Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 74
________________ ‘જયસિંહ ! જ્યારે રાજ કારણનાં મંદિરોમાં શાંતિના શંખનાદ ને એખલાસના ઘંટ બજતા હોય, ત્યારે જ માણસે ખરું ચેતવા જેવું છે ! રાજ કારણના બૂરા દેવળમાં કોણ પૂજ્ય ને કોણ પૂજક એ કંઈ નક્કી હોતું નથી ! દેવ કોઈ વાર પૂજારી થઈ જાય છે : ને કોઈ વારી પૂજારી ખુદ દેવને ફગાવી પોતે સિંહાસને ચઢી બેસે છે, અલબત્ત, આલમગીર બાદશાહે વખત ઓળખીને બધું ઠેકાણે પાડ્યું હતું, દેખીતી રીતે મેવાડી ને રાઠોડી લોકો સાથે એને હવે વેર રહ્યું નહોતું : પણ બાદશાહના દિલમાં દુર્ગાદાસ માટે શંકા ઘર કરી બેઠી હતી !' સુંદરીએ વાત અલિત પ્રવાહે કહેતાં કહ્યું, ઔરંગઝેબને વહેમ હતો કે રાવ દુર્ગાદાસ છે ત્યાં સુધી તોફાનની સંભાવના ખરી ! કારણ કે એના નામ પર હજીય દક્ષિણીઓ ઝુમી પડતા, એના નામ પર મેવાડીઓ આફરીન પોકારતા. મારવાડવાસીઓ તો એના શબ્દ પર જાન કાઢવા તૈયાર હતા. રાજા વિના રાજ નહિ, એ આલમગીરની કલ્પના એમણે ખોટી પાડી હતી. બદ્દે રાજા વિના રાજ ચાલે એ જોધપુરના પ્રસંગથી સિદ્ધ કરી બતાવ્યું હતું. પચીસ વર્ષથી જે લોક્યુદ્ધ -- રાજા વિનાનું યુદ્ધ - લડાતું હતું, એના આગેવાન દુર્ગાદાસ જ હતા. રજપૂતાનામાં એની એક હાકે યુદ્ધનાં નગારાં ફરી બજી ઊઠે તેમ હતાં ! નિરભ્ર આકાશમાં દુર્ગાદાસ જેવો જાદુગર પળવારમાં વાદળ, વીજળી ને ગર્જના ખડાં કરે તેવી કરામતવાળો હતો. એવા માણસને છૂટો રાખવો એ ઓશીકે સાપ રહેવા દેવા બરાબર હતું ! એ વેળા અજમેર ને ગુજરાતનો સૂબો સુજાતખાં હતો. એ ગુજરી જતાં શાહજાદો અજમશાહ સૂબેદાર તરીકે આવ્યો. બાદશાહે પોતાના આ લાયક પુત્રને સંદેશો મોકલ્યો કે બેટા ! બધાં તોફાનોની જડ દુર્ગાદાસ છે. એને કાં તો સમજાવીને દિલ્હી દરબારની ચાકરીમાં મોકલી આપો, નહિ તો એનું ઠેકાણું કરી નાખો ! કામ સંભાળથી કરવું ! માણસ માથાભારે છે. આ કામમાં તમને જે દિલોજાનથી મદદ કરે તેને નવાજવામાં પાછી પાની ન કરશો.* શાહજાદા માટે પણ, આ કપરું કાર્ય કરી આલમગીર જેવા સખ્ત પિતાનું પ્રમાણપત્ર મેળવવાનો ઉત્તમ મોકો હતો. એણે બધી તૈયારીઓ કરવા માંડી. પહેલાં દિલ્હી દરબારની ચાકરી વિશે રાવ દુર્ગાદાસ સાથે પત્રવ્યવહાર કર્યો. અમદાવાદ ને પાટણ વચ્ચે વિષ્ટિકારોની છૂટથી આવ-જા થઈ. પણ દુર્ગાદાસે દિલ્હીદાસ થવાની ઘસીને ના લુખી. શાહજાદાએ વળતો પત્ર લખ્યો કે આ માટે વધુ મંત્રણા કરવા તમે અમદાવાદમાં રૂબરૂ મળો. દુર્ગાદાસ શાહજાદાને મળવા સારે દિવસે પાટણથી નીકળ્યા, ને ધીરે ધીરે કૂચ કરતા સાબરમતી કિનારે વાડજ ગામને પાદરે ડેરા નાખ્યા. કારતકી એકાદશીનો 130 D બૂરો દેવળ *દિવસ હતો. દુર્ગાદાસ એકાદશીનું વ્રત રાખતા હતા. બારસના દિવસે પ્રભાતમાં અમદાવાદી દરબારમાં મુલાકાત નક્કી થઈ. શાહજાદાએ મુલાકાતના દિવસે જાહેર કર્યું કે જોધપુરપતિને જેટલું માન છાજે, એથી વધુ દુર્ગાદાસને ઘટે. ફક્ત પોતાના રાજા માટે જ નિઃસ્વાર્થભાવે લડનાર આવો દિલેર જોદ્ધો અમે જોયો નથી ! માટે સૈન્ય સજજ થઈ સલામી કરે. બધા અફસરો પોતાના સ્થાને યથાવત ખડા રહે. રાવ દુર્ગાદાસની મુલાકાત પછી શિકારનો કાર્યક્રમ નક્કી થયેલો છે. માટે સહુએ ઘોડા સાથે શસ્ત્ર-અસ્ત્રથી સજ્જ થઈને તૈયાર રહેવું. સરકાર-સવારી તરત જ શિકારે ઊપડી જશે ! દ્વાદશીનો દિવસ ઊગ્યો. રાવજી દુર્ગાદાસ પુણ્યસલીલા સાબરમતીમાં સ્નાન કરી, સૂર્યદેવને અર્થ આપી, દેવપૂજામાં બેઠા. એકાદશીના પારણાનો દિવસ હતો. એ ઇષ્ટદેવની માળા ફેરવવા લાગ્યા. આ તરફ આખા શહેરમાં મોગલ સેના પ્રસરી ગઈ. એફસરો પોતાના સ્થાને ગોઠવાઈ ગયા. સહુના હૃદયમાં રાવ દુર્ગાદાસ જેવો ભારતભૂમિનો મહાન વીર આજ નીરખવા મળશે, એનો હરખ હતો. કાવતરાની કડીઓ બહુ અજાણી હતી. કામ ખરેખરી સફાઈથી કરવાનું હતું. એ માટે એ વખતનો એક સુપ્રસિદ્ધ વીર પસંદ કરવામાં આવ્યો હતો. શાહજાદાના દરબારના મહાન વીર સફદરખાં બાબીઝમાથે દુર્ગાદાસની હત્યાની જવાબદારી નાખવામાં આવી હતી, સફદરખાં દરબારનો નામી પહેલવાન હતો, ભલભલા પાડાને તલવારના એક ઘાએ વાઢી નાંખતો. સફદરખાં સવારથી તૈયાર થઈને દરબારમાં ગોઠવાઈ ગયો હતો. મદદમાં પોતાના પુત્રોને તેથી વફાદાર સૈનિકોને ચારે બાજુ આડાઅવળા ઊભા રાખ્યા હતા. | મુલાકાતનો વખત થયો, પણ રાવ દુર્ગાદાસ હજી પૂજામાં બેઠા હતા. મોગલ સરદાર તેડા માટે આવ્યો. રાઠોડોએ કહ્યું : ‘ગઈ કાલે એકાદશીનું વ્રત હતું. પૂજા પૂરી થયે પારણું કરીને તુરત દરબારમાં હાજર થશે.” ‘પારણું શું, ખાનસાહેબ ? શું રાવ દુર્ગાદાસ જેવો માણસ હજી પારણામાં બચ્ચાની જેમ સૂતો હશે ?' તેડા માટે આવનાર મોગલ સરદારે પોતાના સાથીદાર પાસે શંકા રજૂ કરી. * વિ. સં. ૧૭૬૨ કારતક સુદ ૧૨, તા. ૧૮, ઑક્ટોબર, ૧૭૦૫. આ સ્થળ પૂ. મહાત્મા ગાંધીજીના આશ્રમ પાસે છે. * બાબી વંશનું રાજ જૂનાગઢ, રાધનપુરને વાડાસીનોરમાં હતું. સત્તરમી સદીમાં અફઘાનિસ્તાનથી શાહજહાંના દરબારમાં એ આવેલા. દુર્ગાદાસની એકાદશી 131

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98