________________
ખોળવી મુશ્કેલ થાત ! કાં તો મોગલીઆ રાજ હોત અને મોગલી પાટ હોત, મંદિરને ઠેકાણે મસ્જિદ હોત, જનોઈને ઠેકાણે સુન્નત હોત !
વખાણ કોનાં કરીએ ! મરુભીમનાં કે મારુ જુવાનોનાં ? જે મરૂભૂમિએ ભગવાન રામચંદ્રના અમોઘ બાણને સામી છાતીનો પડકાર આપી, છેલ્લો વિસામો આપ્યો : જેને હરભમજી સાંકલા જેવા સિદ્ધ જોગીએ પોતાના ચરણારવિંદથી પવિત્ર કરી : જે જોધપુરીઆ ગઢના પાયામાં રાજિયા જેવા નરબંકાએ લોહીમાંસનાં ચણતર ચણ્યાં : જે સૂકી ધરતીમાં ચતરા ગહલોત જેવા માળીએ લોહીનો પરસેવો પાડી અનારની વાડીઓ રચી, જેની સ્વાધીનતા માટે જસવન્તસિંહ જેવા રાજાએ પોતાનો દેહ આપ્યો મોગલશાહને, દિલ આપ્યું હિંદુપદ પાદશાહીને, અને એ પ્રમાણે સદાકાળ ઝૂઝયો ને જ્યાં રઘુનાથદાસ ભાટી જેવાએ જાતભાઈઓને બચાવવા આલમગીરનું કારાગૃહ પસંદ કર્યું ને જીવતું મોત માણ્યું જેના અનુપસિંહ જેવા કલૈયા કુંવરો અઢાર વર્ષની ઊગતી જુવાનીમાં મહાન પહેલવાનો સાથે લડતાં મરાયા, આવી આવી વીર, ત્યાગ ને ટેકીપણાની કથાઓ હરએક રાઠોડના ઘરમાં ગુંજતી હતી : ને એ સહુના પર વીર દુર્ગાદાસે સતની ધજા ચઢાવી, બેઆબરૂ બનેલા રાજકારણી દેવમંદિરની પુન:પ્રતિષ્ઠા કરી : એ દુર્ગાદાસને, મારુ દેશના પ્રાણને પોતાના વતનમાંથી જ ધક્કો !
રે ! પ્રાણ વિનાનું ખોળિયું ટકશે શી રીતે ?
આવતી કાલની ચિંતા કરે એ અજિતસિંહ નહિ, કોઈ બીજા ! આજના સિંહસેનાપતિનો નિર્ણય હતો કે દુર્ગાદાસે મારવાડ છોડી દેવી ! લાજનાં લૂગડાંભેર છોડી દેવી ! કારણ અનેક હતાં, કહેવામાં સાર નહોતો. ચર્ચામાં ઊતરવા જતાં લાખનાં માણસ ત્રણ ટકાનાં થતાં હતાં.
ના, ના, તોય કંઈ વાંકગુનો ? સંસારમાં જેને વઢવું જ હોય એને વાંકગુનાનો પાર શો !
કહે છે, કે પોકરણ ગામમાં જ્યારે બધા સરદારો સલામીએ આવ્યા, ત્યારે સહુ સરદારોના ભેગો રાવ દુર્ગાદાસે તંબુ ન નાખ્યો. અલગ તંબૂ તાણ્યો. આમ કરવાનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે,
તો હવે વૃદ્ધ થયો. બધા ભેગો તંબૂ હું તો હવે તાણી રહ્યો, મારા દીકરાઓ સહુ ભેગો તંબૂ નાખશે.”
રાજની આજ્ઞાનું આ સ્પષ્ટ અપમાન નહિ તો શું ? રાજ કાજમાં સગા દીકરાનો પણ શિસ્તભંગ ચલાવી ન લેવાય ! નહિ તો રાજ કેમ ચાલે ? અંદબ કાયદા કોનું નામ 'રાય કે રંક, કાયદા સહુએ પાળવા ઘટે ? બક્ષિસ લાખની, હિસાબ કોડીનો, છતાં મહારાજા અજિતસિંહ એ વખતે કડવો ઘૂંટડો ગળી ગયા. મોટું મન
14 D બૂરો દેવળ
તે આનું નામ !
વળી તે વખતની વાત જુદી હતી. અપમાન ગળવાની ઘડી હતી, પણ મહારાજા અજિતસિંહ આજ સામાન્ય માણસ નથી. ઠેઠ દિલ્હી દરબારમાંથી “મહારાજાનો ખિતાબ એમને આવ્યો છે. જોધપુરને સર્વતંત્ર સ્વતંત્ર રાજ તરીકે મોગલ બાદશાહે સ્વીકાર્યું છે. ચિતોડના રાણાની ભત્રીજીનાં લગ્ન એમની સાથે થયાં છે. મારવાડમેવાડ લોહીના સંબંધ બંધાયાં છે ! આજની વાત અનેરી છે. મહારાજ જૂનો હિસાબ આજ ચોખ્ખો કરી રહ્યા છે.
ગુનેગારી રાવ દુર્ગાદાસને માથે મઢાઈ રહી છે. રાજકારણના બૂરા દેવળમાં ગુનેગાર તરીકે રાવ દુર્ગાદાસને ખડા કરવાની પેરવી ચાલી રહી છે !
રાઠોડ સરદારોએ દુર્ગાદાસ જેવાનો એક ગુનો માફ કરવા વિનંતી કરી. તો મહારાજાએ બીજો જૂનો ઘા ઉખેળ્યો, ‘મોગલ શાહજાદા અકબરશાહનાં પુત્ર-પુત્રીને પોતાની રજા વગર બાદશાહને પરત કર્યા, બાદશાહી મહેરબાની ને શાહીઇનામ મેળવવા જ ને ! મને પૂછવું પણ નહિ !'
વાંધો તો રાંડીરાંડ કાઢે એવો હતો ! ગાય પોતાનું દૂધ પી ગઈ એ આ આક્ષેપ હતો. પણ વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે : માટે તું બીજાનું મોં ગંધાય છે, એમ કહે છે !
રાજના હિતસ્વી મારુ સરદારોએ મહારાજાને સમજાવ્યું કે એ વખતે બધો ભાર એમના માથે હતો. એ ધારત તો થોડોક લાભ શું આખી મરભૂમિના સ્વામી બની શકત, શાહી મહેરબાનીનાં વાદળ જ્યારે ઇચ્છતા ત્યારે પોતાનાં ચરણો પાસે વરસાવી શકત. એમણે મારવાડને અને પોતાની જાતને જુદી જુદી લેખી નથી. આ ગુનો ગુનો નથી !
મહારાજા અજિતસિંહે આ વખતે પોકાર કરી કહ્યું : “મને દુર્ગાદાસનું મોં જોવું ગમતું નથી ! એમનું મોં જોઉં છું ત્યારે મને મારું દુ:ખી બાળપણ સાંભરે છે !'
સરદારોએ આ વાત પણ ન માની. તેઓએ કહ્યું કે દુર્ગાદાસ મભૂમિના મા અને બાપ બને છે, માની જેમ મભૂમિની રક્ષા કરી છે, બાપની જેમ એનું પાલનપોષણ કર્યું છે. એણે કદી પોતાનો સ્વાર્થ જોયો નથી. અને જોયો હોય તો પણ ગુનો થતો નથી, ગુનેગાર કે બિનગુનેગારની વ્યાખ્યાથી એ પર છે, મારવાડની એણે એવી સેવા કરી છે, આપની એણે એવી પરવરીશ (પાલન-પોષણ) કરી છે, કે એને માટે આપણી ચામડીના જોડા સિવડાવીએ તોય ઓછા છે !'
મહારાજાએ કહ્યું : ‘તમે જૂના માણસો નાની વાતને મોટી કરનારા છો. દુર્ગાદાસ રાજના નોકર હતા. એમણે જે કર્યું એ નોકર તરીકેનું કર્તવ્ય હતું ! પણ આ ફરિયાદ તો મને અબૂધ સમજી નોકર શેઠ થઈને બેઠો, તેની છે.'
સતની ધજા | 145