Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 44
________________ પુખથીય કોમળ બની પુત્રને જાળવે છે, બીજી તરફ વજ થીય કઠોર બની દુશ્મન સાથે લોઢેલોઢું અફળાવે છે ! આલમગીર બાદશાહે હેરાન કરવામાં કંઈ મણા રાખી નથી. જાતિદ્રોહ કરીને રાજા જશવંતસિંહે મોગલ સિંહાસનની જે સેવા કરેલી, એની આજ અવનવી રીતે કદર થઈ રહી હતી. મૃતરાજાના ભત્રીજા ઇન્દ્રસિંહને જોધપુર ભળાવ્યું. રાઠોડોનેજેઓ શાહી હુકમને તાબે થયા, તેઓને જોધપુર રાજના ટુકડા કરી સોપારીના ટુકડાની જેમ વહેંચી દીધા, એથી પણ સંતોષ ન થયો : એટલે રસ્તાના ભિખારી બનેલા જોધપુરપતિના પોટાને પકડવા ભારે સેના રવાના કરી : ને સાથે જાહેર કર્યું કે સાચો કુમાર તો શાહી મહેલનો મહેમાન બનેલો છે : રાવ દુર્ગાદાસ ને રાણી માયાવતી કોઈ નકલી છોકરાને લઈને ફરે છે ! આ નકલ અને અસલનો ભાર જેને માથે હતો, એ રાઠોડવીર દુર્ગાદાસને માથે આજે જાણે પૃથ્વીનો ભાર પડી ગયો. વાયરા વિચિત્ર વાતા હતા. એક તરફ સાચા મારવાડપતિનું રક્ષણ, બીજી તરફ પાદશાહની કુટિલ શેતરંજ-ચાલથી ચેતતા ચાલવાનું ને ત્રીજી તરફ ગયેલું રાજ પાછું મેળવવાનો પુરુષાર્થ ! એમને ઉપર આભ છે ને નીચે ધરતી છે. કેટલીક વાર દુર્ગાદાસને લાગતું કે જાણે ધરતી અને આભ પણ આલમગીર બાદશાહ સાથે સંધિ કરી બેઠાં છે, ને નિર્ણાયક રાઠોડોને ઉપર ને નીચેથી દબાવવાનો કારસો રચ્યો છે. પણ કેટલાંક વજ્જર ઘા ખાઈને અણનમ બને છે, એમ દુઃખ ને દારિદ્ર વેઠીને દુર્ગાદાસ દુર્ગની જેમ અડોલ બન્યા હતા. એમના પુરુષાર્થી પગ બેવફા ધરતીને દાબી રહ્યા હતા, ને વફાદારીભરેલું મસ્તક દયાહીન આભને થોભ આપી રહ્યું હતું. વાયરા તોફાનના વાય છે. શંખ અશાન્તિના ફૂંકાય છે. શત્રુના ઘોડાના દાબલા દૂર દૂરથી સંભળાય છે. બાદશાહી હુકમ છૂટ્યા છે કે રાણી ને કુંવરને કેદ કરી નુરગઢના કિલ્લામાં મોકલો. નૂરગઢના કિલ્લા પર આ શાહી અતિથિઓના સન્માન માટે કડક બંદોબસ્ત થઈ ગયો છે. આલમગીર બાદશાહનો શાહજાદો અકબરશાહ કાળઝાળ જેવો ધસી આવ્યો. પદ પદ પર હુમલા શરૂ થયા. ખુદ આલમગીર બાદશાહે તો આ મામલામાં કમાલ કરી. રોજાનો મહિનો હતો. દિવસે જળનું બુંદ પણ મોંમાં મૂકવાની બંધી ને ખુદાનો આ બંદો દિલ્હીથી તેર દિવસમાં અજમેર આવીને ઊભો રહ્યો. આનાસાગર પર મોગલ છાવણીના તંબૂ તણાઈ ગયા. રમજાનના દિવસો ચાલતા હતા. દીનપરસ્ત બાદશાહે શાહજાદા એકબરને રાઠોડો સામે ચઢાઈ કરવા ફરમાન કર્યું, પુષ્કર તીર્થની નજીક જ રાઠોડો સાથે 70 | બૂરો દેવળ મોગલોનો મુકાબલો થયો. તલવારોના ઝગમગાટે એક વાર આકાશની આસાડી વીજળીને શરમાવી દીધી, ને રાઠોડોની રણહાકે વાદળોની ગર્જનાને ફિક્કી પાડી દીધી : પણ અસમાન યુદ્ધ ક્યાં સુધી ચાલે ? એક તરફ આખા હિંદુસ્તાનનો શહેનશાહ, બીજી તરફ દીનહીન રાઠોડવીરો ! મોગલોની ફતેહ થઈ. જોધપુરરાજ તેમના હાથમાં ગયું. વીર દુર્ગાદાસે આ યુદ્ધમાંથી એક બોધપાઠ લીધો. આલમના શહેનશાહ સામે સામા મનો મુકાબલો અશક્ય છે. મરાઠાવીર શિવાજીની જેમ પહાડી યુદ્ધ-ગોરીલા લડાઈ-યુદ્ધ જારી રાખવાનો એકમાત્ર માર્ગ છે. એ સિવાય કોઈ મોટા રાજની મદદની પણ જરૂર છે ! મદદની રાહમાં ફરતા વીર દુર્ગાદાસને એક દહાડો પેલા ગોવિંદજી ગોસાંઈને ભેટી ગયેલો દસોંદી ભેટી ગયો. એણે દુર્ગાદાસને બિરદાવ્યા : ‘એહ માતા એસા પુત્ર જણ, જૈસા દુર્ગાદાસ ! દુર્ગ તો ઘણા નમીઆ દીઠા. ન નમીઆ દુર્ગાદાસ. ઢંબ ક ઢબક ઢોલ બાજે, દે દે ઠોર નગારાં કી ! આસે ઘર દુર્ગા નહીં હોતો, - સુન્નત હોતી સારાં કી !' દુર્ગાદાસ પોતાની પ્રશંસા સાંભળી બોલ્યા : “દસોંદી ! દુર્ગાદાસને એના દેહની મમતા નથી, એને વખાણશ મા. ભંડો લાગીશ. આજ એને કર્તવ્યભર્યા દેહનો ખપ છે. રાઠોડ નિરાધાર બન્યો છે ! એમનો વેલો વાડ વગર ચડે તેવો લાગતો નથી. અમને વાડ ખપે !' ઓહો વીર દુર્ગાદાસ ! એમાં મૂંઝાવાનું શું ? વાડ જેવી સધ્ધર વાડ આજ મેવાડપતિ રાણા રાજસિંહની છે ! દુ:ખિયાનો બેલી, સંતિયાંનો છાંયો, રાણો રાજસિંહ છે.” - ‘દસોંદીભાઈ ! કોઈ ડાહ્યો માણસ હાથે કરીને વગર લેવાદેવાએ આલમગીર જેવાની ઘો ઘરમાં ઘાલે ખરો ?” દુર્ગાદાસે કહ્યું. ‘એવાય સતીયા પૃથ્વી પર છે, કે પારકાના દુ:ખને નિવારવા પોતાના કટકા કરી નાખે, ધન, દોલત, રાજપાટ તો આજ છે, કાલ નથી. નામછા તો નરબંકાની પૃથ્વી પર સદા રહે છે ! શું આલમગીર અમરપટો લાવ્યો છે અને રાજ સિંહને શું મોતે પકડ્યો છે ? એક દહાડો સહુને જવાનું છે : પણ કર્તવ્યને ખાતર મર્યા એ સ્વતંત્ર મારવાડ | 71

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98