Book Title: Buro Deval
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 67
________________ ને તમે બધા ખાં સાહેબો ને મીરઝાં સાહેબો એ સાડા ત્રણસો માણસોને-રે સાડા ત્રણસો નહિ તો-એકને પણ જીવતો યા મૂએલો પકડી ન શક્યા ? શરમાવનારી બીના છે, બહાદુરો તમારા માટે !' ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય, એમ દીવાને આઝમ તહવ્વરખાં એક રાતે આલમગીરની સમક્ષ માફી માગવા આવ્યો. એનો સસરો ઈનાયતુલ્લાં ખાં સાથે હતો. બંને જણા હાથ બાંધી ગુનેગારની જેમ ખડા રહ્યા હતા. પહેરેગીરે અંદર ખબર આપી. બાદશાહે માત્ર તહવ્વરખાંને અંદર બોલાવ્યો ને પોતાની સામે ઊભો રાખી હુકમ કર્યો : “આલમગીરના શબ્દકોશમાં ગુનેગાર માટે રહેમ શબ્દ નથી. હરીફ શહેનશાહ અકબરશાહના એ માનવંતા દીવાને આઝમને દેહાંત દંડનું જ માન યોગ્ય થશે. પળ વારમાં તહવ્વરખાંનું મરતક ધડથી અલગ થઈ ગયું. નવી શહેનશાહીનો દીવાનો આઝમ ઈશ્વરના દરબારમાં ઇન્સાફ માગવા ચાલ્યો ગયો. આ બનાવે ચારે તરફ ભયની લાગણી પ્રસારી દીધી. ભયની પ્રીતમાં માનનારા સેવકો બેવડા બળથી આલમગીરની આજ્ઞાઓ ઉઠાવવા લાગ્યા , આ પછી રોજ રોજ કઠોરમાં કઠોર હુકમો નીકળવા લાગ્યા. ગુનેગારોની ધરપકડ કરવામાં સાવ નાકામયાબ નીવડેલા જોધપુરના ઇદ્રસિંહની તથા ઝાલોરના રામસિંહની જાગીર જપ્ત કરવાનો હુકમ થયો. બંને જણા દોડચી આલમગીર પાસે ! આલમગીર પાસે કામની કદર હતી, ખુશામતની નહિ ! ખુશામતીઆ ટટ્ટઓને એ આંગણે પણ ઊભા રહેવા દેતો નથી. શાહજાદા મોજમે નવો વ્યુહ રચ્યો, એણે લશ્કર તમામ વિખેરી નાખ્યું. એણે લશ્કરનાં માણસોને ધોરી માર્ગે, આડમાર્ગે નદી, નાળાં ને પુલ પર ગોઠવી દીધાં. એકબરશાહ ને દુર્ગાદાસને પકડવા, ભોંમાંથી ભૂતની જેમ પેદા થાય, ઝાડમાંથી પ્રેતની જેમ ટપકી પડે, પાણીમાંથી પિશાચની અદાથી દોડી આવે, એવી નવતર યૂહરચના કરી. પણ બાહોશ બાજ પંખી જાળમાં ન પકડાણાં તે ન પકડાણાં. દુર્ગાદાસ ને અકબરશાહ મેવાડમાં નિરાંતે દિવસો ગુજારતા હતા. દુ:ખનું ઓસડ દહાડા, એ રીતે તેઓ હૃદયના ઘાને રૂઝવતા હતા, ત્યાં એક દિવસ અચાનક એમની નજરે દિલ્હીના કાસદો નજરે પડ્યા. “અરે ! મેવાડની ભૂમિ પર મોગલ કાસદ ? એને તે પણ રાજમહેલમાં જતા 116 n બૂરો દેવળ આવતા ? જ્યાં યવનનો પડછાયો પણ અશક્ય, ત્યાં આ શું ? એ દિવસથી વીરચતુર દુર્ગાદાસ કંઈક સાવધ રહેવા લાગ્યા. રાત તો ભાગ્યે જ એક જગાએ ગાળતા. એમને પિતાની ચિંતા ન હતી, પણ પોતાની પાસે રહેલા શાહજાદાની ફિકર હતી. કીંમતી હીરાના હારની જેમ તેઓ એને છાતી પર ને છાતી પર રાખતા. આમ વિચિત્ર વાયરા વાય છે. ત્યાં એક દહાડો અંતઃપુરની એક વૃદ્ધ દાસી આવી. એની ડોકી બૂઢાપાને ડગમગતી હતી. ટટ્ટર તો ઊભું રહેવાતું નહિ. બોલતાંય હાંફી જવાતું. એણે દુર્ગાદાસને એકાંતમાં લઈ જઈને કહ્યું : ‘રાવજી ! તમે કબરની ચિંતા કરો છો કે એકબરની ?” ‘એમ કેમ, મા !” દુર્ગાદાસે વૃદ્ધ દાસીને માનથી બોલાવી. રાણા પ્રતાપના યુગની એ નારી હતી. સો વર્ષે તો નવા દૂધિયા દાંત ફૂટયા હતા ! | ‘સિસોદીઆ સમશેરથી ધરાઈ ગયા. સુંવાળાં બિછાનાં, સોનારૂપાના થાળ ને ઇંદ્રભુવન જેવા મહેલના મોહ હવે એમનાથી છૂટતા નથી, રજપૂતાણીઓ પણ જોગમાયાની મૂર્તિ મટી ગઈ, ને રૂપનાં ઝરણ વહાવતી રૂપસુંદરીઓ બની ગઈ. જૂની આંખે નવા તમાશા જોઉં છું. રાણા જયસિંહ પાસે રોજ આલમગીરના કાસદો આવે છે. કંઈ કંઈ કાનાફૂસી ચાલે છે. હું અધબહેરી પૂરું ન સાંભળું, પણ કંઈક સંધિની વાતો થાય છે ! મોગલો સાથે સંધિની વાત, એટલે ૨જપૂતીનો ઘાત, એટલું જ હું મૂરખી સમજું .” ‘રે ! મિયાં ને મહાદેવની સંધિ તે થતી હશે ? ન બની શકે, મા !” ‘દુર્ગાદાસ ! તમે મા દુર્ગાનો પુરુષ અવતાર છો, તમારું વ્રત, તમારું પણ મેં સાંભળ્યું છે ! એટલે જ માથે મોતની સજાનો ભાર લઈને કહેવા આવી છું. વાતો સારી નથી, વાયરા સારા નથી. એશઆરામી લોકો કયું પાપ ન કરે, તે કહેવાય તેમ નથી. ચેતી જજો, બાપા ! સતના હામી સિસોદિયાના દહાડા વહી ગયા ! હવે તો રાજમહેલની બહાર નીકળવુંય ગમતું નથી ! માના હૈયા જેવી મભૂમિની ગરમી સહુને ત્રાસ પમાડે છે.’ ‘વારુ મા ! ચેતતા નર સદાય સુખી ! મનેય ગંધ તો આવી છે. મેવાડ સંધિ કરે તો- બાદશાહ બદલામાં ત્રણ જણાની માગણી કરે જ કરે, એક જોધપુરના બાળરાજા અજિતની, બીજા અકબરશાહની ને ત્રીજી મારી ' ‘સાચું સમજ્યો, મારો બાપ ! બેટા, રાજપાટના લોભે સારા સંસારનું મન બગાડી નાખ્યું છે. ચિતોડનું રાજ કારણ તો દેવનું દેવળ હતું. હવે એ બૂરો દેવળ બની રહ્યું લાગે છે. આપણે શું કરશું, બેટા ! એ તો જેવી એકલિંગજીની મરજી !' નવી પાદશાહીની લાશ | II7

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98