Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 53
________________ કોઈ વાર બોલાવીશ, બાકી આલમગીર તો એક ખુદામાં માને છે ! ખુદાની મહેરબાની એ મોટામાં મોટી કરામત ! અચ્છા, તો નવો શહેનશાહ કૂચ પણ કરી ચૂક્યો છે ?’ ‘હાં, જહાંપનાહ ! હું નીકળ્યો ત્યારે નાચ-ગાનના જલસા હતા. હવે નીકળ્યા જ હશે.' ‘નાચગાન ! વારુ !’ આલમગીર બાદશાહ બે પળ વિચારમાં પડી ગયો. તરત તેણે કાંસાની ઘંટા પર ત્રણ ઘા કર્યા. એક વામનજી કુરનીશ બજાવતો આવી ખડો થયો. ‘આ બ્રાહ્મણને અલગ ઉતારો આપો. લઈ જઈ શકે એટલું સોનું-ચાંદી, એને જવાની રજા મળે ત્યારે આપો. જાય ત્યારે રક્ષણનો બંદોબસ્ત આપો ! વારુ સેનાપતિ ઈનાયતખાંને જલદી હાજર થવાનું કહો !' વામનજી અને બ્રાહ્મણદેવ ચાલ્યા ગયા. બાદશાહ એ ખંડમાં આંટા મારવા લાગ્યો. વનખંડમાં એકાકી કેસરી આંટા મારે એવી એની અદા હતી. વિચારનાં શિખરો પર ચડતો હોય, પડતો હોય, વળી ચડતો હોય, એવી એની મુખમુદ્રા હતી, મૂછનો વાળ એના દાંત વચ્ચે કચરાઈ રહ્યો હતો. થોડી વારે સેનાપતિ ઈનાયતખાં હાજર થયો. એ કુરનીશ બજાવવા વાંકો વળે, એ પહેલાં બાદશાહે કહ્યું : જૂઠા અદબ કાયદા હવે મને ગમતા નથી, ખાંસાહેબ ! મોંમાં ખુદાનું નામ ને આસ્તીનમાં સાંપ ! ખુશીના સમાચાર આપું તમને, ‘ખાંસાહેબ ! તમારા જમાઈ તહવ્વરખાં નવા શહેનશાહ આલમના દીવાને આઝમ બન્યા !' આલમગીરે કરડાકીમાં કહ્યું. ‘નવા શહેનશાહ ? હજૂર ! એ આપે શું કહ્યું ? નવા ને જૂના જે ગણો તે શહેનશાહ એક જ છે, ને તે ખુદ આપો છો.' ‘ભૂલો છો. આજ તો શહેનશાહ બે છે !' ‘એ વાત ‘સુરજ બે છે,' એમ કોઈ કહે તેના જેવી છે, હજૂર ?’ ‘તે સાંભળો ખાંસાહેબ ! શાહજાદા અકબરને રાઠોડ ને સિસોદીઆએ હિંદનો શહેનશાહ બનાવ્યો છે ! આલમગીર એમને આંખના કણા જેવો બન્યો છે. દરબારે અકબરીના એમને ઓરતા જાગ્યા છે. શાહજાદાએ શહેનશાહ બનવાની સાથે હિંદુઓને ખુશ કરવા જિયા પણ રદ કર્યો છે.' ‘હજૂર ! હિંદુઓની જાત તો ભારે બેવકૂફ છે ! નહિ તો એક ખુદાને બદલે સો ખુદાને સ્વીકારે ખરા !' બેવકૂફ એ નથી ! બાહોશ લોકોએ આપણને બેવકૂફ બનાવવાનો આ 88 D બૂરો દેવળ કીમિયો કર્યો છે. કાંટાથી કાઢવાની રાજકારણી કરામત રચી છે. ઘર ફૂટે ઘર જાય, એ રજપૂતો પર સદાકાળ અજમાવાતો પ્રયોગ, આજ આપણા પર અજમાવાય છે. આપણા ટાંટિયા આપણા ગળામાં પહેરાવ્યા : અને એ પણ ઠીક, અકબરને તો હું માફ કરી શકું. છોરું કછોરુ થાય. એણે ઉતાવળ કરી એટલું જ, નહિ તો બાદશાહનો દીકરો આજ નહિ તો કાલ બાદશાહ બનવાનો જ હતો, પણ તમારા જમાઈ તહવ્વરખાં એમાં ભાગ લઈ તખ્તના બાગી બન્યા છે !' આલમગીરે જે નિશાન વીંધવાનું હતું, તેની શરૂઆત કરી. ‘હજૂર ! ગુનો માફ ! મને મળશે, એટલે, હું તહવ્વરખાંને સમજાવીશ.' ‘ક્યારે મળશો ? એ તો મોટું લશ્કર લઈ આપણા પર ચઢી આવે છે ! ખાંસાહેબ, તમારા જમાઈને તરત સમજાવો, નહિ તો એમની બીબીઓને બેઆબરુ કરવાનો, ને બાળકોને શિકારી કૂતરાઓના ખોરાક બનાવવાનો હુકમ છોડું છું. આલમગીરના શબ્દકોશમાં ગુનેગાર માટે રહમ શબ્દ નથી હોં.’ ‘હજૂર ! રહમ ! સેવક તાબડતોબ રવાના થાય છે. ને જ્યાં હોય ત્યાંથી શોધીને બેવકૂફ તહવ્વરખાંને આપની સેવામાં રજૂ કરે છે ! ત્યાં સુધી રહમ બક્ષે, આલમપનાહ !' ‘ખાંસાહેબ ! સમાલજો ! હજારો બલાઓ એને ઘેરી બેઠી હશે. લેણને બદલે દેશ ન થઈ જાય. બાકી તો તમે તહવ્વરખાં તરફ મારી મહોબ્બત જાણો જ છો !' ‘હજૂર ! બંદેનવાજ ! મારો જમાઈ છે : પણ કહું છું. ગધેડાને સાકર ન હોય, ઠંડા હોય, તો જ તેની અકલ દુરસ્ત રહે ! રજા માગું છું, જહાંપનાહ ! જેમ બને તેમ જલદી કદમ મુબારકમાં હાજર થાઉં છું !' ઈનાયતખાં સલામો ભરતો, પાછલા પગે ખંડ બહાર નીકળી ગયો. એવડા મોટા સેનાપતિને શરીરે પરસેવો હતો. તલવાર સાથે ૨મવું સહેલ હતું, આલમગીરની આંખ સામે જોવું પણ જવામર્દીનું કામ હતું. આલમગીર બાદશાહ સાંજની નમાજની આજાન ન સંભળાઈ ત્યાં સુધી વિચારમાં જ બેસી રહ્યો ! આજાન સાંભળતાં એ ઊઠ્યો. એના મુખ પર કોઈ મહાયુદ્ધમાં પરાજિત થયાની ગ્લાનિ હતી ! શીખ, મરાઠા, રાઠોડ, મેવાડી ! કોઈથી પોતે ન ડર્યો. ડરે શા માટે ! અલ્લા એની ભેરે હતો ને ! સાંયાસે સબ કુછ હોત હૈ, બંદેસે કહ્યુ નાહિં ! શીખ ગુરુની કત્લ તો સંસારવિદ્યુત વાર્તા હતી. રાઠોડ રાજા જસવંતસિંહ પણ કેટલી ઝડપથી આ સંસારમાંથી કૂચ કરી ગયો. મરાઠાના રાજા શિવાજીને કેવી ટૂંકી માંદગીમાં અલ્લાએ ઉપર ખેંચી લીધો. ટીપણામાંથી ટપકેલું આગનું ટીપું – 89

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98