવા જવાની વાત કરતો, કોઈ વળી ફૂલ લેવા જવાની વાત કરતો. નાયક આ જા--આવથી કંટાળી ગયો. એક વાર એને આ જા-આવ બંધ કરવાની ઇચ્છા થઈ આવી, પણ આ રજપૂતોના ચહેરા એવા કરડા હતા, કે એ નિરર્થક ઝઘડામાં ઊતરવા માગતો નહોતો. વળી હજી પાલખીઓ આવી નહોતી, એટલે કંઈ ઉતાવળ થઈ શકે તેમ પણ નહોતું. થોડી વારે પાલખીઓ આવી. નાયકે ખબર આપવા ને જલદી નીકળવા બેચાર બૂમો પાડી. ચાર પાંચ બૂમો પાડી છતાં અંદરથી કોઈનો અવાજ ન આવ્યો એટલે એ બબડતો બબડતો અંદર દાખલ થયો. પણ આખો મહાલય સાવ શૂન્ય હતો. નાયક મૂંઝવણમાં પડી ગયો. પાંજરાનાં તમામ પંખી ઊડી ગયાં હતાં. એણે આસમાન સામે જોયું, પણ ઊડતાં પંખીમાં કયું રાઠોડ પંખી એ ન સમજાયું ! એને પોતાની ગફલત તરત સમજાઈ. પોતાના હાથે ભયંકર ગુનો થઈ ગયો હતો. સામે આલમગીર જેવો કડક બાદશાહ હતો. આ ગુનાની સજા એનાં રૂંવાડાંને કંપાવી રહી ! 0 બૂરો દેવળ દુર્ગ કે દરગાહ D 61

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98