Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 58
________________ 15 સ્વપ્નભંગ મારુ જુવાન જયસિંહ ઘોર નિદ્રામાંથી લાંબે વખતે જાગ્યો. એણે અરધી આંખો ઉઘાડી, પણ પોપચાં પર ઘેનનો બોજ લદાયેલો હતો. ફરીથી એણે આંખો મીંચી દીધી. ફરી વાર ઊંઘમાં પડ્યો. નસકોરાં ફરી વાર પડઘમ વાજાંની ગત વગાડી રહ્યાં. ગુફામાં શીતળ હવા વાતી હતી. માખીઓ ડાહી બની ગઈ હતી. તેઓએ આ તરફ આવવાનું સાવ છોડી દીધું હતું. લતાઓનાં છિદ્રોમાંથી આવતો પવન મીઠી બંસરી બજાવતો હતો. મારુ જુવાન મીઠાં સોણલાંની નીંદમાં હતો. હૃદયેશ્વરી બનેલી મદભરી માનુની બાલુસુંદરી, સામે શરાબનો જામ લઈને ઊભી હતી, એનું જોધપુરી અનાર જેવું વાસ્થળ ને કેળની કાન્તિને ઝાંખા પાડે તેવા બાહુઓ જયદેવની નજરમાં રમી રહ્યાં. મઘ કરતાં માનુનીનાં અંગોમાં વધુ નશો હતો. બેમાંથી કયો આસ્વાદ પહેલો લેવો, એની મૂંઝવણમાં એ હતો. આમ વખત વીતતો ચાલ્યો. રજપૂત કુમારોના જીવનમાં નાની વાતમાં મોટી લડાઈ, દારૂની લત ને નવનવી સુંદરીનો આશ્લેષ એ ચાલુ રૂઢિ જેવાં બની ગયાં હતાં. એ જીવનનો જયસિહ સ્વપ્ન દ્વારા આસ્વાદ લઈ રહ્યો. ગુફામાં કાળનું ચક્કર જાણે થંભી ગયું હતું. મધરાતે જ્યારે ગુફાને પેલે પાર કોઈના હસવાનો ભારે અવાજ થયો, ત્યારે જયસિંહની આંખ એકાએક ઊઘડી ગઈ. છતાં પડ્યા રહેવાનું મન થયા કરતું હતું. સૂતાં સૂતાં જ જયસિંહે પોતાની હૃદયેશ્વરી બનેલી સુંદરીના મુખે કમળને જોવાનો પ્રયત્ન કર્યો, પણ સામેનું વિરામાસન ખાલી નજર ફેરવી. ગુફા સાવ શૂન્ય હતી. ઝેરી વેલડીનાં ફળ ખાવાથી તરફડતાં બે ચાર પંખી દ્વાર પાસે પડ્યાં હતાં, બીજું કોઈ ત્યાં ન હતું. જયસિંહ સફાળો બેઠો થઈ ગયો. જે સુંદરીની હાજરીથી આ ગુફા રમણીય લાગતી હતી, એ હવે ભેંકાર લાગવા માંડી. સુંદરી ન હોય તો સાપ, વીંછી ને ઘોથી ભરેલી આ ગુફામાં પળવાર પણ થોભી શકાય તેમ નહોતું. જયસિંહ ઊભો થયો. એણે હાથમાં કટારી લીધી. ધીરે ધીરે ગુફામાં ફરવા માંડ્યું. ગુફાના એક ખૂણે થોડી ખાદ્યસામગ્રી પડી હતી. પાસે જ વસ્ત્રોની નાનીશી સંદૂક હતી. પાસે પેલી સર્પની ખાલી પિટારી હતી. બીજા ખૂણે થોડાં ફળફળાદિ હતાં. નાનનો સામાન હતો. અંગવિલેપનનાં થોડાં દ્રવ્યો હતાં, બીજા બધા ખૂણા ખાલી હતા. આ ગુફામાંથી બહાર જવાના રસ્તા બે હતા; એક ઝેરી વેલોના દરવાજાવાળો મોટો રસ્તો ને બીજો જે ઠંડકમાં એણે નાગરાજને છૂટો મૂક્યો હતો તે નાનો રસ્તો. ઝેરી વેલડીઓવાળો દરવાજો ભિડાયેલો હતો. જયસિંહે ફણીધરને જ્યાં ચારો ચરવા છૂટો મૂક્યો હતો એ પાણી ભરેલા ઠંડકવાળા સ્થળે જ ઈને દૂર દૂર નજર કરી. તો ત્યાં પાછળ નાની બારી જેવું દેખાયું. આગળ નાનોશો લતામંડપ હતો. બારીમાંથી દૂર સુધી દૃષ્ટિ ફરતી હતી. ચંદ્રની અધુરેખ પૂરતું અજવાળું ઢોળતી હતી. એ પ્રકાશમાં જયસિંહે કંઈ જોયું. લતામંડપને પેલે છેડે નાનાંશાં બે વિરામાસનો હતાં. મઘના શીશા પડ્યા હતા, ને કોઈ બે જણાં-સ્ત્રીપુરુષ નૃત્ય કરતાં હતાં. પુરુષ અર્ધનગ્ન હતો, સ્ત્રી સાવ નગ્ન હતી ! જયસિહ ક્ષણવાર આ દૃશ્ય ઉત્સુકતાથી જોઈ રહ્યો. પછી વિચાર આવ્યો કે બાલસુંદરી આવે તો ઠીક રહેતેને પણ આ તમાશો જોવા મળે ! બૂરા દેવળની આ જમીનનો તસુએ તસુ ભાગ કેવી બૂરાઈઓથી ભરપૂર છે ! જયસિંહનું મન આમ વિચારતું હતું, પણ નેત્રો એ દૃશ્ય પર ચોંટી ગયાં હતાં. થોડી વારે સ્ત્રી પુરુષના આશ્લેષમાંથી છૂટીને ભાગી. પુરુષ પાછળ દોડ્યો. સ્ત્રી દોડી દોડીને કેટલી દોડે ! ઓ નિઃસહાય અબળા ! પણ રે, નિઃસહાય સ્ત્રી હોય તો હસે કાં ? બંનેનો એકધારો હસવાનો અવાજ ચાલ્યો આવતો હતો. જયસિંહને દોડીને મદદે પહોંચવાનું મન થઈ આવ્યું, પણ સ્ત્રીના હાસ્યના પડઘા એના મનને શંકામાં નાખી રહ્યા. સાથે ત્યાં જ પેલી સુંદરીએ સાપને ચારો ચરવા મૂક્યો હતો, એ સ્થળનો ભય પણ એને રોકી રહ્યો હતો. જયસિંહે ફરીથી બાલુસુંદરીને યાદ કરી, એ આવી જાય તો ઠીક રહે. એની સહાય લઈને પેલા મેદાન તરફ પણ ધસી જવાય. પણ એ આમ વિચારે છે, ત્યાં સ્વપ્નભંગ D 99 દેખાયું. ‘અરે ! સુંદરી ક્યાં ?' જયસિંહે મનને પ્રશ્ન કર્યો, ને સૂતાં સૂતાં એણે ચારે તરફ

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98